Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા, જાણો લેટેસ્ટ અપડેટ

દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઉતાર ચડાવ ચાલુ છે.

Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઉતાર ચડાવ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. જે શનિવારની સરખામણીમાં ઓછા છે. શનિવારે 35 હજારથી વધુ કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાથી 309 દર્દીઓના મોત થયા છે. રસીકરણની વાત કરીએ તો એક દિવસમાં 85 લાખથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. 

છેલ્લા 24 કલાકમાં 30 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30,773 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,34,48,163 પર પહોંચી ગયો છે. જેમાંથી 3,32,158 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 38,945 દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,26,71,167 થઈ છે. 

— ANI (@ANI) September 19, 2021

309 લોકોના મોત
સરકારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 309 દર્દીઓના મોત થયા છે. આ સાથે કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 4,44,838 થયો છે. કેરળની વાત કરીએ તો કેરળમાં એક દિવસમાં 143 મોત નોંધાયા છે. જ્યારે નવા 19,325 કેસ નોંધાયા છે. દેશમાં હાલ કોરોનાથી રિકવરી રેટ 97.68 ટકા છે. 

રસીના 85 લાખથી વધુ ડોઝ અપાયા
કોરોનાને માત આપવા માટે દેશભરમાં પૂરપાટ ઝડપે કોરોના રસીકરણ ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં રસીના 80,43,72,331 ડોઝ અપાયા છે. જેમાંથી 85,42,732 ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news