Corona Update: કોરોના નવા કેસમાં ઘટાડો કેમ નથી જોવા મળતો? એક દિવસમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા

કોરોનાના કેસ હવે લગભગ 35થી 40 હજારની વચ્ચે જોવા મળી રહ્યા છે. સવાલ એ છે કે આ કેસ ઘટવાનું નામ કેમ લેતા નથી.

Corona Update: કોરોના નવા કેસમાં ઘટાડો કેમ નથી જોવા મળતો? એક દિવસમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી: કોરોનાના કેસ હવે લગભગ 35થી 40 હજારની વચ્ચે જોવા મળી રહ્યા છે. સવાલ એ છે કે આ કેસ ઘટવાનું નામ કેમ લેતા નથી. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 39 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 416 લોકોના મોત થયા છે. 

નવા 39 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 39,361 દર્દીઓ નોંધાયા છે. જો કે સાથે 35,968 દર્દીઓ રિકવર પણ થયા છે. હાલ દેશમાં કુલ 4,11,189 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 3,05,79,106  દર્દીઓ કોરોનાને પછાડીને રિકવર થયા છે. 

Active cases: 4,11,189
Total recoveries: 3,05,79,106
Death toll: 4,20,967

Total vaccination: 43,51,96,001 pic.twitter.com/6nFjR1kNqc

— ANI (@ANI) July 26, 2021

એક દિવસમાં 416 લોકોના મોત
કોરોના વાયરસના કારણે એક દિવસમાં 416 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુનો આંકડો હવે 4,20,967 પર પહોંચી ગયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના કુલ 43,51,96,001 ડોઝ આપવામાં આવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news