સરકારનો મહત્વનો નિર્ણય: પાકિસ્તાનને મળતું ભારતીય નદીઓનું પાણી અટકાવી દેવાશે

કેન્દ્રીય મંત્રી મેઘવાલે બીકાનેર મુલાકાત દરમિયાન કહ્યું કે, ભારત સરકાર ડેમ બનાવીને ભારતીય નદીઓથી પાકિસ્તાનને જતું પોતાના હિસ્સાનું પાણી અટકાવી દેશે

સરકારનો મહત્વનો નિર્ણય: પાકિસ્તાનને મળતું ભારતીય નદીઓનું પાણી અટકાવી દેવાશે

બીકાનેર : કેન્દ્રીય જળ સંસાધન મંત્રી અર્જુનરામ મેઘવાલે શુક્રવારે બીકાનેર મુલાકાત દરમિયાન ભારતની નદીઓથી પાકિસ્તાન જનારા પાણીને અટકાવવાની જાહેરાત કરી છે. મેઘવાલે કહ્યું કે, ભારત સરકાર જમ્મુ કાશ્મીર અને પંજાબમાં બે મોટા ડેમ બનાવવાનું આયોજન કરી રહી છે. જેના કારણે પાકિસ્તાન જનારા પાણીનો ઉપયોગ બોર્ડરની આ તરફ ભારતનાં જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાનમાં થશે. મેઘવાલે કહ્યું કે, મોદી સરકાર આ યોજનાને લાગુ કરવા માટે ઝડપથી કામ કરી રહી છે. 

મેઘવાલે કહ્યું કે, સામાન્ય દિવસમાં રોજીંદા 3 લાખ ક્યુસેક પાણીનો પુરવઠ્ઠો પાકિસ્તાનમાં જાય છે. જ્યારે ચોમાસામાં રોજિંદી રીતે એક લાખ ક્યુસેક પાણી પાકિસ્તાન જતું રહે છે. જેને અટકાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી લીધી છે. તેમણે એમ પણ કહ્યું કે, જમ્મુ કાશ્મીર અને પંજાબમાં બંધ બનાવવા મુદ્દે કામ ઝડપથી ચાલી રહ્યું છે. આઝાદી દરમિયાન ત્રણ-ત્રણ નદીઓની વહેંચણી કરવામાં આવી હતી. જો કે અમારૂ પાણી પાકિસ્તાન જઇ રહ્યું છે. એવામાં દેશમાં હવે બે બંધ બનાવીને તેને અટકાવવામાં આવશે. 

જ્યાં પહેલાની સરકારે પણ આ કામ કર્યું છે. જો કે મોદી સરકારે તેનાં નિર્માણના કાર્યમાં ઝડપ આવી છે. માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની નાપાક કરતુત બાદ ભારત સરકારનાં આ નિર્ણય બાદ થયેલા આ વળતા હૂમલાનું નુકસાન પાકિસ્તાને પણ ચુકવવું પડશે. મોદી સરકાર હવે ગોળીથી નહી પરંતુ પાણીબંધીથી પાકિસ્તાનને આકરો જવાબ આપવા જઇ રહી છે. 

જળ સંસાધન મંત્રાલયનાં આ પગલા બાદ એક વાત સ્પષ્ટ છે કે દેશનાં અનેક હિસ્સાઓમાં પાણી પહોંચવાનાં કારણે જળ સંકટની સમસ્યામાંથી છુટકારો મળશે. બીજી તરફ પાકિસ્તાનનાં ગાઢ પણ ઢીલા પડશે. કારણ કે ભારત સરકારનું પાણીવાળું પગલું તેને ભારે પડી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news