અગ્નિ મિસાઇલના એડવાન્સ વર્ઝન 'અગ્નિ-પ્રાઇમ'નું ઓડિશામાં સફળ પરીક્ષણ, આ છે ખાસિયત

એએનઆઈના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પરમાણુ સક્ષમ રણનીતિક મિસાઇલ અગ્નિ પ્રાઇમમાં ઘણા નવા ફીચર જોડવામાં આવ્યા છે. 

અગ્નિ મિસાઇલના એડવાન્સ વર્ઝન 'અગ્નિ-પ્રાઇમ'નું ઓડિશામાં સફળ પરીક્ષણ, આ છે ખાસિયત

નવી દિલ્હીઃ ભારતે ઓડિશાના તટની પાસે ડો. એપીજે અબ્દુલ કલામ દ્વીપથી નવી પેઢીની પરમાણુ સક્ષમ બૈલિસ્ટિક મિસાઇલ 'અગ્નિ પી'નું શનિવારે સફળ પરીક્ષણ કર્યુ છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ આ જાણકારી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અગ્નિ પી બે તબક્કાવાળી કેનિસ્ટરાઇઝ્ડ સોલિડ પ્રોપેલન્ટ બેલિસ્ટિક મિસાઇલ છે જેમાં ડ્યુઅલ સ્ટેન્ડબાય નેવિગેશન અને માર્ગદર્શન સિસ્ટમ છે. 

એએનઆઈના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પરમાણુ સક્ષમ રણનીતિક મિસાઇલ અગ્નિ પ્રાઇમમાં ઘણા નવા ફીચર જોડવામાં આવ્યા છે. તેની મારક ક્ષમતા 1000થી 2000 કિમી વચ્ચે છે. અગ્નિ-પી બૈલિસ્ટિક મિસાઇલનું વજન અગ્નિ-5થી 50 ટકા ઓછુ છે અને તેને ટ્રેન અને રસ્તા પરથી લોન્ચ કરી શકાય છે. 

— ANI (@ANI) December 18, 2021

ડીઆરડીઓએ એક નિવેદનમાં કહ્યું- પૂર્વી કિનારા પાસે સ્થિત વિભિન્ન ટેલીમેટ્રી, રડા, ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સ્ટેશન અને ડાઉનરેન્જ જહાજોએ મિસાઇલ લોન્ચ પથ અને માપદંડો પર નજર રાખી હતી. મિસાઇલ ઉચ્ચ સ્તરીય સટીકતાની સાથે તમામ મિશન ઉદ્દેશ્યોને પૂરા કરતા પોતાના નિર્ધારિત લક્ષ્યને હાસિલ કરવામાં સફળ રહી. ડીઆરડીઓએ કહ્યું કે બીજા ઉડાન- પરીક્ષણે સિસ્ટમમાં સંકલિત તમામ અદ્યતન તકનીકોની વિશ્વસનીય કામગીરી સાબિત કરી છે.

રાજનાથ સિંહે આપી શુભેચ્છા
રક્ષામંત્રી રાજનાથ સિંહે અગ્નિ-પી સફળ ઉડાન પરીક્ષણ માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) ને શુભેચ્છા આપતા ખુશી વ્યક્ત કરી છે. સિંહ સિવાય કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયકે પણ અગ્નિ-પીના સફળ પરિક્ષણ માટે શુભેચ્છા આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news