સેકંડોમાં ઘુળ ચાટતા થઇ જશે દુશ્મન, ભારત 114 ફાઇટર પ્લેન ખરીદશે

વાયુસેનાને પહેલું રાફેલ આવતા મહિને મળશે અને 36 વિમાન મળવામાં 4 વર્ષ જેટલો સમય લાગશે

સેકંડોમાં ઘુળ ચાટતા થઇ જશે દુશ્મન, ભારત 114 ફાઇટર પ્લેન ખરીદશે

નવી દિલ્હી : ભારતીય વાયુસેના (IAF) ને આશા છે કે 114 ફાઇટર પ્લેન ખરીદવાનો તેમનો પ્રયાસ ફ્રાંસીસી રાફેલની ખરીદીની પ્રક્રિયાને વધારે ઝડપી બનાવશે. જેમાં 10 વર્ષથી વધારે સમયથી ટળી ગયો હતો. રાફેલ કરારનાં 126થી 36 જેટલા ઓછા થયા બાદ ભારતીય વાયુસેના 144 જેટ ખરીદવા માટે એકવાર ફરીથી વૈશ્વિક બજારમાં પગ મુકી રહ્યું છે. બોઇંગ, લોકહીડ માર્ટિન ઇન્ડિયા, યૂરોફાઇટર, રશિય યૂનાઇટેડ એરક્રાફ્ટ, કોર્પોરેશન અને સાબ જેવી ફાઇટર નિર્માતા 1500 કરોડ રૂપિયાની ડીલ માટે દોડ લગાવી રહી છે.
નક્સલવાદીઓ પર કસાશે નકેલ, 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ગૃહમંત્રીની બેઠક
આ કંપનીઓએ અગાઉ મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (એમએમઆરસીએ) નિલામી પ્રક્રિયામાં પણ હિસ્સો લીધો હતો. ભારતથી ઓર્ડર પ્રાપ્ત કરવાની પ્રતિસ્પર્ધાના કારણે તેમણે કેટલીક સારી ઓફર્સ પણ બનાવી છે. અમેરિકી વિમાન નિર્માતા કંપનીઓએ ભારતમાં એફ-16 અને એફ-16 જેટની ઉત્પાદન લાઇનો સ્થાપિત કરવાની રજુઆત પણ કરી છે. 

જેટલીનો અંતિમ સંસ્કાર જે પ્રકારે થયા તે દરજ્જો માત્ર રાષ્ટ્રપતિ, વડાપ્રધાનને જ મળે છે
નવી દિલ્હી અને પેરિસ 36 અને રાફેલ પુરુ પાડવાની સંભાવનાઓ પર ચર્ચા કરી રહ્યા છે. આ બધા ઉપરાંત અન્ય પણ ઘણી તક છે. વિમાનનાં નવી લાઇનને સમાવેશ કરવામાં મોડાના કારણે પહેલા જ ભારતીય વાયુસેનાનાં યુદ્ધથી સંબંધિત યોજનાઓ પર અસર પડી છે. 

મેન વર્સેઝ વાઇલ્ડમાં મોદીના હિન્દીને કઇ રીતે સમજતા હતા ગ્રિલ્સ, થયો ખુલાસો
મિકોયાન-ગુરેવિચન મિગ 21 (MIG-21)ને તબક્કાવાર રીતે ભારતીય વાયુસેનામાંથી હટાવવામાં આવનાર છે, પરંતુ અલગ અલગ કારણોથી નવા ઓર્ડર આવવામાં મોડુ થઇ રહ્યું છે. વાયુસેનાને પહેલું રાફેલ આવતા મહિને મળશે અને તમામ 36 વિમાન મળવામાં ચાર વર્ષ લાગશે. ભારતીય વાયુસેના રશિયાથી એમઆઇજી29 લેવાની સાથે સુખોઇ એસયુ 30 એમકેઆઇ નો ઓર્ડર આપવા અંગે પણ વિચારણા કરી રહ્યા છે. ભારતીય યોજના જગુઆરને વધારે એડવાન્સ બનાવવાની છે જે ગત્ત ઘણા વર્ષોથી અટકેલી પડેલી છે, આ અંગે તત્કાલ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news