kalyan singh death: PM મોદીએ કલ્યાણ સિંહના અંતિમ દર્શન કર્યા, લખનઉ પહોંચી આપી શ્રદ્ધાંજલિ

ભાજપના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું 89 વર્ષની વયે નિધન થયુ છે. લખનઉમાં આવેલા કલ્યાણ સિંહના નિવાસ્થાને તમામ લોકો તેમના અંતિમ દર્શન કરવા પહોંચી રહ્યાં છે. પીએમ મોદીએ પણ લખનઉ પહોંચી કલ્યાણ સિંહના અંતિમ દર્શન કર્યા છે. 
 

kalyan singh death: PM મોદીએ કલ્યાણ સિંહના અંતિમ દર્શન કર્યા, લખનઉ પહોંચી આપી શ્રદ્ધાંજલિ

લખનઉઃ અયોધ્યા આંદોલનનો અવાજ રહેલા અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન થયું છે. તેમણે શનિવારે રાત્રે  સંજય ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PGI) માં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 89 વર્ષના હતા. ભાજપના દિગ્ગજ નેતાના નિધનથી દેશમાં શોકની લહેર દોડી ગઈ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેમના અંતિમ સંસ્કાર સોમવારે 23 ઓદસ્ટે અલીગઢમાં થશે. આ દિવસે જાહેર રજા રહેશે. રવિવારે કલ્યાણ સિંહના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે ભાજપના કાર્યાલય લઈ જવામાં આવશે. 23 ઓગસ્ટે અલીગઢમાં પૂર્વ મુખ્યમંત્રીના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ કર્યા અંતિમ દર્શન
ભાજપના દિગ્ગજ નેતા કલ્યાણ સિંહનું શનિવારે રાત્રે નિધન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યૂપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહના અંતિમ દર્શન કરવા માટે લખનઉ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલ્યાણ સિંહના નિવાસ્થાને પહોંચીને અંતિમ દર્શન કર્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રી મોદીની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. 

"Kalyan Singh ji made Jan Kalyan his life mantra. He worked for the development of UP & the nation. He became synonymous with honesty & good administration," tweets PM Narendra Modi pic.twitter.com/MTUrPcR1VY

— ANI (@ANI) August 22, 2021

આ અમારા માટે મોટી ખોટઃ મોદી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, અમારા બધા માટે મોટી ખોટ છે. કલ્યાણ સિંહ જીના માતા-પિતાએ જે નામ આપ્યું હતું તેમણે તે નામને સાર્થક કર્યુ. તેઓ જીવનભર જન કલ્યાણ માટે જીવ્યા. તેમણે જન કલ્યાણને પોતાનો મંત્ર બનાવ્યો. ભાજપ, જન સંઘ પૂરા પરિવારને એક દિવાર માટે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું જીવન સમર્પિત કર્યુ. 

પીએમ મોદીએ આગળ કહ્યુ કે કલ્યાણ સિંહ જી દેશના ખુણા-ખુણામાં વિશ્વાસનું નામ બની ગયા હતા. જીવનમાં તેઓ હંમેશા જન કલ્યાણ માટે પ્રયત્ન કરતા રહ્યા. તેમને જ્યારે જે જવાબદારી મળી, હંમેશા દરેક માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યા. દેશે એક મૂલ્યવાન વ્યક્તિ, એક સામર્થ્યવાન નેતા ગુમાવ્યા છે. અમે તેમની ભરપાઈ માટે તેમના આદર્શો,  સંકલ્પોને લઈને તેમના સપનાને પૂરા કરવામાં કોઈ કમી રાખીશું નહીં. હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરુ છું કે તેમને પોતાના ચરણોમાં સ્થાન આપે અને ભગવાન તેમના પરિવારને આ દુખના સમયમાં દુખ સહન કરવાની શક્તિ આપે. 

— ANI (@ANI) August 22, 2021

પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતના સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરવામાં તેમણે મહત્વની ભૂમિકા નિભાવી તથા આવનારી પેઢીઓ તેમના માટે તેમની આભારી રહેશે. તેમણે કલ્યાણ સિંહના પુત્ર રાજવીર સિંહ સાથે વાત કરી અને સંવેદનાઓ વ્યક્ત કરી હતી. 

તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યુ કે, જનતાની સાથે અદ્ભૂત જોડાવ હતો. તો ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂએ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમને રાષ્ટ્રવાદી તથા બેમિસાલ નેતા ગણાવ્યા હતા.

જ્યારે વિવાદિત માળખાના વિધ્વંસ બાદ છોડ્યુ હતું પદ
કલ્યાણ સિંહ 1991માં યૂપીના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારબાદ 6 ડિસેમ્બર 1992ના અયોધ્યામાં વિવાદિત માળખુ પાડી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન કાયદો વ્યવસ્થાની જવાબદારી લેતા કલ્યાણ સિંહે કહ્યુ હતુ કે, ગમે તે થઈ જાય, તે કારસેવકો પર ગોળી ચલાવવાનો આદેશ આપશે નહીં. આ વાત તેમણે એક એવી પૃષ્ટભૂમિ પર કહી હતી, જેમાં એકવાર કારસેવકો પર ફાયરિંગ થઈ ચુક્યુ હતું અને પ્રદેશમાં તે સમયે મુલાયમ સિંહ યાદવની સરકાર હતી. 1992માં વિવાદિત માળખુ પાડી દેવાયા બાદ કલ્યાણ સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું.

કલ્યાણ સિંહની યાત્રા
કલ્યાણ સિંહનો જન્મ 5 જાન્યુઆરી 1932 ના રોજ થયો હતો.

1991 માં પ્રથમ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા.

કલ્યાણ સિંહ બીજી વખત 1997-99 માટે મુખ્યમંત્રી બન્યા.

કલ્યાણ સિંહ ઉત્તર પ્રદેશના રાજકારણમાં હિન્દુત્વનો ચહેરો હતો.

બાબરી મસ્જિદ તોડવાની ઘટના 6 ડિસેમ્બર 1992 ના રોજ તેમના મુખ્યમંત્રીપદ દરમિયાન બની હતી. ઘટના બાદ રાજીનામું આપવું પડ્યું.

2009 માં સમાજવાદી પાર્ટીમાં જોડાયા.

26 ઓગસ્ટ 2014 ના રોજ તેઓ રાજસ્થાનના રાજ્યપાલ બન્યા.

1999 માં ભાજપ છોડીને 2004 માં ફરી ભાજપમાં જોડાયા.

2004 માં બુલંદશહેરથી ભાજપના સાંસદ બન્યા. 2009 માં, એટાથી અપક્ષ સાંસદ બન્યા.

2010 માં કલ્યાણ સિંહે પોતાની પાર્ટી જન ક્રાંતિ પાર્ટી બનાવી.

ઉત્તરપ્રદેશના અત્રૌલી વિધાનસભામાંથી ઘણી વખત ધારાસભ્ય રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news