Army Day parade 2021: આર્મી ડે પર ભારતીય સેનાએ બતાવ્યો પોતાનો દમ, VIDEO જોઈને દુશ્મનોના હાજા ગગડશે

આજે સેના દિવસ છે. આર્મી ડે પર આજે પહેલીવાર ભારતીય સેનાએ ડ્રોન એટેકનો નજારો રજુ કર્યો. આર્મી ડે પરેડ દરમિયાન સેનાએ દેખાડી દીધુ કે કઈ રીતે ડ્રોન કઈ પણ માનવીય હસ્તક્ષેપ વગર દુશ્મનોના ઠેકાણાને સટીક રીતે નિશાન બનાવી શકે છે.

Army Day parade 2021: આર્મી ડે પર ભારતીય સેનાએ બતાવ્યો પોતાનો દમ, VIDEO જોઈને દુશ્મનોના હાજા ગગડશે

નવી દિલ્હી: આજે સેના (Army Day) દિવસ છે. આર્મી ડે પર આજે પહેલીવાર ભારતીય સેનાએ ડ્રોન એટેકનો નજારો રજુ કર્યો. આર્મી ડે પરેડ દરમિયાન સેનાએ દેખાડી દીધુ કે કઈ રીતે ડ્રોન કઈ પણ માનવીય હસ્તક્ષેપ વગર દુશ્મનોના ઠેકાણાને સટીક રીતે નિશાન બનાવી શકે છે. અનેક ડ્રોન મળીને એક મિશનને અંજામ આપે તે સિસ્ટમને ડોરન સ્વોર્મિંગ કહે છે. આ નવી ટેક્નોલોજી ભવિષ્યમાં યુદ્ધના સમગ્ર સીનને બદલવાની ક્ષમતા ધરાવે છે. 

50 કિમી અંદર જઈને નષ્ટ કર્યો ટાર્ગેટ
આર્મી ડે પરેડ દરમિયાન અનેક ડ્રોને મળીને દુશ્મનોની ટેન્ક, આતંકી કેમ્પ, હેલીપેડ, ફ્યૂલ સ્ટેશન સહિત અનેક જગ્યાઓને નિશાન બનાવીને પ્રદર્શન કર્યું. જેમાં 75 ડ્રોન સામેલ હતા. તેમાં દેખાડવામાં આવ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા આ ડ્રોને કોઈ પણ માનવ હસ્તક્ષેપ વગર દુશ્મનના વિસ્તારમાં 50 કિલોમીટર અંદર ઘૂસીને ટાર્ગેટની ઓળખ કરી નષ્ટ કર્યા. આ સિસ્ટમમાં તમામ ડ્રોન એક બીજા સાથે કોમ્યુનિકેટ કરે છે અને મળીને મિશનને અંજામ આપે છે. 

— ANI (@ANI) January 15, 2021

મધર ડ્રોનથી નીકળ્યા ચાઈલ્ડ ડ્રોન
ઈન્ડિયન આર્મીએ સ્વદેશી કંપનીઓ સાથે મળીને ડ્રોન સ્વોર્મિંગ સિસ્ટમનું પ્રદર્શન કર્યું જે આત્મનિર્ભર ભારતની દિશામાં ઝડપથી ડગ મંડાઈ રહ્યા છે તેનું પણ પ્રદર્શન છે. ભવિષ્યમાં કયા પ્રકારે યુદ્ધ થસે તેની પણ એક ઝલક હતી. આ ટેક્નોલોજી દુનિયાભરમાં યુદ્ધની રીતો બદલી રહી છે. જેમાં મધર ડ્રોન સિસ્ટમને પણ દેખાડવામાં આવી. એવું દેખાડવામાં આવ્યું કે ઈ રીતે મધર ડ્રોનમાંથી ચાર ચાઈલ્ડ ડ્રોન નીકળે છે જેમના અલગ અલગ ટાર્ગેટ હોય છે. ત્યારબાદ આ ચાઈલ્ડ ડ્રોન પોતાના ટાર્ગેટને સફળતાપૂર્વક નષ્ટ કરે છે. 

— ANI (@ANI) January 15, 2021

પેરા ડ્રોપિંગમાં થશે ઉપયોગ
ઓફન્સિવ ડ્રોન ઓપરેશન દ્વારા ઈન્ડિયન આર્મીએ દેખાડ્યું કે કઈ રીતે ભારત ટેક્નોલોજીના ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. ડ્રોને ફક્ત દુશ્મનના ઠેકાણાને જ નિશાન બનાવ્યા એટલું નહીં પરંતુ એ પણ દેખાડી દીધુ કે પેરા ડ્રોપિંગ માટે પણ ઉપયોગમાં લેવાઈ શકાય છે. ડ્રોનથી કોઈ સામાન પેરાશૂટ દ્વારા ડ્રોપ કરવા ઉપરાંત આ ડ્રોન સામાન લઈને પોતે લેન્ડ થઈ શકે છે અને લેન્ડ થતા જ તેની સિસ્ટમ આપોઆપ બંધ થઈ જશે. 

— ANI (@ANI) January 15, 2021

ટીમમાં 600 કિલો વજનનો સપ્લાય ડ્રોપ કરવાની ક્ષમતા
જ્યારે ત્યાં હાજર સૈનિક તે સામાન લઈને કોઈ અન્ય સામાન કે જે મોકલવાનો છે તેને ડ્રોનમાં લોડ કરી દેશે તો ત્યારબાદ ડ્રોન આપોઆપ સ્ટાર્ટ થઈ જશે અને પોતાના ઠેકાણે પહોંચી જશે. 75 ડ્રોનની ટીમ મળીને 600 કિલો સુધીનો સપ્લાય ડ્રોપ કરી શકે છે. ભારતીય સૈનિકો અનેક એવા વિસ્તારોમાં તૈનાત છે જે ખુબ કપરો વિસ્તાર છે, હવામાન પણ એક પડકાર હોય છે. આવામાં ડ્રોન દ્વારા સપ્લાય કરવાની સાથે સાથે એક્સચેન્જ પણ ખુબ સરળતાથી થઈ શકે છે. 

સેના પ્રમુખે ચીનને આપી ચેતવણી
સેના દિવસ પર સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણેએ લદાખ હિંસામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે તેમનું બલિદાન વ્યર્થ જશે નહીં. તેમણે કહ્યું કે હું ભારતના લોકોને એ આશ્વાસન આપવા માંગુ છું કે ગલવાન ઘાટીમાં અમારા સૈનિકોનું બલિદાન વ્યર્થ જશે નહીં. જનરલ નરવણેએ પોતાના આ નિવેદનથી ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેણે પોતાની હરકતોથી બહાર આવવું જોઈએ. નહીં તો ભારતીય સેના જડબાતોડ જવાબ આપવાનું જાણે છે. અત્રે જણાવવાનું કે ગત વર્ષે લદાખમાં થયેલી હિંસામાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news