આ શું થઈ રહ્યું છે? ખૂંખાર Leopard ના વર્તનમાં 'ધરમૂળ ફેરફાર' બન્યો ચર્ચાનું કારણ, જુઓ Viral Video

દીપડાને જોઈને ભલભલાને પરસેવો છૂટી જાય. દીપડો ખુબ જ ખતરનાક અને ઘાતકી હોય છે. પરંતુ હાલમાં દીપડાનો એક વીડિયો જે વાયરલ થયો છે તેને જોતા કોઈ પણ ચોંકી જાય.

આ શું થઈ રહ્યું છે? ખૂંખાર Leopard ના વર્તનમાં 'ધરમૂળ ફેરફાર' બન્યો ચર્ચાનું કારણ, જુઓ Viral Video

નવી દિલ્હી: દીપડાને જોઈને ભલભલાને પરસેવો છૂટી જાય. દીપડો ખુબ જ ખતરનાક અને ઘાતકી હોય છે. પરંતુ હાલમાં દીપડાનો એક વીડિયો જે વાયરલ થયો છે તેને જોતા કોઈ પણ ચોંકી જાય. આ વીડિયો સાથે સાથે મોટી ચિંતા ઉપજાવનારો પણ છે. 

આ વીડિયોમાં દીપડો રસ્તા પર ખુલ્લેઆમ લોકોની વચ્ચે ફરતો જોવા મળી રહ્યો છે. આસપાસ ગાડીઓની લાંબી લાઈન લાગી છે. જેને જોઈને સમજી શકાય છે કે આ કોઈ હાઈવેનો વીડિયો છે. 

દીપડો  લોકોની આસપાસ ઘૂમી રહ્યો છે, ત્યારબાદ તેની સાથે એવો વ્યવહાર થાય છે કે જાણે તે પાળતું કૂતરો હોય. આસપાસના લોકો પણ જોઈને દંગ થઈ જાય છે કે આમ કેવી રીતે થઈ રહ્યું છે. કેટલાક લોકો દીપડાથી બચવા માટે બંદૂક તો કાઢે છે પરંતુ કોઈ ફાયરિંગ કરતું નથી. 

આ વીડિયો સોશિયલ મીડિયા પર IFS Parveen Kaswan એ શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે આ દીપડાનું વર્તન સમજી શકાતું નથી. ખુબ વિચિત્ર રીતે વર્તી રહ્યો છે. આ વીડિયો હિમાચલ પ્રદેશનો છે. 

— Parveen Kaswan, IFS (@ParveenKaswan) January 14, 2021

જો કે લોકોને દીપડાનું આ વર્તન ખુબ ગમી રહ્યું છે. શેર કર્યા બાદથી આ વીડિયો અત્યાર સુધી 38.3k વ્યૂઝ મળી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news