LoC ને લઇને એલર્ટ રહે સેના, ગમે ત્યારે બગડી શકે હાલાત: સેના પ્રમુખ બિપિન રાવત

ભારતીય સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવત (Bipin Rawat)એ કહ્યું કે એલઓસી પર ગમે ત્યારે સ્થિતિ બગડી શકે છે. તેમણે બુધવારે કહ્યું કે LoC પર દરેક સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. જનરલ રાવતે ફોજને સચેત રહેવા માટે કહ્યું છે. અહીં તમને જણાવી દઇએ કે હાલ સેના પ્રમુખ બિપિન રાવત (Bipin Rawat) 31 ડિસેમ્બરના રોજ રિટાયર થઇ રહ્યા છે.

LoC ને લઇને એલર્ટ રહે સેના, ગમે ત્યારે બગડી શકે હાલાત: સેના પ્રમુખ બિપિન રાવત

નવી દિલ્હી: ભારતીય સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવત (Bipin Rawat)એ કહ્યું કે એલઓસી પર ગમે ત્યારે સ્થિતિ બગડી શકે છે. તેમણે બુધવારે કહ્યું કે LoC પર દરેક સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. જનરલ રાવતે ફોજને સચેત રહેવા માટે કહ્યું છે. અહીં તમને જણાવી દઇએ કે હાલ સેના પ્રમુખ બિપિન રાવત (Bipin Rawat) 31 ડિસેમ્બરના રોજ રિટાયર થઇ રહ્યા છે. ભારતીય સેનાના ઉપપ્રમુખ લેફ્ટિનેંટ જનરલ મનોજ મુકુંદ નરવાને વાયુસેનાના આગામી પ્રમુખ હશે. 

કહેવામાં આવી રહ્યું છે કે ગત થોડા સમયથી જમ્મૂ કાશ્મીરમાં સીમા પારથી સીઝફાયર ઉલ્લંઘનના મામલા વધી ગયા છે, જેને જોતાં અનુમાના લગાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન કોઇપણ હરકતને અંજામ આપી શકે છે. 

સેના પ્રમુખ જનરલ બિપિન રાવત (Bipin Rawat)એ 25 ઓક્ટોબરે કહ્યું હતું કે જ્યારે ભારત જમ્મૂ તથા કાશ્મીરને સંદર્ભિત કરે છે, તો તેમાં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે) અને ગિલગિત-બાલ્ટિસ્તાન પણ સામેલ છે. જે પાકિસ્તાનના અવૈધ કબજામાં છે. જનરલ રાવત માનેકશો સભાગારમાં એક વ્યાખ્યાન આપી રહ્યા હતા. 

તેમણે કહ્યું, 'જ્યારે અમે જમ્મૂ તથા કાશ્મીર કહે છે તો તેમાં જમ્મૂ-કાશ્મીરના પૂર્ણ રાજ્યમાં પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાન સામેલ છે. એટલા માટે પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાન એક અધિકૃત ક્ષેત્ર બની જાય છે. આવા ક્ષેત્ર જે આપણા પશ્વિમી પડોશી દ્વારા અવૈધ રૂપથી કબજો કરી લીધો છે. રાવતે કહ્યું કે પીઓકે પાકિસ્તાનના નિયંત્રણમાં છે અને તેને આતંકવાદીઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે. 

તેમણે કહ્યું કે કલમ-370નો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેના સબ પેરા-3માં આ એકદમ સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ અસ્થાયી છે. જ્યારે કલમ 370ને 'અસ્થાયી' શબ્દ સાથે રજૂ કરવામાં આવ્યો હતો, તો પાકિસ્તાનને કોઇ વાંધો નથી. કલમ-370 પોતાનામાં બે વખત ફેરફાર કરવામાં આવ્યો છે. આ જમ્મૂ-કાશ્મીરના નેતૃત્વને સદર-એ-રિયાસતના રૂપમાં, પછી વડાપ્રધાન અને પછી મુખ્યમંત્રીના રૂપમાં બદલ્યા બાદ ફેરફાર થયો છે. 

રાવતે કહ્યું કે 'એટલા માટે આમ કેમ છે કારણ કે પાકિસ્તાન અચાનક જાગી ગયું છે અને અનુચ્છેદ-370 પર બબાલ ઉભી કરી દીધી છે? આમ એટલા માટે છે, કારણ કે આ ક્ષેત્ર, પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે, પાકિસ્તાની પ્રતિષ્ઠાન દ્વારા નિયંત્રિત નથી. આ આતંકવાદીઓ દ્વારા નિયંત્રિત છે. પીઓકે હકિકતમાં પાકિસ્તાનનું એક આતંકવાદી નિયંત્રણ ભાગ છે.' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news