Heat Wave In India: હીટવેવનો કહેર યથાવત, વધશે તાપમાન, દેશના 40 શહેરોમાં પારો 44ને પાર
Trending Photos
Indian Meteorological Department: થોડા દિવસની રાહત બાદ દેશના ઉત્તર-પશ્વિમ અને મધ્ય ભાગ ફરીથી લૂની ચપેટમાં આવી ગયો તથા ઘણા વિસ્તારો અને શહેરોમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી. હવામાન વિભાગે કહ્યું કે રાજસ્થાન, જમ્મૂ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, વિદર્ભ, ઉત્તર પ્રદેશના દક્ષિણી ક્ષેત્ર અને મધ્ય પ્રદેશના ઉત્તરી ક્ષેત્રમાં આગામી બે દિવસ સુધી લૂ ચાલવાની આશંકા છે.
ભારત હવામાન વિભાગે જણાવ્યું કે 4-5 જૂનના રોજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઉત્તર પશ્વિમી ક્ષેત્રમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. શુક્રવારે મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના ચંદ્રપુરમાં મેક્સિમમ તાપમાન 46.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જ્યારે દેશના ઉત્તર પશ્વિમ અને મધ્ય ભાગમાં ઓછામાં ઓછા 40 શહેરો અને વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી અને તેનાથી વધુ નોધવામાં આવ્યું.
હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર પશ્વિમ અને મધ્ય ભારતના મોટાભાગ્ના વિસ્તારોમાં તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસના વધારાનું અનુમાન છે. માર્ચ-મે વચ્ચે મોનસૂન પૂર્વના મહિના દરમિયાન પશ્વિમી વિક્ષોભ અથવા વધારાના ઉષ્ણકટિબંધીય હવામાન સિસ્ટમ ન બનવાના કારણે ઉત્તર પશ્વિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગમાં તાપમાન વધુ છે.
ઉત્તર પશ્વિમ ભારતે 24 મેના રોજ સિઝનની પ્રથમ આંધીનો અનુભવ કર્યો, જેનાથી સમગ્ર વિસ્તારનું તાપમાન નીચે આવ્યું. આ દરમિયાન હવામાન કાર્યાલયે સાત જૂનથી દક્ષિણ ક્ષેત્રમાં વરસાદની ગતિવિધિઓમાં વૃદ્ધિનું અનુમાન વ્યક્ત કર્યું છે. આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારત અને પશ્વિમ બંગાળ તથા સિક્કીમમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે