WHOના માનક સુધી પહોંચશે તો 4 વર્ષ વધી જશે ભારતીયોની ઉંમર: અભ્યાસ

હાલમાં જ પ્રદૂષીત હવા મુદ્દે દિલ્હી ચર્ચામાં રહ્યું ,પરંતુ વાતાવરણ તો સમગ્ર દેશનું ડહોળાયેલું છે

WHOના માનક સુધી પહોંચશે તો 4 વર્ષ વધી જશે ભારતીયોની ઉંમર: અભ્યાસ

નવી દિલ્હી  : જો ભારતમાં વાયુ ગુણવત્તા માટે વિશ્વ સ્વાસ્થય સંગઠન તરફથી નિશ્ચિત માપદંડો સુધી હવાની ક્વોલિટી પહોંચી જાય તો દરેક ભારતીયની સરેરાશ ઉંમરમાં 4 વર્ષનો વધારો થઇ શકે. રોડમેપ  ટુવર્ડ્સ ક્લીનિંગ ઇન્ડિયાઝ એર નામનાં એક નવા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. યૂનિવર્સિટી ઓફ શિકાગો અને હાવર્ડ કેનેડી સ્કૂલનાં સંશોધકો દ્વારા કરાયેલા અભ્યાસમાં ભારતમાં વાયુપ્રદૂષણની ગંભીર સ્થિતી પર ધ્યાન ખેંચતા જણાવ્યું કે, ભારતને દર વર્ષે માત્ર તેનાં કારણે 5 ખબર ડોલર એટલે કે આશરે 350  ખરબ રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે. 

વાયુ પ્રદૂષણના કારણે દેશમાં હજારો - લાખો લોકો સમયાંતરે મરતા રહે છે અથવા તો પછી બિમાર જીવન જીવવા માટે મજબુર છે. સંશોધકોનાં જુથે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કેટલાક ઉપાયો સુચવ્યા છે. જેમાં સૌથી વધારે ઉત્સર્જન કરનારાઓને દંડનો પણ સમાવેશ થાય છે. આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, જો વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્વારા નિશ્ચિત માનકો સુદી પહોંચી જવામાં આવશે તો દરેક ભારતીય સરેરાશ 4 વર્ષ વધારે જીવન ગાળી શકશે. 

વિશ્વ સ્વાસ્તય સંગઠનના ગુણવત્તા અનુસાર ફાઇન પાર્ટિકલ મેટર (PM 2.5) ને વાર્ષીક સ્તર પર 10ug/m3ની વચ્ચે રાખવામાં આવવું જોઇએ અને રોજીંદે તેનું સ્તર 25ug/m3 સુધી હોવું જોઇએ. બીજી તરફ PM 10ના સ્તર વાર્ષિક 20ug/m3 અને 24 કલાકમાં 50 ug/m3ની વચ્ચે હોવું જોઇએ. અધ્યયનમાં 66 કરોડ એવા ભારતીયોનાં જીવન પર આધારિત છે જે દેશનાં સૌથી વધારે પ્રદૂષિત વિસ્તારમાં રહે છે. અભ્યાસમાં પ્રદૂષણમાંથી બહાર નિકળવા માટે જે સુચન કરવામાં આવ્યા છે જેમાં ઉત્સર્જન પર રિયલ ટાઇમ ડેટા આપવો, અત્યાધિક ઉત્સર્જન કરનારા પર દંડ, લોકોને પ્રદૂષકો અંગે માહિતી આપવા સુધીનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news