International Day Against Drug Abuse and Illicit Trafficking : ડ્રગ્સ કેસમાં ચાર વર્ષમાં 2 લાખ લોકોની ધરપકડ, ભારત પર ગોલ્ડન ક્રીસેન્ટ અને ગોલ્ડન ટ્રાએંગલનો કાળો પડછાયો?
દુનિયાભરમાં ગાંજો સૌથી વધુ ઉપયોગ થનાર ડ્રગ્સ છે. વર્લ્ડ ડ્રગ રિપોર્ટ 2020 અનુસાર 2019માં દુનિયાભરમાં ગાંજાનું સેવન કરનાર 15થી 64 ઉંમર વર્ગના આશરે 20 કરોડ છે, જે આ ઉંમર વર્ગમાં (15-64) દુનિયાની 4 ટકા વસ્તીથી વધુ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ડ્રગ્સના દુરૂપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરુદ્ધ જાગરૂત કરવા માટે દર વર્ષે 26 જૂને 'International Day Against Drug Abuse and Illicit Trafficking' મનાવવામાં આવે છે. દર વર્ષે દુનિયાભરમાં ગેરકાયદેસર ડ્રગ્સના ઉપયોગ અને વેપાર બંનેમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. વર્લ્ડ ડ્રગ્સ રિપોર્ટ 2020 અનુસાર 2018માં દુનિયાભરમાં 15થી 64 વર્ષ ઉંમર વર્ગમાં 26.9 કરોડ લોકો ડ્રગ્સનો શિકાર થયા હતા. આ આંકડો દુનિયાના આ ઉંમર વર્ગની કુલ જનસંખ્યાના 5.4 ટકા છે. રિપોર્ટનું કહેવું છે કે 2030 સુધી આ જનસંખ્યામાં લગભગ 11 ટકા વધારો થશે અને આ સંખ્યા 29.9 કરોડ થઈ જશે.
ગાંજો સૌથી વધુ ઉપયોગ થનાર ડ્રગ્સ
દુનિયાભરમાં ગાંજો સૌથી વધુ ઉપયોગ થનાર ડ્રગ્સ છે. વર્લ્ડ ડ્રગ રિપોર્ટ 2020 અનુસાર 2019માં દુનિયાભરમાં ગાંજાનું સેવન કરનાર 15થી 64 ઉંમર વર્ગના આશરે 20 કરોડ છે, જે આ ઉંમર વર્ગમાં (15-64) દુનિયાની 4 ટકા વસ્તીથી વધુ છે. વર્લ્ડ ડ્રગ રિપોર્ટ 2020 અનુસાર 2010થી 2019 વચ્ચે ગાંજાનો ઉપયોગ કરનાર લોકોમાં 18 ટકાની વૃદ્ધિ થઈ. તે દર્શાવે છે કે 77 દેશોમાં ગાંજાનું સેવન 42 ટકા વધી ગયું છે.
પરંતુ સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડનાર ડ્રગ્સમાં તેનું નામ નથી. દુનિયામાં સૌથી વધુ હાનિકારક ડ્રગ ઓપિઓઇડ એટલે કે અફીણ છે. તેના ખુબ ઘાતક પરિણામ આવી શકે છે. અફીણનો ઉપયોગ કરનાર 58 ટકા લોકો એશિયામાં રહે છે.
શું છે ગોલ્ડન ક્રીસેન્ટ અને ગોલ્ડન ટ્રાએંગલ
ભારતમાં પણ ડ્રગ્સનો ધંધો વધી રહ્યો છે. તેનું એક મુખ્ય કારણ ભારતની ડ્રગ્સના મોટા ઉત્પાદક દેશોની સાથે સરહદ લાગવી છે. ભારત દુનિયામાં બે મુખ્ય ગેરકાયદેસર અફીણ ઉત્પાદન ક્ષેત્ર- પશ્ચિમમાં ગોલ્ડન ક્રીસેન્ટ અને પૂર્વમાં ગોલ્ડન ટ્રાએંગલના મધ્યમાં સ્થિત છે. ગોલ્ડ ક્રીસેન્ટ ક્ષેત્રમાં અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાન દેશ સામેલ છે.
તો ગોલ્ડન ટ્રાએંગલમાં ભારતના પૂર્વમાં સ્થિત દેશ મ્યાનમાર, લાઓસ અને થાઈલેન્ડ સામેલ છે. ભારતની આ પાડોશી દેશો સાથે સરહદ લાગે છે. રૂક તથા મેકાંગ નદીઓના સંગમ પર સ્થિત આ દેશોની સરહદો જ્યાં લાગે છે, તે ક્ષેત્રને સ્વર્ણિમ ત્રિભુજ કે ગોલ્ડન ટ્રાએંગલ કહેવામાં આવે છે.
ભારતના આ તમામ પાડોશી દેશ મોટી માત્રામાં ડ્રગ્સનું ઉત્પાદન કરે છે. ડ્રગ્સ માટે ભાજપ ન માત્ર ટ્રેડ રૂટ છે, પરંતુ એક મોટુ બજાર પણ બની ચુક્યું છે.
ભારતમાં 3 કરોડ લોકો કરે છે ભાંગનો નશો
સામાજિક ન્યાય અને આધિકારિતા મંત્રાલય દ્વારા વર્ષ 2019માં ઇમ્સ દ્વારા કરાવેલા સર્વેમાં સામે આવ્યું કે દેશની 10થી 75 વર્ષ વચ્ચેની 2.8 ટકા વસ્સી ભાંગના છોડનો કોઈને કોઈ રીતે ઉપયોગ કરે છે. દેશના પુરૂષોમાં તેના પ્રચલનને અલગ-અલગ જોવામાં આવે તો પુરૂષોમાં 5 ટકા અને મહિલાઓમાં 0.6 ટકા તેનું સેવન કરે છે.
ચાર વર્ષમાં 7 લાખ કિલો ગાંજો જપ્ત
આ પેટર્ન ભારતમાં પણ જોવા મળે છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના 2020ના વાર્ષિક રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધુ માત્રામાં જપ્ત થતું ડ્રગ્સ ગાંજો છે. સાથે ભારત સૌથી વધુ ગાંજાનું સેવન કરતા દેશમાં પણ સામેલ છે. ભારતમાં છેલ્લા ચાર વર્ષમાં લગભગ 7 લાખ કિલો ગાંજો જપ્ત કરવામાં આવી ચુક્યો છે. જે અન્ય પદાર્થની તુલનામાં ખુબ વધુ છે. માત્ર 2021ની વાત કરીએ તો દેશમાં 58 હજાર કિલો ગાંજો જપ્ત થયો તો, જે બધા જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સમાં 95 ટકા છે.
4 વર્ષમાં નષ્ટ કરવામાં આવ્યો ગાંજાનો અઢી ગણો પાક
છેલ્લા વર્ષમાં ડ્રગ્સની ગેરકાયદેસર ખેતીમાં વધારો થયો છે. જ્યાં એક તરફ ગાંજાનો ઉપયોગ વધી રહ્યો છે, તો બીજીતરફ તેની ગેરકાયદેસર ખેતીમાં પણ વધારો થઈ રહ્યો છે. એનસીબીના 2020ના વાર્ષિક રિપોર્ટ અનુસાર છેલ્લા ચાર વર્ષમાં 60 હજારથી વધુ એકરમાં ઉગી રહેલી ગાંજાની ખેતી સરકારી અધિકારીઓ દ્વારા નષ્ટ કરવામાં આવી છે. 2017ની તુલનામાં 2020માં નષ્ટ કરવામાં આવેલો પાક અઢી ગણો વધારે છે.
ચાર વર્ષમાં 2 લાખ લોકોની ધરપકડ
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના 2020ના રિપોર્ટમાં જાહેર આંકડા પ્રમાણે 2017થી 2020 વચ્ચે ડ્રગ્સ સંબંધિત મામલામાં 2 લાખથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં વિદેશી નાગરિક પણ સામેલ છે. 2017થી 2020 વચ્ચે સંબંધિત મામલામાં 1400થી વધુ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે.
ચાર વર્ષમાં 2 લાખ લોકોની ધરપકડ
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના 2020ના રિપોર્ટમાં જાહેર આંકડા પ્રમાણે 2017થી 2020 વચ્ચે ડ્રગ્સ સંબંધિત મામલામાં 2 લાખથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં વિદેશી નાગરિક પણ સામેલ છે. 2017થી 2020 વચ્ચે સંબંધિત મામલામાં 1400થી વધુ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે