નદી કિનારે જ તરસ્યા, પાસે ઓરસંગ નદી હોવા છતાં પાવી ગામના લોકોને વલખા મારવા પડે છે

નદી કીનારે તરસ્યા, આ ઉક્તિને સાર્થક કરતાં દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના પાવી ગામે જોવા મળ્યું. ઓરસંગ નદીના કિનારે વસેલા પાવી ગામમાં પાણી માટે ગામની મહિલાઓ ઓરસંગ નદી ખૂંદતી જોવા મળે છે. બે બેડા પાણી માટે રાત દિવસ તડકો છાયડો જોયા વિના પાણી શોધતી જોવા મળે છે.  
નદી કિનારે જ તરસ્યા, પાસે ઓરસંગ નદી હોવા છતાં પાવી ગામના લોકોને વલખા મારવા પડે છે

હકીમ ઘડિયાલી/છોટાઉદેપુર :નદી કીનારે તરસ્યા, આ ઉક્તિને સાર્થક કરતાં દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના પાવી ગામે જોવા મળ્યું. ઓરસંગ નદીના કિનારે વસેલા પાવી ગામમાં પાણી માટે ગામની મહિલાઓ ઓરસંગ નદી ખૂંદતી જોવા મળે છે. બે બેડા પાણી માટે રાત દિવસ તડકો છાયડો જોયા વિના પાણી શોધતી જોવા મળે છે.  

છોટાઉદેપુર જિલ્લો એક આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. આ જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી પસાર થાય છે. પરંતુ આ ઓરસંગ નદીના કિનારે વસેલા પાવી ગામના લોકોને પાણી માટે વલખાં મારવાનો વારો આવી ગયો છે. પાવી ગામની મહિલાઓ બે બેડા પાણી માટે રાત દીવસ જોયા વગર ઓરસંગ નદી ખૂંદતી નજરે પડે છે.

પાવી ગામમાં 10 જેટલા હેન્ડપંપ અને બોર આવેલા છે. જેમાંના 80% જેટલા બંધ છે, અને જે ચાલુ છે, તેમાં પીવાલાયક પાણી નથી આવતું. જેને કારણે ગામની મહિલાઓને બેડા લઈને નદીના પટમાં જવું પડે છે, અને નદીના પટમાં વ્હેરી ખોદીને પાણી ભરવાની ફરજ પડે છે.

No description available.

પાવી ગામની મહિલાઓને પાણીની તંગીના કારણે ઓરસંગ નદીના પટમાં વ્હરી ખોદીને પાને એલાવવા માટે તડકામાં ચાલીને અને ટેકરા ચઢીને પાણી લાવવું પડે છે. જેને લઈને મહિલાઓને પગ પણ દુખે છે, અને ખૂબ તડકામાં ચાલવાથી ખૂબ મુશ્કેલી પણ પડતી હોવાની વાત કરે છે. અને દિવસમાં ત્રણથી ચાર વખત પાણી ભરવા જવું પડતું હોવાની પણ વાત ગામની મહિલાઓ કરે છે.

હાલ તો પાવી ગામની મહિલાઓ પાણી માટે વલખાં મારી રહી છે, અને બે બેડા પાણી માટે ઓરસંગ નદી ખૂંદીને નદીમાં વ્હેરી ખોદીને પાણી ભરવા મજબૂર બની ગઈ છે, પરંતુ આ ઓરસંગ નદીના કિનારે વસેલા પાવી ગામની મહિલાઓને પાણીની પારાયણથી ક્યારે છૂટકારો મળશે તે તો સમય જ બતાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news