Intelligence assembly: દિલ્હીમાં એકઠા થયા 40 દેશોના ગુપ્તચર અધિકારી, આ મોટા ખતરાનો સામનો કરવાની છે યોજના
દુનિયાભરમાં ભારતની તાકાત વધી છે અને એટલું જ નહી ગત થોડા મહિનાઓમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી માંડીને બ્રિટીશ પ્રધાનમંત્રી બોરિસ જોનસન દિલ્હીનો પ્રવાસ કરી ચૂક્યા છે. હવે રાજધાનીમાં 40 દેશોના ગુપ્તચર એજન્સીઓની એક મહત્વપૂર્ણ બેઠક થઇ રહી છે.
Trending Photos
Intelligence agencies meeting: દુનિયાભરમાં ભારતની તાકાત વધી છે અને એટલું જ નહી ગત થોડા મહિનાઓમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી માંડીને બ્રિટીશ પ્રધાનમંત્રી બોરિસ જોનસન દિલ્હીનો પ્રવાસ કરી ચૂક્યા છે. હવે રાજધાનીમાં 40 દેશોના ગુપ્તચર એજન્સીઓની એક મહત્વપૂર્ણ બેઠક થઇ રહી છે.
40 દેશોના ગુપ્તચર એજન્સીઓ સામેલ
દુનિયાના 40 થી વધુ દેશોના ગુપ્તચર એજન્સીઓના મોટા અધિકારીઓ ભારતના પ્રવાસે છે અને દિલ્હીમાં સોમવારે ઇંટેલિજેન્સ એજન્સીઓની મહત્વપૂર્ણ બેઠક થવાની છે. આ બેઠકમાં આતંકવાદ, ડ્રગ્સ અને દુનિયાની સામે હાજર સંકટ પર પણ ચર્ચા થશે.
સૂત્રોના અનુસાર ગુપ્તચર એજન્સીઓની બેઠકમાં કેનેડા, બ્રિટન, ફ્રાંસ અને યૂરોપીયન દેશોના ઇંટેલિજન્સ ઓફિસર સામેલ રહ્યા છે. આ ઉપરાંત ઘણા દેશોના મોટા ગુપ્તચર અધિકારીઓ પણ દિલ્હીમાં એકઠા થયા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ બેઠકમાં હાજર રહી શકે છે.
ચીનને ઘેરવાની તૈયારી?
જાસૂસોની આ મહત્વપૂર્ણ બેઠકમાં ચીનને લઇને પણ ચર્ચા થવાની છે જેની સાથે લાંબા સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. તે પોતાની વિસ્તારવાદી નીતિઓ પર અડગ છે અને ગલવાન જેવી ઘટના બાદ પડોશી દેશ સાથે દ્વિપક્ષીય સંબંધોમાં ઘટાડો આવ્યો છે.
દિલ્હીમાં 24 અને 25 એપ્રિલના રોજ બેઠક થઇ રહી છે. આ બેઠકનું આયોજન રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (એનએસસીએસ) તરફ કરવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે