કરોડો ચાંઉ કરીને વિદેશ ભાગી ગયેલા નીરવ મોદી અંગે ઈન્ટરપોલે કર્યો મોટો ખુલાસો

કરોડોનું કૌભાંડ કરીને દેશમાંથી રફુચક્કર થઈ જનાર નીરવ મોદી અંગે ઈન્ટરપોલે મોટો ખુલાસો કર્યો છે. ઈન્ટરપોલ તરફથી ભારતીય એજન્સીઓએ જણાવ્યું કે આ વર્ષ માર્ચમાં નીરવ મોદીએ ભારતીય પાસપોર્ટ પર 3 દેશોનો પ્રવાસ કર્યો છે. જો કે વિદેશ મંત્રાલયે તો ફેબ્રુઆરીમાં જ તેનો પાસપોર્ટ રદ કરી નાખ્યો હતો.

કરોડો ચાંઉ કરીને વિદેશ ભાગી ગયેલા નીરવ મોદી અંગે ઈન્ટરપોલે કર્યો મોટો ખુલાસો

નવી દિલ્હી: કરોડોનું કૌભાંડ કરીને દેશમાંથી રફુચક્કર થઈ જનાર નીરવ મોદી અંગે ઈન્ટરપોલે મોટો ખુલાસો કર્યો છે. ઈન્ટરપોલ તરફથી ભારતીય એજન્સીઓએ જણાવ્યું કે આ વર્ષ માર્ચમાં નીરવ મોદીએ ભારતીય પાસપોર્ટ પર 3 દેશોનો પ્રવાસ કર્યો છે. જો કે વિદેશ મંત્રાલયે તો ફેબ્રુઆરીમાં જ તેનો પાસપોર્ટ રદ કરી નાખ્યો હતો.

ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ ભારતીય એજન્સીઓને 5 જૂનના રોજ ઈન્ટરપોલથી જે પત્ર મળ્યો છે તે મુજબ ભાગેડુ નીરવ મોદીએ 15 માર્ચ અને 31 માર્ચ વચ્ચે ભારતીય પાસપોર્ટ પર અમેરિકા, ઈંગ્લેન્ડ અને હોંગકોંગના મુસાફરી કરી છે. ઈન્ટરપોલ મુજબ નીરવ મોદીએ આ પાસપોર્ટ પર ચાર મુસાફરી કરી છે.

ભારતીય વિદેશ મંત્રાલયે 24 ફેબ્રુઆરીના રોજ નીરવ મોદી અને તેના અંકલ મેહુલ ચોક્સીનો પાસપોર્ટ રદ કરી નાખવામાં આવ્યો હતો. આમ છતાં નીરવ મોદી અનેક દેશમાં ફર્યો અને સરકારને તેને જાણ સુદ્ધા થઈ નહીં. આ બંને ઉપર પંજાબ નેશનલ બેંકના 13000 કરોડથી વધુના કૌભાંડનો આરોપ છે. તેણે આ લોન ચૂકવી નથી અને દેશ છોડીને ભાગી ગયો.

પંજાબ નેશનલ બેંકે આ બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ત્યારે આ મામલો સામે આવ્યો. પરંતુ બંને જણ પકડાય તે પહેલા તો દેશ છોડીને ભાગી ગયાં. હવે પોતાના પર લાગેલા આરોપોને પણ તેઓ ફગાવી રહ્યાં છે. પાસપોર્ટ રદ કરવાના ફેસલાને પણ પડકાર ફેંકી શકાય છે. પરંતુ હજુ સુધી એ ખબર નથી પડી કે નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ આમ કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news