શું વેલેન્ટાઈન ડેની ગિફ્ટ માટે ચોરી કરી રહ્યો છે ઉંદર? VIDEO જોઈને તમારી અકક્લ નહીં કરે કામ

સોશિયલ મીડિયા પર હાલ એક ઉંદરનો ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે તમે ઉંદરોને ખાતા કે વસ્તુઓને નુકશાન પહોંચાડતા જોયા હશે પણ શું તમે ક્યારેય કોઈ ઉંદરને ચોરી કરતાં જોયો છે.

શું વેલેન્ટાઈન ડેની ગિફ્ટ માટે ચોરી કરી રહ્યો છે ઉંદર? VIDEO જોઈને તમારી અકક્લ નહીં કરે કામ

ઝી બ્યુરો/અમદાવાદ: સોશિયલ મીડિયા પર કેટલીકવાર મજેદાર તો કેટલીકવાર ચોંકાવનારા વીડિયો સામે આવતા હોય છે. સોશિયલ મીડિયા પર હાલ એક ઉંદરનો ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે તમે ઉંદરોને ખાતા કે વસ્તુઓને નુકશાન પહોંચાડતા જોયા હશે પણ શું તમે ક્યારેય કોઈ ઉંદરને ચોરી કરતાં જોયો છે અને તે પણ સામાન્ય વસ્તુની ચોરી નહીં પણ મોંઘાદાટ હીરાના હારની.

ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, જાણો તારીખ સાથેની આ ભયંકર આગાહી

સીસીટીવીમાં કેદ થયેલા આ વીડિયોને જુઓ. વીડિયોમાં તમે શો રૂમમાં હીરાના હારને જોઈ શકો છો. શો રૂમમાં એક ઉંદર ચોરની જેમ આવે છે અને હીરાનો હાર જાણે કે કોઈ ખાવાની વસ્તુ હોય તેમ હારને લઈને છુમંતર થઈ જાય છે. તમે વ્યક્તિઓના હીરા-સોનાના શોખ વિશે સાંભળ્યું હશે પણ આ ઉંદરને જોઈને તો એવું લાગે છે કે આ ઉંદરને પણ જ્વેલરીનો શોખ છે. હીરાની ચમકથી તમે તેની કિંમતનો અંદાજો લગાવી શકો છો.

અમદાવાદમાં ટેસ્ટ મેચ જોવા માટે આવશે PM MODI, આ દેશના PMને પણ અપાયું આમંત્રણ

વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તેની હાલ જાણકારી નથી પણ સોશિયલ મીડિયા પર હાર ચોર ઉંદરનો વીડિયો વાયરલ છે. જો કે કેટલાક લોકોને આ હાર ચોર ઉંદર જોઈને આશ્રર્ય થઈ રહ્યું છે કે આખરે આ ઉંદર હીરાના હારનું કરશે શું અને આ ઉંદર પણ તેના વેલેન્ટાઈનને આ હીરાનો હાર ભેટમાં આપશે?

Mission 2024: લોકસભાની 93 સીટો, ચૂંટણી પહેલાં ભાજપે આ 4 રાજ્યો માટે બનાવી અલગ રણનીતિ

Trending news