CCTV VIDEO: રામપુરમાં અડધી રાતે કપડાં કાઢીને ફરતી મહિલાને લઈને ફફડાટ! ખખડાવે છે ઘરના દરવાજા

સોમવારથી શહેરના માર્ગો પર ફરતી નગ્ન મહિલા સીસીટીવીમાં કેદ થયા બાદ તેનો વીડિયો વિસ્તારમાં વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

CCTV VIDEO: રામપુરમાં અડધી રાતે કપડાં કાઢીને ફરતી મહિલાને લઈને ફફડાટ! ખખડાવે છે ઘરના દરવાજા

ઝી ન્યૂઝ/નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના રામપુરમાં એક નગ્ન અવસ્થામાં ફરતી એક મહિલાનો વીડિયો વાયરલ થયો છે. લોકોમાં આ મહિલાને લઈને ફફડાટ વ્યાપ્યો છે. લોકો મોડી રાત સુધી જાગવા માટે મજબૂર બન્યા છે. 

રામપુરામાં એક મહિલા અડધી રાતે કપડાં કાઢીને ફરતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. મહિલાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ માટે ટીમો બનાવીને મહિલાની શોધખોળ શરૂ કરી હતી. સોમવારથી શહેરના માર્ગો પર ફરતી નગ્ન મહિલા સીસીટીવીમાં કેદ થયા બાદ તેનો વીડિયો વિસ્તારમાં વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

પોલીસ કહી રહી છે કે આ કેસમાં ટીમો બનાવવામાં આવી છે, મહિલાની શોધ ચાલી રહી છે. સીઓ રવિ ખોખરે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને જણાવ્યું કે, શહેરમાં એક નગ્ન મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે આજકાલ શહેરના વિસ્તારના લોકોના ઘરોમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં એક મહિલા મોડી રાત્રે નગ્ન અવસ્થામાં ફરતી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોઈને શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં એક અજાણી મહિલા લોકોના ઘરની ડોરબેલ વગાડતી અને શેરીઓમાં નગ્ન થઈને ફરતી જોવા મળે છે. 

રવિવારે રાત્રે એક વાગ્યે, એક નગ્ન મહિલાએ મોહલ્લા નસીરાબાદની રહેવાસી પૂર્વ કાઉન્સિલર સીમા દેવીના ઘર પર પહોંચી હતી. લાંબા સમય સુધી તે તેમના ગેટ પર ઉભી રહી અને બેલને વગાડતી રહી હતી. તેમણે સોમવારે કોતવાલીમાં આ મામલે અરજી કરી હતી. કોતવાલીનો હવાલો સંભાળી રહેલા ક્રાઈમ ઈન્સ્પેક્ટર આસારામે જણાવ્યું કે શહેરની ગલીઓમાં એક નગ્ન મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news