Ramcharitmanas: બિહારના મંત્રીનું રામચરિતમાનસ પર વિવાદિત નિવેદન, મહંત જગદગુરુ પરમહંસ ભડક્યા કહ્યું- જીભ કાપશે તેને....
Bihar Education Minister Controversy: બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે રામચરિતમાનસ પર આ વિવાદિત નિવેદન પટણામાં નાલંદા ઓપન યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં આપ્યું. તેમણે કહ્યું કે રામચરિતમાનસ સમાજના ભાગલા પાડનારો ગ્રંથ છે. એટલું જ નહીં તેમણે તો શિક્ષણમંત્રી ચંદ્રશેખરે રામચરિતમાનસની સાથે સાથે મનુસ્મૃતિ અને RSS નેતા ગુરુ ગોલવલકર સુદ્ધાને નફરતી બતાવી દીધા.
Trending Photos
Jagadguru Paramhans Acharya Statement: રામચરિતમાનસ અંગે બિહારના શિક્ષણમંત્રી દ્વારા અપાયેલા વિવાદિત નિવેદન પર અયોધ્યાના મહંત જગદગુરુ પરમહંસ આચાર્યએ આપત્તિ જતાવી છે. અયોધ્યાના મહંત જગદગુરુ પરમહંસ આચાર્યે જાહેરાત કરી છે કે જે પણ બિહારના શિક્ષણમંત્રીની જીભ કાપશે તેને તેઓ 10 કરોડ રૂપિયા ઈનામ આપશે. વાત જાણે એમ છે કે બિહારના શિક્ષણમંત્રી ચંદ્રશેખરે રામચરિતમાનસ પર વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે તે દલિતો, પછાતો અને અભ્યાસ કરતા રોકે છે. તે નફરત ફેલાવતો ગ્રંથ છે.
10 કરોડનું ઈનામ
અયોધ્યાના મહંત જગદગુરુ પરમહંસ આચાર્યએ કહ્યું કે બિહારના શિક્ષણ મંત્રીએ જે પ્રકારે રામચરિતમાનસ ગ્રંથ પર વિવાદિત નિવેદન આપ્યું છે તેનાથી સમગ્ર દેશની ભાવનાને ઠેસ પહોંચી છે. આ તમામ સનાતનીઓનું અપમાન છે. હું આ નિવેદન પર તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની માંગણી કરુ છું. એક અઠવાડિયાના અંદર તેમને મંત્રીપદેથી હટાવવામાં આવે. તેમણે માફી માંગવી જોઈએ. પરંતુ જો આમ ન થાય તો હું બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરની જીભ કાપનારાને 10 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરું છું.
શિક્ષણમંત્રી ચંદ્રશેકનું વિવાદિત નિવેદન
શિક્ષણમંત્રી ચંદ્રશેખરે કહ્યું કે રામચરિતમાનસે બાળી મૂકવો જોઈએ. રામચરિતમાનસ, મનુસ્મૃતિ અને બંચ ઓફ થોટ્સે સમાજમાં નફરત ફેલાવી છે. મંત્રીના આ નિવેદનથી નીતિશકુમાર સરકાર એકવાર ફરીથી સવાલોના ઘેરામાં છે. ભાજપે તેને વોટબેંકનો ઉદ્યોગ ગણાવતા અને આરજેડીને હિન્દુ વિરોધી ગણાવી છે.
જુઓ લાઈવ ટીવી
મંત્રી ચંદ્રશેખરે રામચરિતમાનસ પર આ વિવાદિત નિવેદન પટણામાં નાલંદા ઓપન યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં આપ્યું. તેમણે કહ્યું કે રામચરિતમાનસ સમાજના ભાગલા પાડનારો ગ્રંથ છે. એટલું જ નહીં તેમણે તો શિક્ષણમંત્રી ચંદ્રશેખરે રામચરિતમાનસની સાથે સાથે મનુસ્મૃતિ અને RSS નેતા ગુરુ ગોલવલકર સુદ્ધાને નફરતી બતાવી દીધા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે