15 ઓગસ્ટ પહેલા રોશનીથી ઝગમગ્યું શ્રીનગરનું લાલચોક, ત્રિરંગાના રંગમાં રંગાયું, જુઓ Video
ક્યારેક આ લાલ ચોક પર તિરંગો ફરકાવતા વિવાદ થઈ જતો હતો. પરંતુ આર્ટિકલ 370 હટ્યા બાદથી આ ફેરફાર જોવા મળ્યો છે. તિરંગાથી રોશન લાલ ચોકની તસવીર ખુબ વાયરલ થઈ રહી છે.
Trending Photos
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ અહીં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. તેમાંથી એક છે કે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ માટે જમ્મુ-કાશ્મીરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. હકીકતમાં અહીં શ્રીનગરના લાલ ચોક ઘંટાઘર તિરંગાના રંગથી જગમગી ઉઠ્યુ છે.
તિરંગાથી રોશન લાલ ચોક
મહત્વનું છે કે ક્યારેક આ લાલ ચોક પર તિરંગો ફરકાવતા વિવાદ થઈ જતો હતો. પરંતુ આર્ટિકલ 370 હટ્યા બાદથી આ ફેરફાર જોવા મળ્યો છે. તિરંગાથી રોશન લાલ ચોકની તસવીર ખુબ વાયરલ થઈ રહી છે અને લોકો આ પગલાની પ્રશંસા કરી રહ્યાં છે. તેને શ્રીનગરના મેયર અને ભાજપના નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગા સહિત અનેક લોકોએ શેર કરી છે. શ્રીનગરના મેયરે લખ્યુ- અમે સ્વતંત્રતા દિવસ પહેલા લાલ ચોક સ્થિત ઘંટાઘરને તિરંગાના રંગમાં રંગી દીધુ છે. નવી ઘડિયાળ લગાવવામાં આવી. શ્રીનગર કોર્પોરેશને સારૂ કામ કર્યું છે.
#WATCH | Jammu and Kashmir: Clock Tower (‘Ghanta Ghar’) at Lal Chowk in Srinagar illuminated in the colours of the Tricolour last night, ahead of Independence Day. pic.twitter.com/6d2pbbX2i3
— ANI (@ANI) August 7, 2021
લાલ ચોક પર 1992માં ફરકાવ્યો હતો તિરંગો
ઉલ્લેખનીય છે કે શ્રીનગરનો લાલ ચોક હંમેશાથી પ્રસિદ્ધ રહ્યો છે. હકીકતમાં 1992માં અહીં ભાજપના નેતા મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદીએ તિરંગો ફરકાવ્યો હતો. જોશી તે સમયે ભાજપના અધ્યક્ષ હતા. તો નરેન્દ્ર મોદી એકતા યાત્રાના સંયોજક હતા.
ચોક પર ફિટ કરવામાં આવી નવી ઘડિયાળ
તેજિંદર પાલ બગ્ગાએ પોતાના ટ્વીટમાં લખ્યુ- તે કહે છે કે લાલ ચોક પર તિરંગો ફરકાવવા દેશું નહીં, મોદી જીએ લાલ ચોકને જ તિરંગો કરી દીધો. તો શ્રીનગરના મેયરે ટ્વીટ કરતા લખ્યુ- અમે સ્વતંત્રતા દિવસ પહેલા લાલ ચોક સ્થિત ઘંટાઘરને તિરંગાના રંગથી રંગી દીધુ છે. નવી ઘડિયાળ ફિટ કરવામાં આવી છે. શ્રીનગર કોર્પોરેશને સારૂ કામ કર્યુ છે. આ પહેલા જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ 5 ઓગસ્ટે શ્રીનગરમાં સ્વતંત્રતા દિવસ મનાવવા માટે એક ખેલ સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે