Jammu and Kashmir: જોજિલા પાસ પાસે ગાડી ઊંડી ખીણમાં ખાબકી, એક ગુજરાતી પ્રવાસી સહિત 7ના મોતની આશંકા
Zojila Pass Accident: જમ્મુ કાશ્મીરમાં જોજિલા પાસ પાસે મોટો અકસ્માત થયો છે. એક ગાડી સ્લિપ થઈને ખાઈમાં ખાબકી છે.
Trending Photos
Zojila Pass Accident: જમ્મુ કાશ્મીરમાં જોજિલા પાસ પાસે મોટો અકસ્માત થયો છે. એક ગાડી સ્લિપ થઈને ખાઈમાં ખાબકી છે. આ અકસ્માતમાં 7 લોકોના માર્યા ગયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. એવી પણ માહિતી મળી રહી છે અકસ્માતનો ભોગ બનેલામાં એક વ્યક્તિ સુરતનો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દુર્ઘટનાનો ભોગ બનેલા સુરતના પ્રવાસીના પરિવારને મળવા પણ જવાના છે.
કારગિલથી સોનમર્ગ તરફ જતી એક ટવેરા કાર રોડ પરથી ફંગોળાઈને 400 ફૂટ ઊંડી ખીણમાં પડી. વાહન ઊંડી ખીણમાં ખાબકતાં સાત લોકોના મોતની આશંકા...
#ZEE24Kalak #Accident #GanderbalDistrict #Sonamarg #Kashmir #RoadAccident #Death pic.twitter.com/nNGRgfFueg
— Zee 24 Kalak (@Zee24Kalak) May 26, 2022
જમ્મુ કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યાં મુજબ આજે સવારે જોજિલા પાસ પાસે થયેલા આ અકસ્માતમાં 7 થી 8 લોકોના મૃત્યુ થયા હોવાની આશંકા છે. હાલ સ્થાનિક પ્રશાસને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધુ છે. અકસ્માત શ્રીનગર-લદાખ હાઈવે પર થયો છે. દુર્ઘટનાગ્રસ્ત થયેલી ગાડી કારગિલથી સોનમર્ગ જઈ રહી હતી. આ દરમિયાન લપસીને 400 મીટર ઊંડી ખાઈમાં જઈ ખાબકી.
પોલીસના જણાવ્યાં મુજબ દુર્ઘટના ઘટી ત્યારે ગાડીમાં કેટલા લોકો સવાર હતા તેની હજુ વિગતો મળી શકી નથી. સૂચના મળતા સ્થાનિક લોકો, પ્રશાસન અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે