Janmashtami 2022: કૃષ્ણ જન્માષ્ટમીનો ઈતિહાસ અને મહત્વ, સરળ શબ્દોમાં જાણો કૃષ્ણની વાત

History and Significance of Krishna Janmashtami: ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મના સૌથી ખાસ તહેવારમાંથી એક એવા જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ રાખીને ઘર-પરિવારની સુખ અને શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરે છે.

Janmashtami 2022: કૃષ્ણ જન્માષ્ટમીનો ઈતિહાસ અને મહત્વ, સરળ શબ્દોમાં જાણો કૃષ્ણની વાત

Janmashtami 2022: ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મના સૌથી ખાસ તહેવારમાંથી એક એવા જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ રાખીને ઘર-પરિવારની સુખ અને શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરે છે. મથુરામાં આ તહેવાર વધારે અને વિશેષ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થાન છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર આ દિવસે વ્રત રાખવા અને ભગવાનની વિશેષ પૂજા-અર્ચના કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે. સંતાન પ્રાપ્તિ, આયુષ્ય અને સમૃદ્ધિ માટે જન્માષ્ટમી પર્વનું વિશેષ મહત્વ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મધ્ય રાત્રિના સમયે જેલમાં થયો હતો.

કૃષ્ણ જન્માષ્ટમીનો ઈતિહાસ:
દાયકાઓથી ભારતમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર બહુ ધામધૂમ અને શ્રદ્ધાની સાથે ઉજવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર ભાઈ કંસના અત્યાચારને સહન કરતાં જેલમાં બંધ દેવકીએ આઠમા સંતાન તરીકે ભાદ્રપદના કૃષ્ણ પક્ષની આઠમે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. ભગવાને પૃથ્વીને કંસના આતંકથી મુક્ત કરવા માટે અવતાર લીધો હતો. આ માન્યતા અનુસાર દર વર્ષે ભાદ્રપદના કૃષ્ણ પક્ષની આઠમે કૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ ઉજવવામાં આવે છે.

કૃષ્ણ જન્માષ્ટમીનું મહત્વ:
હિંદુ ધર્મની માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ જ કારણ છે કે આ પર્વનું વિશેષ મહત્વ છે. ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ અને કૃપા મેળવવા માટે આ દિવસે લોકો ઉપવાસ રાખવાની સાથે વિધિ-વિધાનથી પૂજા અને ભજન કરે છે. મંદિરોમાં વિશેષ શણગાર કરીને ભગવાનના પ્રાગટ્યોત્સવને વિશેષ ઉત્સાહની સાથે ઉજવવામાં આવે છે. કેટલીક જગ્યાએ તો દહીં-હાંડીનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. મધ્યરાત્રિના સમયે ભગવાનના જન્મોત્સવના સમયે તમામ ભાવિક ભક્તો મંદિરોમાં એકઠા થઈને વિશેષ પૂજા કરે છે.

કેવી રીતે ભગવાનને પ્રસન્ન કરશો:
ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે બધા લોકોએ શ્રદ્ધા પ્રમાણે ઉપવાસ અને વિશેષ પૂજા-અર્ચના કરવી જોઈએ. ઘરમાં રહેલ ભગવાનની પ્રતિમાને પીળા રંગના વસ્ત્ર પહેરાવીને, ઘૂપ-દીપથી વંદન કરજો. ભગવાનને પુષ્પ અર્પણ કરો. ચંદન લગાવો. ભગવાન કૃષ્ણને દૂધ-દહીં, માખણ વિશેષ પસંદ છે. એટલે આ તમામ વસ્તુઓને મિક્સ કરીને પ્રસાદ બનાવો. અને તેને ભગવાનને અર્પણ કરો. આ સિવાય ભગવાનને પંજરીનો પ્રસાદ બહુ પસંદ હોય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news