અમારી સરકાર આવશે તો કોઇ સવર્ણ પર ખોટી રીતે SC/ST હેઠળ કાર્યવાહી નહી થાય: સિંધિયા

અગાઉ મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી પણ ટ્વીટ કરીને સવર્ણો વિરુદ્ધ એક્ટ હેઠળ ખોટી કાર્યવાહી નહી થવાની સાંત્વના આપી ચુક્યા છે

Updated By: Sep 21, 2018, 11:46 PM IST
અમારી સરકાર આવશે તો કોઇ સવર્ણ પર ખોટી રીતે SC/ST હેઠળ કાર્યવાહી નહી થાય: સિંધિયા

શિવપુરી : મધ્યપ્રદેશ કોંગ્રેસ ચૂંટણી અભિયાન સમિતીનાં અધ્યક્ષ અને ગુનાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે બિન અનામવર્ગનાં લોકોને વિશ્વાસમાં લીધા કે પ્રદેશમાં અનુસુચિત જાતી- અનુસુચિત જનજાતી (અત્યાચાર વિરોધી) કાયદા હેઠલ કોઇ પણ પ્રકારની ખોટી કાર્યવાહી નહી થવા દેવામાં આવે. 

એસસી-એસટી એક્ટનાં વિરોધમાં પ્રદર્શન કર્તાઓ સાથે ચર્ચા કરાત સિંધિયાએ કહ્યું કે, હું તમારા પરિવારનો મુખિયા છું. તમને વિશ્વાસ સાથે કહું છું કે ન માત્ર શિવપુરી પરંતુ સમગ્ર મધ્યપ્રદેશમાં આ એક્ટ અંતર્ગત કોઇ પણ પ્રકારની ખોટી કાર્યવાહી થવા દેવામાં નહી આવે. 

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે શિવપુરી પહોંચ્યા બાદ સપાક્સ સંગઠન અને કરણી સેના દ્વારા તેમનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. સવર્ણ સંગઠનોનાં કાર્યકર્તાઓએ જ્યોતિરાદિત્યનાં સ્થાનીક નિવાસ સિંધિયા છતરી કાતે મુંબઇ કોઠી પહોંચીને આ એક્ટમાં સંશોધનની વિરુદ્ધ પોતાનો રોષ પ્રકટ કર્યો હતો. 

સંસદે આ એક્ટમાં સંશોધન વિરોધ નહી કરવાનાં પ્રશ્ન અંગે સિંધિયાએ કહ્યું કે, સંસદમાં અમને લોકોને બોલવા દેવામાં નથી આવતા તથા મન પડે તે રીતે અધિનિયમ પસાર કરી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે, કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કોઇનું પણ સાંભળતા નથી અને મન પડે તે રીતે કામ કરે છે. 

કોંગ્રેસ સરકાર આવે તો સું આ એક્ટમાં સંશોધન કરવામાંઆવશેના સવાલ પર તેમણે સીધો જવાબ ટાળ્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે સરકાર આવશે ત્યારે જ આનો જવાબ આપીશું. 

અગાઉ ગુરૂવારે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર ઝડપથી અનૂસુચિત જાતી અને જનજાતી (અત્યાચાર વિરોધી) એક્ટ માટે નિર્દેશો બહાર પાડશે જેથી તેનો દુરૂપયોગ ન થાય. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીનેએક્ટનો વિરોધ કરી રહેલા સવર્ણોને સાંત્વના આપી હતી.