કરતારપુર કોરિડોર: 8 નવેમ્બરના રોજ PM મોદી કરશે કોરિડોરના ભારતીય હિસ્સાનું ઉદ્ધાટન
પીએમ નરેન્દ્ર મોદી 8 નવેમ્બરના રોજ જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે કરતારપુર કોરિડોર (Kartarpur Corridor)ના ભારતીય ભાગનું ઉદ્ધાટન કરશે. તેના એક દિવસ બાદ 9 નવેમ્બરના રોજ પાકિસ્તાન પણ કરતારપુર કોરિડોરના પોતાના હિસ્સાનું ઉદ્ધાટન કરશે.
Trending Photos
નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી 8 નવેમ્બરના રોજ જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે કરતારપુર કોરિડોર (Kartarpur Corridor)ના ભારતીય ભાગનું ઉદ્ધાટન કરશે. તેના એક દિવસ બાદ 9 નવેમ્બરના રોજ પાકિસ્તાન પણ કરતારપુર કોરિડોરના પોતાના હિસ્સાનું ઉદ્ધાટન કરશે.
ભારતીય તીર્થયાત્રીઓ માટે પાકિસ્તાન (Pakistan) સ્થિત પવિત્ર શીખ ગુરુદ્વારા કરતારપુર સાહિબ(Kartarpur Sahib) માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન આજથી શરૂ થશે. કરતારપુર યાત્રા માટે કેન્દ્ર સરકારે ખાસ ફોર્મ બહાર પાડ્યું છે. જેને ઓનલાઈન ભરી શકાય છે.
કરતારપુર સાહિબના દર્શન માટે વિઝાની જરૂર પડશે નહીં. માત્ર પાસપોર્ટ જ જોઈશે. અત્રે જણાવવાનું કે કરતારપુર સાહિબ ગુરુદ્વારા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નારોવાલ જિલ્લામાં સ્થિત છે. જો કે ડેરા બાબા નાનકની નજીક સરહદથી માત્ર 4.5 કિમી દૂર છે. આ ગુરુદ્વારા શીખો માટે ખુબ જ પવિત્ર છે. કારણ કે ગુરુ નાનક દેવે પોતાના જીવનના 18 વર્ષ અને પોતાનો અંતિમ સમય પણ અહીં જ વિતાવ્યો હતો.
જુઓ LIVE TV
31 ઓક્ટોબર સુધી કામ પૂરું થઈ જશે
લેન્ડ પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (LPAI)ના અધ્યક્ષ ગોવિંદ મોહને પંજાબના ગુરુદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનકમાં નિર્માણ સ્થળમાં ગ્રાઉન્ડ ઝીરોથી કાર્ય પૂરું થવાની પુષ્ટિ કરી છે. મોહને કહ્યું કે 4.2 કિમી લાંબા કોરિડોરનું નિર્માણ શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવની 550મી જયંતીના એક સપ્તાહ પહેલા 31 ઓક્ટોબર સુધીમાં પૂરું થઈ જશે.
એલપીએઆઈના પ્રમુખે કહ્યું કે દરરજો 5000 શ્રદ્ધાળુઓ ગુરુદ્વારા આવી શકે છે અને તે જ દિવસે પાછા જઈ શકશે. આ અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે શ્રદ્ધાળુઓએ ભારતીય સરહદ પાર કરીને આવે તે જ દિવસે કરતારપુર તીર્થસ્થળના દર્શન કરીને પાછા ફરવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે