kamlesh tiwari
કમલેશ તિવારીના હત્યારાઓને પિસ્તોલ આપનારો ઝડપાયો
હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder) માં પિસ્તોલ આપનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુપી અને ગુજરાત એટીએસ (Gujarat ATS) એ કાનપુરથી યુસુફ ખાનની ધરપકડ ગઈકાલે કરી છે. મૂળ યુપીના ફતેહપુરના રહેવાસી યુસુફે સુરત (Surat) ના હત્યારાઓને પિસ્તોલ આપી હતી. તે થોડો સમય ગુજરાતમાં પણ રહ્યો હતો.
Nov 2, 2019, 11:20 AM ISTકમલેશ તિવારી હત્યાકાંડઃ બરેલીના મૌલવીએ કર્યો બીજો મોટો ખુલાસો
બંને હત્યારા મૌલવી સૈયદ કૈફી અલી પાસે આશ્રય માગવા ગયા હતા. જોકે, અલીએ તેમને મદદ કરવાનો ઈનકાર કરીને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું. અલીએ પોલીસને હત્યારાઓ અંગે માહિતી આપી ન હતી. હત્યારાઓએ ઉત્તરપ્રદેશ-નેપાળ સરહદ પાર કરવા માટે મૌલવીની મદદ માગી હતી.
Oct 23, 2019, 08:35 PM ISTઇસ્લામ વિરુદ્ધ બોલનારની હત્યાનું પ્રાવધાન છે: કમલેશના હત્યારાઓની ATS સમક્ષ નફ્ફટાઇથી કબુલાત
લખનઉના હિન્દૂ નેતા કમલેશ તિવારી હત્યા કેસમાં સેલ્ફ મોટિવેશન થીયેરી સામે આવી છે. આરોપીઓએ કમલેશ તિવારીની હત્યાને " વાજીબ ઉલ્લ કત્લ ગણાવ્યું છે "
Oct 23, 2019, 07:29 PM ISTકમલેશ તિવારી હત્યા કેસ, કોર્ટે આરોપીના 72ના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા
કમલેશ તિવારી હત્યા કેસના આરોપીની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે, ત્યારે મિર્ઝાપૂર કોર્ટે આોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Oct 23, 2019, 07:20 PM ISTકમલેશ તિવારી હત્યાઃ યોગી સરકાર પત્નીને આપશે 15 લાખ અને મકાન
કમલેશ તિવારીના આરોપીઓની ધરપકડ થયા પછી જાણવા મળ્યું છે કે, અશફાક અને મોઈનુદ્દીનનો પ્લાન કમલેશ તિવારીને 20 ઓક્ટોબરના રોજ કોઈ જાહેર કાર્યક્રમમાં મારવાનો પ્લાન હતો. 20 ઓક્ટોબરના રોજ હિન્દુ સમાજ પાર્ટીનો એક જાહેર કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં જ કમલેશ તિવારીની હત્યાનો પ્લાન હતો.
Oct 23, 2019, 05:48 PM ISTસુરતના લિંબાયતમાં ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટ નીચે બેસીને કમલેશ તિવારીના હત્યાનો પ્લાન બનાવાયો હતો
લખનઉમાં કમલેશ તિવારી હત્યા કેસ (Kamlesh Tiwari Murder Case) માં ગઈકાલે ગુજરાત એટીએસ (gujarat ATS) ને મોટી સફળતા મળી હતી. ફરાર આરોપી અશ્ફાક અને મોઈનુદિનની ગુજરાત એટીએસની ટીમે શામળાજી નજીકથી ધરપકડ કરાઈ હતી. બંને આરોપીઓ નેપાળ તરફ ગયા હતા. ત્યાંથી શાહજહાંપુર આવ્યા હતા અને પૈસા ખૂટી જતા ગુજરાત તેમના પરિવાર પાસે મદદ માંગી હતી. જે માટે સુરત આવવા જતા એટીએસની ટીમે શામળાજીથી જ ઝડપી લીધાં હતાં.
Oct 23, 2019, 11:09 AM ISTકમલેશ તિવારી હત્યાકાંડ: ATSએ દક્ષિણ ગુજરાતમાંથી વધુ એક શકમંદની અટકાયત કરી
હાલ કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder Case) ઉત્તર પ્રદેશ અને ગુજરાત બંને રાજ્યોમાં વધુ ચર્ચાઈ રહેલો કિસ્સો છે. ત્યારે કમલેશ તિવારી હત્યા કેસમાં એટીએસ (ATS) એ વધુ એક શકમંદની અટકાયત કરી છે. દક્ષિણ ગુજરાતમાંથી એક મૌલાનાની અટકાયત કરવામાં આવી છે. હાલ એટીએસ દ્વારા મૌલાનાના સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, કમલેશ તિવારી હત્યા કેસમાં અત્યાર સુધી ત્રણ આરોપીઓ પકડાયા છે. જેઓને ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police) ને ગઈકાલે સોમવારે સોંપવામાં આવ્યા હતા. સુરત (Surat)ના ત્રણેય આરોપી રશીદ પઠાણ, મૌલાના મોહસીન શેખ અને ફૈઝાન છીપાને મોડી રાત્રે યુપી લઈ જવાયા હતા.
Oct 22, 2019, 01:19 PM ISTકમલેશ તિવારી હત્યાકાંડ: પોલીસે બંને આરોપીઓ અશફાક અને મોઈનુદ્દીનની તસવીરો બહાર પાડી
યુપી પોલીસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપીઓની તસવીરો બહાર પાડી છે. બંને આરોપીઓના નામ અશફાક અને મોઈનુદ્દીન છે.
Oct 22, 2019, 09:22 AM ISTકમલેશ તિવારીની હત્યાથી 6થી વધુ હિન્દુ નેતાઓ ગભરાયા, બોલ્યા-'અમને સુરક્ષા આપો'
ઉત્તર પ્રદેશના લખનઉમાં 18 ઓક્ટોબરના રોજ હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારી (Kamlesh Tiwari)ની હત્યાએ અનેક ચર્ચિત અન્ય હિન્દુ નેતાઓને વિચલિત કરી દીધા છે. હવે તેઓ પોતાની સુરક્ષાને લઈને ઘણા ચિંતિત જોવા મળી રહ્યાં છે. આવા નેતાઓ ભાજપના મોટા નેતાઓનો સંપર્ક કરીને સુરક્ષાની ભલામણ કરવાની સાથે સાથે સીધા ગૃહ મંત્રી અમિત શાહથી લઈને રાજ્ય સરકારોને પત્રો લખી રહ્યાં છે. ભાજપના સૂત્રોએ કહ્યું કે પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેનારા અડધા ડઝનથી વધુ નેતાઓ સુરક્ષા માંગી ચૂક્યા છે. આ બાજુ એવા ય કેટલાક લોકો છે જેમને ધમકી નથી મળી કે સુરક્ષા પણ નથી માંગી છતાં તેમના સમર્થકો તેમની સુરક્ષા માટે ગુહાર લગાવી રહ્યાં છે.
Oct 22, 2019, 08:32 AM ISTરાષ્ટ્રીય સમાચાર : કમલેશ તિવારી હત્યાકાંડ આરોપી અશફાક, મોઈનુદ્દીન પર 2.50 લાખનું ઈનામ જાહેર
હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાને અંજામ આપીને ફરાર થઈ જનારા બે હત્યારાઓ ઉપર ઉત્તર પ્રદેશ પોલીસે ઈનામ જાહેર કર્યુ છે. અશફાક અને મોઈનુદ્દીન પઠાણ પર અઢી-અઢી લાખનું ઈનામ જાહેર કરાયું છે.
Oct 21, 2019, 11:42 AM ISTવધુ એક હિન્દુવાદી નેતાને મળી ધમકી, 'એક મહિનામાં તારા હાલ પણ કમલેશ તિવારી જેવા થશે'
ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી (Kamlesh Tiwari)ની હત્યાથી રાજકીય ભૂકંપ આવી ગયો છે. હજુ તો આ ઘટનાનું કોકડું ઉકેલાયું નથી ત્યાં અન્ય એક હિન્દુવાદી નેતાને મારી નાખવાની ધમકી મળી છે.
Oct 21, 2019, 10:21 AM ISTકમલેશ તિવારીના ત્રણેય હત્યારાઓને યુપી પોલીસને સોંપાયા, વહેલી સવારે યુપી લઈ જવાયા
યુપીમાં હિન્દુ મહાસભા ના નેતા કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder Case) માં પકડાયેલા સુરત (Surat)ના ત્રણેય આરોપી રશીદ પઠાણ, મૌલાના મોહસીન શેખ અને ફૈઝાન છીપાને મોડી રાત્રે યુપી લઈ જવાયા છે. મોડી યુપી પોલીસ (UP Police) ગુજરાત પહોંચી હતી. ગુજરાત એટીએસએ (Gujarat ATS) આરોપીઓને યુપી પોલીસને સોંપ્યા હતા. ત્રણેય આરોપીઓને ફ્લાઇટ મારફતે યુપી લઈ જવાયા હતા. ત્રણેયને વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી રવાના કરાયા હતા.
Oct 21, 2019, 10:11 AM ISTકમલેશ તિવારી હત્યા કેસ, આરોપીઓના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર
કમલેશ તિવારીની હત્યાનો મામલો મિર્ઝાપુર કોર્ટ ત્રણેય આરોપીઓના 72 કલાક સુધી ના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મજુર કર્યા.આ કેસ માં લખનઉ પોલીસની ટીમે ત્રણેય આરોપીઓના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડની માંગણી કરી હતી જે કોર્ટે માન્ય રાખી આજે ગુજરાત ats દ્વારા આરોપી રશીદ પઠાણ, ફેઝાન, અને મૌલાના મોસીન ની ધરપકડ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ માટે રજૂ કર્યા હતા..જે મજુર થતા ત્રણેય આરોપી ની કસ્ટડી લખનઉ પોલીસ ને સોંપવામાં આવી છે.
Oct 20, 2019, 10:45 PM ISTહિન્દુ નેતા કમલેશ તિવારી હત્યા કેસ: આરોપીઓ કરાયા કોર્ટમાં રજૂ
કમલેશ તિવારી હત્યા કેસ મામલે આરોપી રસીદ ફેઝાન અને મૌસીનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાત એટીએસ મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરશે. ટ્રાન્સફર વોરન્ટ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
Oct 20, 2019, 05:25 PM ISTહોટલના ફૂટેજમાં કમલેશ તિવારી હત્યાકાંડના આરોપીઓના ચહેરા દેખાય છે એકદમ સ્પષ્ટ, જુઓ VIDEO
કમલેશ તિવારી હત્યાકાંડને અંજામ આપનારા હત્યારાઓ હજુ પણ પોલીસની પકડ બહાર છે. આ દરમિયાન પોલીસને એક મહત્વનું સીસીટીવી ફૂટેજ મળ્યું છે. લખનઉની જે ખાલસા ઈન હોટલમાં આ આરોપીઓ રોકાયા હતાં તે હોટલના સીસીટીવીમાં તેઓ કેદ થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજમાં આ બંને આરોપીઓના ચહેરા સ્પષ્ટપણે જોઈ શકાય છે.
Oct 20, 2019, 02:06 PM ISTકમલેશ તિવારીના પરિજનો CM યોગીને મળ્યા, આરોપીઓને મૃત્યુદંડ મળે તેવી માગણી કરી
હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી (Kamlesh Tiwari)ના પરિજનો આજે લખનઉ સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યાં.
Oct 20, 2019, 01:04 PM ISTકમલેશ તિવારી હત્યાકાંડમાં મોટો ખુલાસો, હોટલમાંથી લોહીના ધબ્બાવાળા ભગવા રંગના કપડાં મળ્યાં
કમલેશ તિવારી (Kamlesh Tiwari) હત્યા મામલે પોલીસ તપાસ તપાસમાં મોટી સફળતા હાથ લાગી છે. શનિવારે રાતે મળેલી સૂચનાના આધારે તપાસ ટીમ પશ્ચિમ ક્ષેત્રની એક હોટલ ખાલસા ઈનમાં પહોંચી હતી.
Oct 20, 2019, 11:29 AM ISTયુપી, ગુજરાત બાદ હવે કમલેશ તિવારી હત્યાકાંડનું મહારાષ્ટ્ર કનેક્શન?
કમલેશ તિવારી હત્યાકાંડના તાર ગુજરાત અને યુપી બાદ હવે મહારાષ્ટ્ર સાથે પણ જોડાયેલા જોવા મળી રહ્યાં છે. એટીએસએ નાગપુરથી એક સંદિગ્ધને દબોચ્યો છે. આ સંદિગ્ધને અટકાયતમાં લઈને પૂછપરછ થઈ રહી છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે ગુજરાતથી ધરપકડ કરાયેલા રાશિદે કમલેશ તિવારીના મર્ડર બાદ નાગપુરના એક વ્યક્તિ સાથે વાત કરી હતી. કહેવાય છે કે તેણે હત્યાની જાણકારી આપવા માટે કોલ કર્યો હતો. આ સૂચનાને આધારે પોલીસ ટીમો તપાસ માટે નાગપુર પહોંચી ગઈ છે અને ત્યાં સૈયદ નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે.
Oct 20, 2019, 09:23 AM ISTહત્યારાઓ કમલેશ તિવારી સાથે આ મુદ્દે કરી રહ્યાં હતાં વાત!, પછી તાબડતોબ ચાકૂના 13 ઘા ઝીંક્યા
કમલેશ તિવારી હત્યાકાંડમાં શનિવારે મોડી સાંજે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ હત્યારાઓએ હિન્દુવાદી નેતા કમલેશ તિવારી પર તિક્ષ્ણ અને ધારદાર હથિયારથી તાબડતોબ 13 વાર કર્યા હતાં.
Oct 20, 2019, 07:05 AM ISTકમલેશ તિવારીની હત્યા કેસનો X-Ray
અયોધ્યામાં રામ મંદિરને લઈને થોડા દિવસોમાં સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય આપવાની છે. તે પહેલા હિંદુ મહાસભાના નેતા કમલેશ તિવારીની ધોળેદિવસે ગળું કાપીને હત્યા કરી નાંખવામાં આવી. ઘટનાને પગલે યૂપીના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો. પોલીસ અને ATSએ તાત્કાલિક પગલાં ઉઠાવતાં તેનું ગુજરાત કનેક્શન હોવાનું ખૂલ્યું
Oct 19, 2019, 11:20 PM IST