હિન્દુ મહાસભા

સુરતના લિંબાયતમાં ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટ નીચે બેસીને કમલેશ તિવારીના હત્યાનો પ્લાન બનાવાયો હતો

લખનઉમાં કમલેશ તિવારી હત્યા કેસ (Kamlesh Tiwari Murder Case) માં ગઈકાલે ગુજરાત એટીએસ (gujarat ATS) ને મોટી સફળતા મળી હતી. ફરાર આરોપી અશ્ફાક અને મોઈનુદિનની ગુજરાત એટીએસની ટીમે શામળાજી નજીકથી ધરપકડ કરાઈ હતી. બંને આરોપીઓ નેપાળ તરફ ગયા હતા. ત્યાંથી શાહજહાંપુર આવ્યા હતા અને પૈસા ખૂટી જતા ગુજરાત તેમના પરિવાર પાસે મદદ માંગી હતી. જે માટે સુરત આવવા જતા એટીએસની ટીમે શામળાજીથી જ ઝડપી લીધાં હતાં. 

Oct 23, 2019, 11:09 AM IST

કમલેશ તિવારી હત્યાકાંડ: ATSએ દક્ષિણ ગુજરાતમાંથી વધુ એક શકમંદની અટકાયત કરી

હાલ કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder Case)  ઉત્તર પ્રદેશ અને ગુજરાત બંને રાજ્યોમાં વધુ ચર્ચાઈ રહેલો કિસ્સો છે. ત્યારે કમલેશ તિવારી હત્યા કેસમાં એટીએસ (ATS) એ વધુ એક શકમંદની અટકાયત કરી છે. દક્ષિણ ગુજરાતમાંથી એક મૌલાનાની અટકાયત કરવામાં આવી છે. હાલ એટીએસ દ્વારા મૌલાનાના સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, કમલેશ તિવારી હત્યા કેસમાં અત્યાર સુધી ત્રણ આરોપીઓ પકડાયા છે. જેઓને ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police) ને ગઈકાલે સોમવારે સોંપવામાં આવ્યા હતા. સુરત (Surat)ના ત્રણેય આરોપી રશીદ પઠાણ, મૌલાના મોહસીન શેખ અને ફૈઝાન છીપાને મોડી રાત્રે યુપી લઈ જવાયા હતા.

Oct 22, 2019, 01:19 PM IST

કમલેશ તિવારી હત્યાકાંડ: પોલીસે બંને આરોપીઓ અશફાક અને મોઈનુદ્દીનની તસવીરો બહાર પાડી

યુપી પોલીસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપીઓની તસવીરો બહાર પાડી છે. બંને આરોપીઓના નામ અશફાક અને મોઈનુદ્દીન છે.

Oct 22, 2019, 09:22 AM IST

રાષ્ટ્રીય સમાચાર : કમલેશ તિવારી હત્યાકાંડ આરોપી અશફાક, મોઈનુદ્દીન પર 2.50 લાખનું ઈનામ જાહેર

હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાને અંજામ આપીને ફરાર થઈ જનારા બે હત્યારાઓ ઉપર ઉત્તર પ્રદેશ પોલીસે ઈનામ જાહેર કર્યુ છે. અશફાક અને મોઈનુદ્દીન પઠાણ પર અઢી-અઢી લાખનું ઈનામ જાહેર કરાયું છે.

Oct 21, 2019, 11:42 AM IST

કમલેશ તિવારીના ત્રણેય હત્યારાઓને યુપી પોલીસને સોંપાયા, વહેલી સવારે યુપી લઈ જવાયા

યુપીમાં હિન્દુ મહાસભા ના નેતા કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder Case) માં પકડાયેલા સુરત (Surat)ના ત્રણેય આરોપી રશીદ પઠાણ, મૌલાના મોહસીન શેખ અને ફૈઝાન છીપાને મોડી રાત્રે યુપી લઈ જવાયા છે. મોડી યુપી પોલીસ (UP Police) ગુજરાત પહોંચી હતી. ગુજરાત એટીએસએ (Gujarat ATS) આરોપીઓને યુપી પોલીસને સોંપ્યા હતા. ત્રણેય આરોપીઓને ફ્લાઇટ મારફતે યુપી લઈ જવાયા હતા. ત્રણેયને વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી રવાના કરાયા હતા. 

Oct 21, 2019, 10:11 AM IST

હોટલના ફૂટેજમાં કમલેશ તિવારી હત્યાકાંડના આરોપીઓના ચહેરા દેખાય છે એકદમ સ્પષ્ટ, જુઓ VIDEO

કમલેશ તિવારી હત્યાકાંડને અંજામ આપનારા હત્યારાઓ હજુ પણ પોલીસની પકડ બહાર છે. આ દરમિયાન પોલીસને એક મહત્વનું સીસીટીવી ફૂટેજ મળ્યું છે. લખનઉની જે ખાલસા ઈન હોટલમાં આ આરોપીઓ રોકાયા હતાં તે હોટલના સીસીટીવીમાં તેઓ કેદ થઈ ગયા છે. સીસીટીવી  ફૂટેજમાં આ બંને આરોપીઓના ચહેરા સ્પષ્ટપણે જોઈ શકાય છે. 

Oct 20, 2019, 02:06 PM IST

કમલેશ તિવારીના પરિજનો CM યોગીને મળ્યા, આરોપીઓને મૃત્યુદંડ મળે તેવી માગણી કરી

હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી (Kamlesh Tiwari)ના પરિજનો આજે લખનઉ સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યાં. 

Oct 20, 2019, 01:04 PM IST

કમલેશ તિવારી હત્યાકાંડમાં મોટો ખુલાસો, હોટલમાંથી લોહીના ધબ્બાવાળા ભગવા રંગના કપડાં મળ્યાં

કમલેશ તિવારી (Kamlesh Tiwari) હત્યા મામલે પોલીસ તપાસ તપાસમાં મોટી સફળતા હાથ લાગી છે. શનિવારે રાતે મળેલી સૂચનાના આધારે તપાસ ટીમ પશ્ચિમ ક્ષેત્રની એક હોટલ ખાલસા ઈનમાં પહોંચી હતી.

Oct 20, 2019, 11:29 AM IST

કમલેશ તિવારીના પરિવારે ZEE NEWSને કહ્યું: 'પોલીસ તપાસથી સંતુષ્ટ નથી'

આજી એસ.કે. ભગત આજે કમલેશ તિવારીના પરિજનોને મળવા માટે મહેમુદાબાદ પહોંચ્યા હતા. તેમણે પરિજનોને આશ્વાસન આપ્યું કે, બે દિવસના અંદર તેમની મુખ્યમંત્રી યોગી સાથે મુલાકાત કરાવાશે. પોલિસ દ્વારા જે તપાસ ચાલી રહી છે તેમાં સમગ્ર કેસ સ્પષ્ટ થઈ ગયો છે અને અત્યાર સુધી 3 લોકોની ધરપકડ કરાઈ છે. 
 

Oct 19, 2019, 07:51 PM IST

લખનઉ: હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા, બદમાશો મીઠાઈના ડબ્બામાં લાવ્યાં હતાં હથિયાર

ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં ધોળે દિવસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રિપોર્ટ્સ મુજબ તેમનું ગળે ચપ્પુ ફેરવ્યાં બાદ તેમના પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. કલમેશ તિવારીનું સારવાર દરમિયાન ટ્રોમા સેન્ટરમાં મોત નિપજ્યું. 

Oct 18, 2019, 02:47 PM IST

સુન્ની વકફ બોર્ડે મધ્યસ્થતા પેનલને જે શરતો બતાવી હતી તેને હિન્દુ મહાસભાએ ફગાવી

વકફ બોર્ડ ASI દ્વારા સંરક્ષિત મસ્જિદોની યાદી જમા કરાવી શકે છે અને અદાલત દ્વારા નિયુક્ત સમિતિ પૂજા અર્ચના માટે તેને અંતિમ સ્વરૂપ આપશે. વકફ બોર્ડને સરકાર દ્વારા વિવાદિત સ્થળના અધિગ્રહણ સામે કોઈ વાંધો નથી. અયોધ્યામાં રહેલી વર્તમાન અન્ય મસ્જિદોનું સરકાર દ્વારા પુનઃનિર્માણ કરવામાં આવે અને વકફ બોર્ડ કોઈ અન્ય યોગ્ય સ્થળે મસ્જિદનું નિર્માણ કરી શકે છે. 

Oct 17, 2019, 04:57 PM IST
Hindu Mahasabha Write Letter To Take Action Against Dhawan PT2M12S

હિંદુ મહાસભા દ્વારા રાજીવ ધવન સામે પગલાં લેવાની માગ

અયોધ્યા કેસ (Ayodhya Case)ની 40 દિવસની સુનાવણી દરમિયાન બુધવારે મુસ્લિમ પક્ષના વકિલ રાજીવ ધવને ખુબ જ આપત્તિજનક વ્યવહાર કર્યો અને હિન્દુ પક્ષના વકીલ વિકાસ સિંહ દ્વારા કોર્ટની સામે રજૂ કરવામાં આવેલા નકશાની કોપીને ફાડી નાખી હતી. આ મામલે હિંદુ મહાસભાએ કોર્ટને કાગળ લખીને રાજીવ ધવન સામે પગલાં લેવાની માગણી કરી છે.

Oct 17, 2019, 01:50 PM IST

મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓનો પ્રવેશ ઈચ્છે છે હિન્દુ મહાસભા, સુપ્રીમે કહ્યું,'આ તમારા કામનું નથી'

સર્વોચ્ચ અદાલતની બેન્ચે કહ્યું કે, આ બાબત સાથે તમારે કોઈ સંબંધ નથી. જોકે, આ અગાઉ સર્વોચ્ચ અદાલત મસ્જિદમાં નમાજની મંજૂરી માટે મહારાષ્ટ્રના મુસ્લિમ દંપતિની અરજી સ્વીકારી ચૂકી છે 
 

Jul 8, 2019, 03:49 PM IST

હિંદુ મહાસગાની માંગ ભારતીય કરન્સીમાં સાવરકરની તસ્વીર છાપવામાં આવે

અખિલ ભારત હિન્દુ મહાસભાએ વીર સાવરકરને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરી છે. આ સાથે જ મહાસભાને માંગ કરી છે રે ભારતીય કરન્સીમાંથી મહાત્મા ગાંધીની તસ્વીર હટાવીને વીર સાવરકરની તસ્વીર લગાવવામાં આવે. સાવરકર જયંતી પ્રસંગે હિંદુ મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પંડિત અશોક શર્મા અને પ્રદેશ પ્રવક્તા અભિષેક અગ્રવાલે સંયુક્ત રીતે સાવરકરને ભારત રત્ન આપવાની માંગ ઉઠાવતા કહ્યું કે, સરકારની તેમના પ્રત્યે સાચી શ્રદ્ધાંજલી હશે કે તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે. તેમણે માંગ કરી કે સરકાર ભારતીય કરન્સીથી મહાત્મા ગાંધીની તસ્વીર હટાવીને સાવરકરની તસ્વીર લગાવે. હિન્દુ મહાસભાનાં નેતાઓએ કહ્યું કે, વીર સાવરકર દ્વારા કરવામાં આવેલ રાષ્ટ્ર પ્રત્યે નિસ્વાર્થ સેવાને નજર અંદાજ કરી શકાય નહી. 

May 28, 2019, 05:52 PM IST