કર'નાટક': સ્પીકરે ભાજપ-જેડીએસનાં 3-3 ધારાસભ્યો સાથે મુલાકાત યોજી

કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ કે.આર રમેશકુમારે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સાથે વિશ્વાસમત પ્રાપ્ત કરીને ચર્ચા ખતમ થયા બાદ સાંજ સુધી બહુમતી સાબિત કરવા માટે શક્તિપરિક્ષણનો સામનો કરવા માટે જણાવ્યું છે.  કુમારસ્વામી દ્વારા બુધવાર સુધીનો સમય માંગવા અંગે વિધાનસભા અધ્યક્ષ કુમારે નકારી દીધો છે. સ્પીકરે કહ્યું કે, જેવું કે શુક્રવારે નિર્ણય થયો હતો હું આજે (સોમવારે) વિશ્વાસમતને મતદાન માટે મુકીશ. 

Trending Photos

કર'નાટક': સ્પીકરે ભાજપ-જેડીએસનાં 3-3 ધારાસભ્યો સાથે મુલાકાત યોજી

બેંગ્લુરૂ : કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ કે.આર રમેશકુમારે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સાથે વિશ્વાસમત પ્રાપ્ત કરીને ચર્ચા ખતમ થયા બાદ સાંજ સુધી બહુમતી સાબિત કરવા માટે શક્તિપરિક્ષણનો સામનો કરવા માટે જણાવ્યું છે.  કુમારસ્વામી દ્વારા બુધવાર સુધીનો સમય માંગવા અંગે વિધાનસભા અધ્યક્ષ કુમારે નકારી દીધો છે. સ્પીકરે કહ્યું કે, જેવું કે શુક્રવારે નિર્ણય થયો હતો હું આજે (સોમવારે) વિશ્વાસમતને મતદાન માટે મુકીશ. 

હવે રેલવેમાં મુસાફરી દરમિયાન મળશે તમને એરલાઇનનો અનુભવ, IRCTCની ખાસ તૈયારી
બીજી તરફ જેડીએસ ધારાસભ્યોએ બળવાખોર ધારાસભ્યોને જીરો ટ્રાફીકની સુવિધા આપવાનો આરોપ લગાવતા ગૃહમંત્રી એમ.બી પાટિલે સ્પષ્ટીકરણ માંગ્યું હતું. આ અંગે પાટિલે કહ્યું કે, બળવાખોર ધારાસભ્યોને એવી કોઇ સુવિધા નહોતી અપાઇ. પાટિલે કહ્યું કે, રાજ્યપાલે બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા આપવા માટે કહેવાયું હતું, અમે તે પ્રમાણે જ કર્યું. જીરો ટ્રાફીક તેમને પ્રદાન કરવામાં આવ્યું નથી. ગૃહમંત્રીનો આ જવાબ જેડીએસ ધારાસભ્ય એટીએસ રામાસ્વામીને પસંદ નહોતું આવ્યું. તેમણે કહ્યું કે, જો ગૃહમંત્રી સદનની સામે આ પ્રકારે ખોટું બોલે છે તો અહીં કઇ રીતે રોકાઇ શકુ છું. આમ કહેતા રામસ્વામી સદનની બહાર નિકળી ગયા. 

મેક ઇન ઇન્ડિયા હેઠળ વિદેશી કંપની ભારતમાં IRCTC માટે કરશે કામ, ટેંડર બહાર પડાશે
ઉલ્લેખનીય છે કે, 15 બળવાખોર ધારાસભ્યો જેમાં 12 કોંગ્રેસ તથા 3 જેડીએસનાં સત્રમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે અને બે કોંગ્રેસ ધારાસભ્ય (બી.નાગેન્દ્ર તથા શ્રીમંત પાટીલ) બેંગ્લુરૂ તથા મુંબઇનાં ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. આ પ્રકારે 225 સભ્યોની વિધાનસભામાં સહયોગીઓનું સંખ્યાબળ 99  થશે. તેમાં વિધાનસભા અધ્યક્ષ (કોંગ્રેસ)નો સમાવેશ થાય છે. ભાજપનું સંખ્યા બે અપક્ષ ધારાસભ્યોનાં સમર્થન સાથે 107 થશે, જે પ્રસ્તાવનાં વિરોધમાં થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news