VIDEO: સ્કૂલ જાવ છો બધા? કર્ણાટકના કલબુર્ગીમાં રોડ શો પહેલાં પીએમ મોદીએ બાળકો સાથે કરી વાત
આ પછી પીએમ મોદીએ બાળકોને પૂછ્યું કે શું કોઈ વડાપ્રધાન બનવા નથી ઈચ્છતું. તેના પર એક બાળકે કહ્યું કે તેને તમારા જેવું બનવું છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ કલબુર્ગીમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન રસ્તાની બંને બાજુ ઉભેલા લોકોએ વડાપ્રધાનનું ઉષ્માભેર સ્વાગત કર્યું.
Trending Photos
Karnataka Assembly Election 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 (Karnataka Assembly Election 2023) ને લઈને રાજ્યના પ્રવાસે છે. પીએમ મોદી કલબુર્ગીમાં રોડ શો (Kalaburagi Road Show) પહેલા બાળકોને મળ્યા હતા. વડાપ્રધાન બાળકો સાથે ખૂબ જ રમુજી અંદાજમાં જોવા મળ્યા. પીએમ મોદીએ બાળકોની સામે આંગળીઓ વડે ઘણી એક્શન કરી. બાળકોએ તે જોયું અને તેનું પુનરાવર્તન કર્યું. વીડિયોમાં જોઈ શકાય છે કે પીએમ મોદીએ બાળકોને પૂછ્યું કે તેઓ શું બનવા માગે છે? એક બાળકે જવાબ આપ્યો કે તે પોલીસ બનવા માંગે છે. તો અન્ય એક બાળકે કહ્યું કે તે ડોક્ટર બનવા માંગે છે.
આ પછી પીએમ મોદીએ બાળકોને પૂછ્યું કે શું કોઈ વડાપ્રધાન બનવા નથી ઈચ્છતું. તેના પર એક બાળકે કહ્યું કે તેને તમારા જેવું બનવું છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ કલબુર્ગીમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન રસ્તાની બંને બાજુ ઉભેલા લોકોએ વડાપ્રધાનનું ઉષ્માભેર સ્વાગત કર્યું.
#WATCH | Karnataka: Prime Minister Narendra Modi had a light-hearted interaction with children in Kalaburagi earlier today, before the roadshow here. pic.twitter.com/HYOoei56xf
— ANI (@ANI) May 2, 2023
કોંગ્રેસ પર નિશાન
કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઈતિહાસ આતંકનો અને આતંકવાદીઓના તુષ્ટિકરણનો છે. જ્યારે દિલ્હીમાં બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું ત્યારે આતંકવાદીઓના મોતના સમાચાર સાંભળીને કોંગ્રેસના સૌથી મોટા નેતાની આંખોમાં આંસુ આવી ગયા. જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક થઈ ત્યારે કોંગ્રેસે દેશની સશસ્ત્ર દળોની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે તેની વોરંટી ગુમાવી દીધી છે, કોંગ્રેસની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે. એવામાં વોરન્ટી વિનાની કોંગ્રેસની ગેરન્ટી પણ એટલી જ ખોટી છે અને ખોટી ગેરન્ટીઓનો કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ ખૂબ જૂનો છે.
પીએમ મોદીએ કહ્યું કે કર્ણાટકની જનતાએ કોંગ્રેસ અને જેડીએસ બંનેથી સાવધાન રહેવું પડશે. કોંગ્રેસ અને જેડીએસ દેખાવ માટે બે પક્ષો છે, પરંતુ તે બંને હૃદયથી અને તેમના કાર્યોથી સમાન છે. આ બંને પરિવારવાદી છે, બંને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે અને બંને સમાજમાં ભાગલા પાડવાનું રાજકારણ કરે છે. કર્ણાટકનો વિકાસ આ બંને પક્ષોની પ્રાથમિકતા નથી.
આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે