Karnataka Election Result 2023: કર્ણાટકની હારથી ભાજપ દક્ષિણ ભારતમાં ઝટકો, હવે પ્રવેશ માટે આ રાજ્ય પર કરશે ફોકસ

Karnataka Election 2023: કર્ણાટકમાં કોંગ્રેસની પ્રચંડ જીતમાં ભાજપની લોકસભા પહેલાં દક્ષિણમાં પ્રવેશવાના આયોજનને મોટો ફટકો પડ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસની આ સૌથી મોટી જીત છે. કર્ણાટકમાં ભાજપની હાર દક્ષિણ ભારતમાં તેની યોજનાઓને મોટો ફટકો આપશે.

Karnataka Election Result 2023: કર્ણાટકની હારથી ભાજપ દક્ષિણ ભારતમાં ઝટકો, હવે પ્રવેશ માટે આ રાજ્ય પર કરશે ફોકસ

Karnataka Assembly Election Results: કર્ણાટકમાં બહુમતનો જાદુઈ આંકડો 113 છે પરંતુ કોંગ્રેસે આ આંકને ઘણો પાછળ છોડી દીધો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, તે 137 સીટો પર આગળ ચાલી રહી છે જેમાંથી તેણે 39 પર જીત મેળવી છે. જ્યારે બીજી તરફ સત્તાધારી પક્ષ ઘણો પાછળ રહી ગયો છે. ભાજપ માત્ર 62 સીટો પર આગળ છે જેમાંથી તેને 18 સીટો પર જીત મળી છે. ચૂંટણી પરિણામ બાદ જેડીએસની કિંગ મેકર બનવાની ઈચ્છા પણ પૂરી થઈ શકી નથી. જેડીએસ માત્ર 21 સીટો પર આગળ છે.

કર્ણાટકમાં કયા મુદ્દે કર્યો કમાલ, કયા મુદ્દે થયા ફેલ; કોંગ્રેસને મળ્યો બહુમત
Karnataka : કોંગ્રેસ સામે ભાજપે સ્વિકારી હાર! જાણો સીએમ બસવરાજ બોમ્મઇએ શું કહ્યું
કર્ણાટકમાં બહુમત નહીં મળે તો પણ હાર નહીં માને ભાજપ, સરકાર બનાવવા માટેનો આ છે પ્લાન
કોંગ્રેસની બઢત 30થી વધુ! ભાજપના 6 દમદાર મંત્રી પાછળ, પાર્ટીને લાગ્યો મોટો ઝટકો

દક્ષિણ ભારતના રાજ્યોમાંથી - કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને તેલંગાણા - માત્ર કર્ણાટકમાં ભાજપની સરકાર હતી. હવે આ હાર બાદ ભાજપ દક્ષિણ ભારતમાંથી સંપૂર્ણ રીતે બહાર થઈ જશે. પરંતુ તેમ છતાં એક એવું રાજ્ય છે જ્યાંથી ભાજપ ફરી દક્ષિણ ભારતમાં પ્રવેશવાનું સપનું જોઈ શકે છે. વાસ્તવમાં તેલંગાણાની ચૂંટણી આ વર્ષે ડિસેમ્બરમાં યોજાવા જઈ રહી છે. કર્ણાટકમાં શરમજનક હાર બાદ હવે ભાજપે સંપૂર્ણપણે તેલંગાણા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

ભાજપને તેલંગાણાથી આશા છે
તેલંગાણામાં ભાજપ માટે પણ કેટલીક આશાઓ દેખાઈ રહી છે. જો કે, અહીં પણ પાર્ટી સામેના પડકારો ઓછા નથી. રાજ્યમાં તેની સીધી સ્પર્ધા KCRની આગેવાની હેઠળની BRS સાથે છે. પરંતુ ભાજપ જોર જોરથી ચૂંટણીના મુદ્દા ઉઠાવી રહ્યું છે. ભાજપે વિધાનસભા પેટાચૂંટણીમાં જીત મેળવી છે, જ્યારે અગાઉ 2020માં હૈદરાબાદ નાગરિક ચૂંટણીમાં પણ પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું હતું.

રાજ્યમાં કેસીઆરની મજબૂત પકડ છે
બીજી તરફ ચંદ્રશેખર રાવ તેલંગાણાના સ્થાનિક રાજકારણ પર મજબૂત પકડ ધરાવે છે અને પોતાની ત્રીજી ઇનિંગ માટે જોરશોરથી પ્રયાસ કરી રહ્યા છે. ભાજપની ધાર્મિક રાષ્ટ્રવાદની વ્યૂહરચના કેસીઆરના પ્રાદેશિકવાદને હરાવી શકે છે કે કેમ તે જોવાનું રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news