જમ્મુ-કાશ્મીરનો બડગામ જિલ્લો ટાર્ગેટેડ કિલિંગ્સનો સેન્ટર બન્યો, સમજો તેની પાછળનું કારણ
જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે માર્ચ બાદથી બડગામ જિલ્લામાં પાંચ હત્યાઓ થઈ ચુકી છે. આતંકીઓએ અહીં સુરક્ષા જવાનો સામે મોટો પડકાર ઉભો કર્યો છે. સામાન્ય નાગરિકોને નિશાને લેવાથી અહીં રહેતા કાશ્મીરી પંડિતોમાં પણ ચિંતાનો માહોલ છે.
Trending Photos
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી સામાન્ય લોકો પર થઈ રહેલાં આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ સાથે સરકારની ચિંતા વધી ગઈ છે. મધ્ય કાશ્મીરનો બડગામ જિલ્લો આતંકીઓની ગતિવિધિઓનું નવુ હોટસ્પોટ બની ગયો છે. ખાસ કરીને ટાર્ગેટેડ હત્યાઓની સિરીઝને લઈને. આ સુરક્ષા દળો સામે પણ પડકાર ઉભો થઈ રહ્યો છે. આ વર્ષે માર્ચ બાદથી શ્રીનગર, પુલવામા અને બારામૂલા જિલ્લાની સરહદ પર આવેલા બગડામમાં પાંચ હત્યાઓ થઈ ચુકી છે.
જિલ્લામાં ઘણા આતંકી મોડ્યૂલ સક્રિય
સુરક્ષા મામલાની જાણકારી રાખનાર અધિકારીઓએ કહ્યું કે જિલ્લામાં ઘણા આતંકી મોડ્યૂલ સક્રિય છે, જેનાથી આ હત્યાઓ થઈ રહી છે. અધિકારીએ કહ્યું- આપણે જોયુ કે આતંકવાદી બડગામમાં લોકોને નિશાન બનાવ્યા બાદ કાશ્મીર તરફ ભાગી જાય છે. અમરીન ભટને મારનારને પુલવામામાં ઢેર કરી દેવામાં આવ્યો, જે તે વાતનો સંકેત છે કે સ્થાનીક આતંકીઓ સિવાય દક્ષિણ કાશ્મીરના આતંકીઓ પણ બડગામ જિલ્લામાં સક્રિય છે.
મહત્વનું છે કે બડગામમાં ગુરૂવારે ગોળીબારીમાં એક પ્રવાસી મજૂરનું મોત થયું, જ્યારે એકને ઈજા થઈ હતી. તો 25 મેએ અજાણ્યા આતંકીઓએ ટીવી કલાકાર અમરીનની તેના ઘરમાં ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ગોળીબારમાં તેના 10 વર્ષીય ભત્રીજાને ઈજા થઈ હતી. પોલીસનો દાવો છે કે કલાકારની હત્યા કરનાર જવાબદાર આતંકીઓને 24 કલાકમાં ઠાર કરી દેવામાં આવ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકીઓએ 12 મેએ કાશ્મીરી પંડિત સરકારી કર્મચારી રાહુલ ભટની પણ હત્યા કરી દીધી હતી. પોલીસે કહ્યું કે રાહુલની હત્યા કરનાર આતંકીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે. 21 માર્ચે બડગામમાં એક સામાન્ય નાગરિક તઝમુલ મોહિઉદ્દીન રાથરને પણ મોતને ઘાટ ઉડારી દેવામાં આવ્યો હતો. તો બે સપ્તાહ પહેલા એક પ્રાદેશિક સેનાના જવાન સમીર અહમદ મલ્લાનું અપહરણ કરી લેવામાં આવ્યું અને તેનો મૃતદેહ બડગામમાં એક બાગમાં મળ્યો હતો.
સત્તાવાર સૂત્રોએ કહ્યું કે અથડામણમાં માર્યા ગયેલા બે ટોચના કમાન્ડર યુસૂફ કાંતરૂ અને અબ્બાસ શેખ બડગામમાં આતંકવાદી નેટવર્ક બનાવવામાં સફળ રહ્યાં. જિલ્લામાં સેવા આપનાર એક પૂર્વ પોલીસ અધિકારીએ કહ્યુ કે, આ એક સંવેદનશીલ જિલ્લો છે અને અહીં આતંકવાદ વધશે તો તેની અસર શ્રીનગર પર પડશે. તે સુરક્ષા દળોએ બડગામમાં વિશેષ ધ્યાન આપવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે