આમ્રપાલી જ નહી દેશભરના બિલ્ડરો પર સુપ્રીમ કોર્ટ કડક, સરકારને આપ્યો આ આદેશ

આમ્રપાલી કેસમાં ખરીદારોના હિતમાં ચૂકાદો સંભળાવતાં સુપ્રીમ કોર્ટે સખત આદેશ આપ્યા. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે યૂપી અને કેંદ્વ સરકારને આદેશ આપ્યો છે કે દેશભરમાં જે બિલ્ડર્સ ખરીદારોને ફ્લેટ આપ્યા નથી. તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરે અને ખરીદારોના હિત સુરક્ષિત કરે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે આમ્રપાલીના હાઉસિંગ પ્રોજેક્ટ પર ફક્ત ફ્લેટ ખરીદનારાઓનો જ હક છે, બીજા કોઇનો નહી. 
આમ્રપાલી જ નહી દેશભરના બિલ્ડરો પર સુપ્રીમ કોર્ટ કડક, સરકારને આપ્યો આ આદેશ

નવી દિલ્હી: આમ્રપાલી કેસમાં ખરીદારોના હિતમાં ચૂકાદો સંભળાવતાં સુપ્રીમ કોર્ટે સખત આદેશ આપ્યા. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે યૂપી અને કેંદ્વ સરકારને આદેશ આપ્યો છે કે દેશભરમાં જે બિલ્ડર્સ ખરીદારોને ફ્લેટ આપ્યા નથી. તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરે અને ખરીદારોના હિત સુરક્ષિત કરે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે આમ્રપાલીના હાઉસિંગ પ્રોજેક્ટ પર ફક્ત ફ્લેટ ખરીદનારાઓનો જ હક છે, બીજા કોઇનો નહી. 

આમ્રપાલીના 45000 ખરીદારોને રાહત
સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોઇડા-ગ્રેટર ઓથોરિટી અને બેંક પોતાના વેચાણની વસૂલી આમ્રપાળી ગ્રુપની બાકી સંપત્તિઓની હરાજી કરીને કરે. કોર્ટે આ દરમિયાન ઓથોરિટી અને બેંકોની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે મંગળવારે સવારે આમ્રપાલી ગ્રુપનાલગભગ 45000 ખરીદારોને રાહત આપતાં એનબીસીસીને અધૂરા પ્રોજેક્ટ પુરા કરવા માટે કહ્યું. આ દરમિયાન કોર્ટે આમ્રપાલીને રેરા (RERA) હેઠળ કરવામાં આવેલું રજિસ્ટ્રેશન પણ રદ કરવા માટે કહ્યું.  

આમ્રપાલી ગ્રુપે મની લોન્ડ્રીંગ કર્યું
સુપ્રીમ કોર્ટે આ મામલે સખત ટિપ્પણી કરતાં કહ્યું કે આમ્રપાલી ગ્રુપે મની લોન્ડ્રીંગ કર્યું છે. આ મામલે ઇડીને તપાસના આદેશ આપ્યા. કોર્ટે ફ્લેટ ખરીદારોને આદેશ આપ્યો કે બચેલા પૈસાને ત્રણ મહીનામાં સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવી દે. આમ્રપાલીના ડાયરેક્ટર્સને ખરીદારોની પૈસાને બીજે ક્યાંક ડાયવર્ટ કર્યા. ફ્લેટની બોગસ એલોટમેંટ કરવામાં આવી અને મોટી છેતરપિંડી કરી છે. ઓથોરિટી આમ્રપાલી પર કાર્યવાહી કરે.

આમ્રપાલી ગ્રુપની લીઝ રદ કરવામાં આવે
સુપ્રીમ કોર્ટે નોઇડા અને ગ્રેટર નોઇડા ઓથોઋટીને આદેશ આપ્યો કે આમ્રપાલીની લીઝ કરવામાં આવે. કોર્ટે આર વેંકટ રમાનીને રિસીવર નિમણૂંક કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વર્ષ 2015 થી 2018 વચ્ચે આમ્રપાલીનું એકાઉન્ટ મેન્ટેન ન હતું. આ દરમિયાન પૈસા આમથી તેમ કર્યા છે. હવે કેસની સુનાવણી 9 ઓગસ્ટે કરી. તમને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રુપના મામલે 10મે ના રોજ પોતાનો ચૂકાદો પેન્ડીંગ રાખ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news