કઠુવા રેપ કેસમાં નિર્દોષ વિશાલના માંએ કહ્યુ Zee Newsનો ખુબ ખુબ આભાર

ઝી ન્યુઝના રિપોર્ટને કોર્ટે માન્ય રાખ્યો હતો જેના આધારે 7 આરોપી પૈકી એક વિશાલને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યો હતો

કઠુવા રેપ કેસમાં નિર્દોષ વિશાલના માંએ કહ્યુ Zee Newsનો ખુબ ખુબ આભાર

પઠાણકોટ : કઠુવામાં 8 વર્ષની એક બાળકી સાથે ગેંગરેપ અને હત્યાનાં ચોંકાવનારા કિસ્સામાં ત્રણ મુખ્ય આરોપીઓને સોમવારે વિશેષ કોર્ટે આજીવન કારાવાસની સજા ફઠકારી, સાંજી રામ, વિશેષ પોલીસ અધિકારી દીપક ખજુરિયા અને એક અન્ય આરોપી પરવેશ કુમારને દોષીત ઠેરવવામાં આવ્યા. આજીવન કારાવાસની સજા સાથે હત્યા માટે પ્રત્યેક પર એક-એક લાખનો દંડ ફટકારવાની સાથે જ 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 

કઠુવા રેપ કેસ : કોર્ટે Zee News ના કર્યા વખાણ, કહ્યું ચેનલે સત્ય સામે લાવવા કર્યો પ્રયાસ
બીજી તરફ કોર્ટે એક આરોપી વિશાલ જંગોત્રાને નિર્દોષ જાહેર કર્યો હતો. 
Zee News ના રિપોર્ટના પગલે વિશાલની નિર્દોષ સાબિત કર્યું હતું કે, દુર્ઘટનાનાં દિવસે વિશાલ કઠુઆમાં નહી મુજફ્ફરમાં હતો. બચાવ પક્ષનાં પુરાવા તરીકે ઝી ન્યુઝનાં અહેવાલને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. ઝી ન્યુઝ (Zee News) પત્રકાર રાજુ કેરની વિશાલની માં સાથે વાત કરી. માંએ ઝી ન્યુઝનાં વખાણ કરતા કહ્યું કે, મારો પુત્ર મુક્ત થઇ ગયો. તેના માટે  ઝી ન્યુઝની હું આભારી છું. ઝી ન્યુઝની હું ખુબ જ આભારી છું. મારા પુત્રને બે વર્ષ બર્બાદ થઇ ગયા. કોણ તેનો સમય પાછો લાવશે. ક્યાં જશે, શું ખાશે, તેનો અભ્યાસ પણ બગડી ચુક્યો છે. આ ભરપાઇ સરકારે કરવી જોઇએ.

વિશાલ જંગોત્રાની બહેન મોનિકાએ ઝી ન્યુઝનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, જ્યારે આ કેસ બન્યો હતો, ત્યારે અમારી કોઇ સરકારે સાંભળ્યું નહોતું. ઝી ન્યુઝને સત્ય દેખાડ્યું હતું. તેમને હૃદયથી આભાર માનીએ છીએ. સૌથી પહેલા સત્યનો અવાજ તમે ઉઠાવ્યો હતો. ઝી ન્યુઝે ક્રાઇમ બ્રાંચનો ગોટાળો સ્પષ્ટ રીતે સામે લાવી દીધો હતો. નિર્દોષ લોકો છુટવા જોઇએ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news