Clearance Certificate: 1 ઓક્ટોબર પછી વિદેશ જનારા લોકોએ દેખાડવો પડશે આ દસ્તાવેજ, ખાસ જાણો નહીં તો પસ્તાશો

જો તમે પણ ભારત છોડીને અમેરિકા, કેનેડા, જર્મની, લંડન કે કોઈ બીજા દેશમાં જઈ રહ્યા હોય તો ખાસ જાણો કે 1 ઓક્ટોબરથી ભારતમાં રહેતા લોકોએ દેશ છોડે ત્યારે ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર પડશે. ખાસ જાણો વિગતો....

Clearance Certificate: 1 ઓક્ટોબર પછી વિદેશ જનારા લોકોએ દેખાડવો પડશે આ દસ્તાવેજ, ખાસ જાણો નહીં તો પસ્તાશો

What is Clearance Certificate: દેશ છોડીને જનારા લોકો માટે હવે નિયમો કડક થયા છે. જો તમે પણ ભારત છોડીને અમેરિકા, કેનેડા, જર્મની, લંડન કે કોઈ બીજા દેશમાં જઈ રહ્યા હોય તો ખાસ જાણો કે 1 ઓક્ટોબરથી ભારતમાં રહેતા લોકોએ દેશ છોડે ત્યારે ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર પડશે. આ સર્ટિફિકેટની હવે કેમ જરૂર પડશે અને કેમ તેને દેખાડવું જરૂરી કરવામાં આવ્યું છે તે ખાસ જાણવું જરૂરી છે. 

1 ઓક્ટોબરથી ભારતના લોકોએ દેશ છોડો ત્યારે હવે બ્લેક મની એક્ટ હેઠળ ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર પડશે. આ સર્ટિફિકેટથી ખબર પડશે કે તેમનો કોઈ પણ પ્રકારનો ટેક્સ બાકી નથી. હાલ આવકવેરા (IT)ની સેક્શન 230 હેઠળ દેશમાં રહેતા કોઈ પણ વ્યક્તિ ટેક્સ અધિકારીઓ પાસેથી એ પ્રમાણપત્ર વગર વિદેશ નહીં જઈ શકે જેમાં જણાવવામાં આવ્યું હશે કે આ વ્યક્તિનો હવે કોઈ પણ પ્રકારનો ટેક્સ ચૂકવવાનો બાકી નથી કે તેણે આ બાકી રકમ ચૂકવવા માટે સંતોષજનક રીતે વ્યવસ્થા કરી નાખી છે. 

નોટિફિકેશન બહાર પડશે ત્યારે વધુ જાણકારી સામે આવશે
આ નિયમ આવકવેરા (IT) અધિનિયમ હેઠળ લાગતા ટેક્સ, અગાઉ લાગૂ રહેલા ધન-સંપત્તિ કર અને ભેટ કર અધિનિયમ અને વ્યય કર અધિનિયમ હેઠળ પણ લાગૂ હોય છે. આ સર્ટિફિકેટ એવા કેસોમાં જરૂરી હોય છે જ્યાં ઈનકમ ટેક્સ ઓથોરિટીના મતે વ્યક્તિ માટે પ્રમાણપત્ર લેવું જરૂરી હોય છે. ટેક્સ જાણકારોનું માનવું છે કે આવનારા નોટિફિકેશન કે નિયમોથી જરૂરિયાતોને વધુ સ્પષ્ટ રીતે સમજાવી શકાશે. 

ક્લિયરન્સ સર્ટિફિકેટ શું છે
ક્લિયરન્સ સર્ટિફિકેટ એક એવો ડોક્યુમેન્ટ છે જે કોઈ ઓથોરાઈઝ્ડ ઓથોરિટી તરફથી બહાર પાડવામાં આવે છે. તેનાથી એ ખબર પડે છે કે કોઈ વ્યક્તિ કે સંસ્થાએ જરૂરી શરતો કે જવાબદારીઓ પૂરી કરી લીધી છે. અનેક પ્રકારના ક્લિયરન્સ સર્ટિફિકેટ હોય છે. જે સિચ્યુએશન પ્રમાણે અલગ અલગ હોય છે. દાખલા તરીકે ટેક્સ  ક્લિયરન્સ સર્ટિફિકેટ (Tax Clearance Certificate) અને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (Police Clearance Certificate) અલગ અલગ હોય છે. 

ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ
આ સર્ટિફિકેટ આવકવેરા ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં  આવે છે. જે દર્શાવે છે કે કોઈ વ્યક્તિ કે કંપનીએ પોતાનો બધો ટેક્સ ચૂકવી દીધો છે કે બાકી રકમ ચૂકવવાની વ્યવસ્થા કરી લીધી છે. અનેક મામલાઓમાં આ સર્ટિફિકેટની જરૂર પડે છે. જેમ કે લોન લેવા મટે, સરકારી કોન્ટ્રાક્ટ પર બોલી લગાવવા માટે, હવે દેશ છોડતા પહેલા પણ આ પ્રકારના ક્લિયરન્સ સર્ટિફિકેટનો નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ કરવાની વાત થઈ રહી છે. 

પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ
આ સર્ટિફિકેટ પોલીસ વિભાગ તરફથી બહાર પાડવામાં આવે છે. જે એ વાતની પુષ્ટિ કરે છે કે કોઈ વ્યક્તિ પર કોઈ અપરાધિક કેસ નોંધાયેલો નથી કે કોઈ પણ ક્રાઈમ કેસ ચાલતો નથી. વિદેશ જવા માટે, નોકરી માટે અરજી કરતી વખતે કે બાળક દત્તક લેતી વખતે આ પ્રમાણપત્રની જરૂર પડી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news