લાલ બહાદુર શાસ્ત્રીની આજે 116મી જયંતી, નાના કદના કદાવર નેતા, જેમનું જીવન ગરીબોને સમર્પિત હતું
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે આજે આઝાદ ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ છે. આજે તેમની 116મી જન્મજયંતી છે. લાલ બહાદુર શાસ્ત્રીનું જીવન એ દરેક યુવા માટે પ્રેરણાનું પ્રતિક છે જે અભાવોમાં જીવી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે આજે આઝાદ ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ છે. આજે તેમની 116મી જન્મજયંતી છે. લાલ બહાદુર શાસ્ત્રીનું જીવન એ દરેક યુવા માટે પ્રેરણાનું પ્રતિક છે જે અભાવોમાં જીવી રહ્યાં છે. ઓછી સુવિધાઓ વચ્ચે તેમણે અભ્યાસ પૂરો કર્યો અને દેશના વડાપ્રધાન પણ બન્યાં. શાસ્ત્રીજીએ પોતાનું સમગ્ર જીવન ગરીબોની સેવામાં સમર્પિત કર્યું હતું. તેમનું નિધન 11 જાન્યુઆરી 1966ના રોજ થયો હતું.
લાલબહાદુર શાસ્ત્રીનો જન્મ ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં 2જી ઓક્ટોબર 1904ના રોજ થયો હતો. તેમનું નામ લાલ બહાદુર શ્રીવાસ્તવ હતું. પરંતુ તેમનું શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું. અહીં તેમને શાસ્ત્રીની ઉપાધિ મળી હતી જે આજીવન તેમના નામ સાથે જોડાયેલી રહી. તેઓ જ્યારે 8 મહિનાના હતાં ત્યારે જ તેમના પિતા શારદા પ્રસાદનું નિધન થયું હતું. ત્યારબાદ તેમના માતા રામદુલારી દેવીએ તેમનો ઉછેર કર્યો. 16 વર્ષની આયુમાં જ તેમણે સન 1920માં આઝાદીની લડાઈમાં ઝંપ લાવ્યું હતું. શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો.
શાસ્ત્રીજી વિશુદ્ધ ગાંધીવાદી હતા અને આખુ જીવન સાદગીથી વિતાવ્યું હતું. પોતાનું જીવન તેમણે ગરીબોને સમર્પિત કર્યું હતું. ભારતીય સ્વાધિનતા સંગ્રામના દરેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં તેમની ભાગીદારી રહી હતી અને જેલોમાં પણ રહેવું પડ્યું હતું. 1921ની અસહકારની ચળવળ અને 1941નું સત્યાગ્રહ આંદોલન મુખ્ય હતું. શાસ્ત્રીજીને તેમની સાદગી, દેશભક્તિ, ઈમાનદારી માટે આખુ ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. તેમને વર્ષ 1966માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
જુઓ LIVE TV
એક ગરીબ પરિવારમાંથી આવેલા શાસ્ત્રીજીએ વિશ્વને એવો સંદેશ આપ્યો હતો કે વ્યક્તિમાં જો આત્મવિશ્વાસ હોય તો તે કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરી શકે છે. જ્યારે નહેરુનું અવસાન થયું ત્યારે બધાને એમ થતું હતું કે હવે વડાપ્રધાન કોણ બનશે. ગુલઝારીલાલ નંદાને કાર્યકારી વડાપ્રધાન બનાવવામાં આવ્યાં હતાં પરંતુ ત્યારબાદ બે અઠવાડિયામાં શાસ્ત્રીજીને આઝાદ ભારતના બીજા વડાપ્રધાન બનાવવામાં આવ્યાં હતાં.
1965માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું હતું ત્યારે દેશમાં સ્થિતિ વણસેલી હતી. ભૂખમરો હતો, અનાજની અછત હતી ત્યારે આ સંકટમાં શાસ્ત્રીજીએ પોતાનો પગાર પણ લેવાનું છોડ્યું હતું. ઘરના નોકરોને પણ કામ પર ન આવવાનું કહીને બધુ કામ જાતે કરવા લાગ્યા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે