બળાત્કારી આસારામને કડક સજા કરવામાં આવે, પીડિતાના પિતાનો આક્રોશ
આસારામ ઉપરાંત કોર્ટે શિલ્પી અને શરદચંદ્રને દોષિત જાહેર કર્યા છે જ્યારે શિવા અને પ્રકાશને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. જોધપુર સેન્ટ્રલ જેલની અંદર ઉભી કરાયેલ સ્પેશિયલ કોર્ટના જજ મધુસૂદન શર્માએ ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે
- જોધપુર સેન્ટ્રલ જેલની અંદર ઉભી કરાયેલ વિશેષ કોર્ટે આપ્યો ચૂકાદો
- આસારામ, શિલ્પી અને શરદચંદ્ર દોષિત જ્યારે શિવા અને પ્રકાશ નિર્દોષ
- સજાના ચૂકાદાને લઇને હાઇ એલર્ટ જેવી સ્થિતિ, પોલીસ સ્ટેન્ડ ટૂ
Trending Photos
જોધપુર : જોધપુર કોર્ટે આજે ઐતિહાસિક ચૂકાદો આપતાં આસારામને બળાત્કારી માન્યા છે. આ અંગે સજા સંભળાવવાની બાકી છે ત્યારે પીડિતાના પિતાએ પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું હતું કે, કોર્ટે અમને ન્યાય આપ્યો છે અને આસારામને કડકમાં કડક સજા થવી જોઇએ.
જોધપુર સેન્ટ્રલ જેલમાં ઉભી કરાયેલ એસસી એસટી વિશેષ કોર્ટે સગીરા પરના બળાત્કાર કેસમાં કોર્ટે આસારામને દોષી કરાર આપ્યો છે. આસારામ ઉપરાંત શિલ્પી અને શરદચંદ્રને પણ દોષી જાહેર કર્યા છે જ્યારે શિવા અને પ્રકાશને નિર્દોષ જાહેર કર્યા છે. જોધપુર સેન્ટ્રલ જેલની અંદર બનેલી વિશેષ કોર્ટના જજ મધુસુદન શર્માએ ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો હતો. જોધપુર સેન્ટ્રલ જેલમાં આસારામ છેલ્લા ચાર વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં બંધ છે.
Asaram is convicted, we have got justice. I want to thank everyone who supported us in this fight. Now I hope he will get strict punishment. I also hope the witnesses who were murdered or kidnapped get justice: Father of Shahjahanpur victim #AsaramCaseVerdict pic.twitter.com/sUJ3atJJJY
— ANI (@ANI) April 25, 2018
આસારામને દોષી કરાર આપ્યા બાદ પીડિતાના પિતાએ કહ્યું કે, કોર્ટેમાંથી અમને ન્યાય મળ્યો છે. આસારામને કડકમાં કડક સજા થવી જોઇએ. કોર્ટે દ્વારા દોષી કરાર આપ્યા બાદ આસારામના પ્રવક્તા નીલમ દૂબેએ કહ્યું કે, અમે અમારી લીગલ ટીમ સાથે ચર્ચા કરીશું અને આગળના પગલા અંગે વિચારીશું. અમને ન્યાય પાલિકા પર ભરોસો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે