લોકડાઉન 4.0ને 31 મે સુધી રહેશે યથાવત્ત: જો કે આપવામાં આવી કેટલીક ખાસ છુટછાટ
સરકારે લોકડાઉન 4.0 માટે ગાઇડ લાઇન બહાર પાડી છે. ચોથા તબક્કાનાં આ લોકડાઉનમાં લોકોને અનેક પ્રકારની છુટછાટ આપવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પહેલા જ કહ્યું હતું કે, લોકડાઉન 4.0 નવા રૂપરંગ વાળું હશે. નવા નિયમોમાં આર્થિક ગતિવિધિઓને સ્પીડ આપવા માટે છુટમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ લોકોનાં આવન જાવન પર પણ અનેક પ્રકારનાં પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી : સરકારે લોકડાઉન 4.0 માટે ગાઇડ લાઇન બહાર પાડી છે. ચોથા તબક્કાનાં આ લોકડાઉનમાં લોકોને અનેક પ્રકારની છુટછાટ આપવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પહેલા જ કહ્યું હતું કે, લોકડાઉન 4.0 નવા રૂપરંગ વાળું હશે. નવા નિયમોમાં આર્થિક ગતિવિધિઓને સ્પીડ આપવા માટે છુટમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ લોકોનાં આવન જાવન પર પણ અનેક પ્રકારનાં પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે.
લોકડાઉન લંબાવાયું આવા રહેશે નિયમો...
- વધારે 14 દિવસ માટે વધાર્યું લોકડાઉન
- ગૃહ મંત્રાલય દ્વારા ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી
- હોટલ રેસ્ટોરન્ટ સહિતના સ્થળો બંધ રહેશે
- તમામ પ્રકારની શાળા કોલેજો બંધ રાખવા સુચના
- મેટ્રો અને ટ્રેન સહિતની સુવિધાઓ રહેશે બંધ
- તમામ ધાર્મિક સ્થળ બંધ રાખવાનાં રહેશે
- હોટસ્પોટ વિસ્તારમાં કોઇ જ છુટછાટ નહી મળે
- સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડ્યનો પર પ્રતિબંધ
- સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યું યથાવત્ત
- જ્યાં વધારે લોકો એકત્ર થાય તેવી શક્યતા હોય તેને પ્રતિબંધ
- જો કે કયા વિસ્તારને કયા ઝોનમાં મુંકવા તેનો નિર્ણય રાજ્ય સરકાર કરશે
- રેસ્ટોરન્ટ દ્વારા હોમ ડિલિવરી કરી શકાશે
- મોલ અને મલ્ટિપ્લેક્સ રહેશે બંધ
- સ્ટેડિયમ ખુલશે પરંતુ દર્શકો વગર ખોલી શકાશે
- બસ સેવાને સોશિયલ ડિસ્ટન્સ સાથે છુટ અપાઇ
- મેટ્રો સેવા પર પ્રતિબંધ યથાવત્ત
- જીમ અને સ્વિમિંગ પુલ જેવી સુવિધાઓ બંધ રાખવાની રહેશે
- સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યું યથાવત્ત રહેશે
- કોઇ પ્રકારની પોલિટિકલ અને સોશિયલ મેળાવડાઓ નહી થઇ શકે
- તમામ પ્રકારનાં ધાર્મિક મેળાવડાઓ પર પણ પ્રતિબંધ યથાવત્ત રખાયો
- જીવન જરૂરી વસ્તુઓની ગાડીઓનું આવન જાવન યથાવત્ત રહેશે
- વૃદ્ધ, બાળકો અને ગર્ભવતી મહિલાઓ બહાર ન નિકળે તે જરૂરી
- 31 મી સુધી જુના નિયમો સાથેનું લોકડાઉન મહદ્દ અંશે યથાવત્ત રહેશે
- રાજ્યો ઇચ્છે તો આંતરિક સમજુતીથી ટ્રાન્સપોર્ટ ચાલુ કરી શકે છે
- રાજ્ય સરકારોને કેન્દ્ર દ્વારા વધારે પાવર આપવામાં આવ્યા
- રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન રાજ્યો અને જિલ્લા તંત્ર નક્કી કરશે
- કોરોના સંક્રમિત વિસ્તારોને 5 ઝોનમાં વહેંચવામાં આવશે
- ગ્રીન, ઓરેન્જ, રેડ ઝોન ઉપરાંત બફર અને કન્ટેન્મેન્ટ ઝોન પણ રહેશે
- આ તમામ ઝોનનું નિર્ધારણ કરવા માટેની સત્તા રાજ્ય સરકાર પાસે રહેશે
ક્યાં સુધી વધારવામાં આવ્યું લોકડાઉન
દેશમાં કોરોના વાયરસને ફેલાતુ અટકાવવા માટે 22 માર્ચે જનતા કર્ફ્યું બાદ 24 માર્ચે દેશ વ્યાપી લોકડાઉન વધારવામાં આવ્યું હતું. પહેલા લોકડાઉનમાં નિયમ ખુબ જ કડક હતા. પહેાલ લોકડાઉનનાં નિયમો ખુબ જ કડક હતા. ત્યાર બાદ 15 એપ્રીલથી લોકડાઉન 2.0 ચાલું થયું જે 3 મે સુધી ચાલ્યું. કોરોના મુદ્દે ઘટાડો નહી થવા અંગે ફરીથી લોકડાઉન વધારવામાં આવ્યું જે 17 મે એટલે કે આજે ખતમ થઇ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે