Lok Sabha Election 2024: ઉત્તર પ્રદેશની 80 સીટો જીતવા માટે ભાજપની ખાસ રણનીતિ

Lok Sabha Election 2024: આ માટે ભાજપે ઉત્તર પ્રદેશની તમામ 80 સીટો જીતવા માટે એક ખાસ રણનીતિ બનાવી છએે. આ માટે ભાજપ વિપક્ષના કબજામાં રહેલી 14 બેઠકો જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ બેઠકો જીતવા માટે ભાજપે તાજેતરમાં ચૂંટણી સંચાલનની માંડીને સગઠનાત્મક મુદ્દાઓ પર વિચાર- વિમર્શ કર્યો છે. અને તેના પર ચર્ચા કરી છે.

Lok Sabha Election 2024: ઉત્તર પ્રદેશની 80 સીટો જીતવા માટે ભાજપની ખાસ રણનીતિ

Lok Sabha Election 2024: આગામી લોકસભાની ચૂંટણીને આશરે 1 વર્ષ બાકી છે. અને તમામ રાજકીય પક્ષો પોતાની તમામ તાકાત લગાવીને તૈયારીઓ શરૂ દીધી છે. હાલ ઉત્તર પ્રદેશની 14 બેઠક વિપક્ષના કબજા પર છે. અને તેને જીતવા માટે ભાજપ મેગા પ્લાન બનાવે  છે. આ માટે હાલમાં UP ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી, સંગઠન મહાસચિવ ધરમપાલ સિંહ અને રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલની હાજરીમાં એક બેઠક યોજાઈ. જેમાં બૂથ સશક્તિકરણ, શક્તિ કેન્દ્રોમાં સ્થળાંતર અને કેન્દ્રીય મંત્રીઓની મુલાકાતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકોમાં કલસ્ટર, લોકસભા અને વિધાનસભાના પ્રભારીઓ અને કન્વીનરોને 15 માર્ચ સુધી એક ખાસ રિપોર્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. માં આ 14માં હારનું કારણ અને જીતના આયોજનની સંપૂર્ણ માહિતી હશે. 

બૂથ સશક્તિકરણ અભિયાન 31 માર્ચ સુધી ચાલશે-
હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે બેઠક દરમિયાન ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલે 31મી માર્ચ સુધી બૂથ સશક્તિકરણ અભિયાનનો એક સૂત્ર કાર્યક્રમ ચલાવવાના નિર્દેશ આપ્યા છે. આ ઝુંબેશમાં મેપિંગ, મેચિંગ, બૂથનું ગ્રેડિંગ સહિતની અન્ય ઘણી પ્રવૃત્તિઓ સામેલ છે. આ માટે તમામ બૂથ પરથી નિષ્ક્રિય બૂથ પ્રમુખો અને સભ્યોને દૂર કરીને તેમની જગ્યાએ નવા લોકોને તક આપવામાં આવશે.

હોળી પછી કેન્દ્રીય મંત્રીઓ લેશે મુલાકાત-
આ 14 લોકસભા બેઠકોના પ્રભારી કેન્દ્રીય મંત્રીઓ હોળી પછી મુલાકાત લેશે. જેમાં અશ્વની વૈષ્ણવ, નરેન્દ્ર સિંહ તોમર, જિતેન્દ્ર સિંહ અને અન્નપૂર્ણા દેવીનો સમાવેશ થાય છે. આ તમામ મંત્રીઓ બે તબક્કાની મુલાકાત લઈ ચૂક્યા છે અને ત્રીજો તબક્કો હોળી પછી શરૂ થશે.

ભાજપ દરેક બૂથ માટે ખાસ આયોજન કરી રહી છે-
ભાજપ આ બેઠકો જીતવા માટે દરેક બૂથ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અને આ માટે બૂથ સ્તરે 5 દિવાલો પર પાર્ટીના સ્લોગન લખવામાં આવશે. જે હાઈકમાન્ડ નક્કી કરશે.  આ સાથે આઈટી અને સોશિયલ મીડિયા ટીમને સક્રિય કરવામાં આવશે. 

આ બેઠકો પર ભાજપ મેગા પ્લાન કરી રહી છે-
NDA પાસે ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80માંથી 66 બેઠકો છે અને હવે ભાજપ 14 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેના પર વિપક્ષનો કબજો છે. જેમાં મૈનપુરી, રાયબરેલી, નગીના, બિજનૌર, અમરોહા, સંભલ, સહારનપુર, શ્રાવસ્તી, મુરાદાબાદ, જૌનપુર, ગાઝીપુર, આંબેડકર નગર, ઘોસી અને લાલગંજ લોકસભા સીટોનો સમાવેશ થાય છે.
  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news