યુપીમાં આયોજન ગોટાળે ચડે તો NDA પ્લાન B દ્વારા મેળવશે બહુમતી, આ છે નવો પ્લાન !
લોકસભા ચૂંટણીમાં દક્ષિણ ભારતથી 50 સીટો જીતવાનું લક્ષ્યાંક લઇને ચાલી રહેલી ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ મુરલીધર રાવે કહ્યું કે, કર્ણાટકમાં પાર્ટીને મજબુતી સાથે પુર્વોત્તરની જેમ મજબુત બનાવાશે
Trending Photos
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીને જોતા સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા), બહુજન સમાજવાદી પાર્ટી (બસપા) અને રાષ્ટ્રીય લોકદળ (રાલોદ)એ ગઠબંધન કરી લીધું છે. એવામાં રાજનીતિક પંડિત અનુમાન લગાવી રહ્યા છે કે, ભાજપ માટે ઉત્તરપ્રદેશમાં 2014વાળુ રિઝલ્ટ આવવું મુશ્કેલ છે. એવામાં ભાજપ પણ બીજા પ્લાન પર કામ કરવાનું ચાલુ કરી દીધું છે. નોર્થ ઇસ્ટની 25 લોકસભા સીટો પર નજરો માંડ્યા બાદ ભાજપે દક્ષિણ રાજ્યોમાં 50 સીટો જીતવાનાં પ્રયાસો કરવા લાગી છે. ગત ચૂંટણીમાં યુપીની 80 સીટો પૈકી 73 લોકસભા સીટો ભાજપ અને ગઠબંધને જીતી હતી. જેના કારણે એનડીએ ખુબ જ સરળતાથી બહુમતી સુધી પહોંચી ગઇ હતી.
લોકસભા ચૂંટણીમાં દક્ષિણ ભારતથી 50 સીટો જીતવાનું લક્ષ્યાંક લઇને ચાલી રહેલી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના મહાસચિવ મુરલીધર રાવે કહ્યું કે, કર્ણાટકમાં પાર્ટીને મજબુતી આપવાની સાતે ્મે પૂર્વોત્તરની તર્જ પર નાના-નાના દળોને જોડીને દક્ષિણનાં રાજ્યોમાં રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધનને આકાર આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુરલીધર રાવે વાતચીતમાં કહ્યું કે, દક્ષિણ ભારતમાં પાર્ટીને મજબુત બનાવવા એક પડકાર રહ્યો છે. અમારા પ્રદર્શન ગત્ત દશકોમાં કર્ણાટકમાં સારા રહ્યા છે. પહેલા અમે ત્યાં સત્તામાં રહી ચુક્યા છીએ અને વિધાનસભામાં કર્ણાટકમાં ભાજપ સૌથી મોટી પાર્ટીના સ્વરૂપે ઉભરી રહી છે. દક્ષિણનાં બીજા રાજ્યોમાં પાર્ટી ઝડપથી વિકસી રહી છે. અમે ગામ સુધી પહોંચવામાં સફળ રહ્યા છે.
કર્ણાટકમાં 22 સીટો જીતવાનું લક્ષ્યાંક
તેમણે કહ્યું કે અમારા પ્રયાસ છે કે પાર્ટીની વિચારધારા અને રાજનીતિક સંબંધોને દક્ષિણ ભારતનાં પરિવેશ અને પરિદ્રશ્ય અનુરૂપ લોકોને સ્વીકાર્ય રીતેરજુ કરવામાં આવે. તેમણે કહ્યું કે, તેમાં પાર્ટી સફળ પણ થઇ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે