વિવાદિત નિવેદન

VADODARA: મંત્રીનું વિવાદિત નિવેદન, જેણે રસી મુકાવી હોય તેને જ મફતમાં અનાજ મળવું જોઇએ

સહિત સમગ્ર રાજ્યમાં આજથી મહારસીકરણ અભિયાનની શરૂઆત થઇ ચુકી છે. આ મહારસીકરણ અભિયાન કાર્યક્રમમાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે વિવાદિત નિવેદન આપ્યું હતું. યોગેશ પટેલે જણાવ્યું કે, જેને રસી મુકાવી હોય તેને જ મફત અનાજ મળવું જોઇએ. આ નિવેદનના પગલે વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેઓએ એમ પણ જણાવ્યું કે, આ અંગે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને પણ રજુઆત કરશે. 

Jun 21, 2021, 08:14 PM IST

કિસાન આંદોલનમાં યુવીના પિતા યોગરાજના વિવાદિત નિવેદનથી બબાલ, હિન્દુઓને કહ્યાં ગદ્દાર

યોગરાજ સિંહના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જયો છે. ત્યારબાદ લોકો તેમની ધરપકડ કરવાની  માગ કરી રહ્યાં છે. ટ્વિટર પર તો 'Arrest Yograj Singh' ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. 

Dec 5, 2020, 11:13 AM IST

ફ્રાન્સની ઘટના પર વિવાદિત નિવેદન આપનારા મુનવ્વર રાણા વિરુદ્ધ FIR દાખલ 

ફ્રાન્સની ઘટના વિસે જાણીતા શાયર મુનવ્વર રાણા (Munavvar Rana) ના વિવાદિત નિવેદન પર FIR દાખલ થઈ છે. લખનઉ પોલીસે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં મુનવ્વર રાણા વિરુદ્ધ FIR દાખલ કરી છે. 

Nov 2, 2020, 03:00 PM IST

વિવાદિત નિવેદન પર કમલનાથની વિચિત્ર સ્પષ્ટતા, 'હું પણ આઈટમ, તમે પણ આઈટમ'

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે આઈટમવાળા નિવેદન પર સ્પષ્ટતા કરવાની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે હાં, મેં આઈટમ કહ્યું. કારણ કે તે અસન્માનજનક શબ્દ નથી. તેમણે કહ્યું કે લોકસભા અને વિધાનસભાની કાર્યસૂચિમાં આઈટમ નંબર લખવામાં આવે છે. 

Oct 19, 2020, 02:05 PM IST

કેટલાક લોકો ભારતને વિભાજીત કરવા માગે છે, રામચંદ્ર ગુહાને સીએમનો વળતો જવાબ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના વિવાદાસ્પદ ટ્વીટ સામે સણસણતો જવાબ આપીને કહ્યું છે કે, કેટલાક લોકો ભારતને અને ભારતીયોને વિભાજીત કરવા માગે છે પણ ભારતીયો એક છે.
 

Jun 11, 2020, 03:53 PM IST
Controversial Statement Of BJP MLA From Jamnagar Rural PT3M41S

જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન

જામનગર ગ્રામ્ય ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય રાઘવજી પટેલે ખાનગી શાળાના કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. સરકારી શિક્ષણ પરથી લોકોને વિશ્વાસ ઉઠતો જાય છે. ખાનગી શાળાઓમાં બાળકોને ભણાવવા અપીલ કરી હતી. થાવરિયા ગામે ખાનગી શાળાના ઉદઘાટન પ્રસંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. ધારાસભ્યના વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Feb 21, 2020, 06:25 PM IST
Controversial Statement By Swami Of Bhuj Swaminarayan Temple PT6M8S

ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું...

ભુજ સ્વામિનારાયણ મંદિરના એક સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. સ્વામી કૃષ્ણસ્વરૂપએ મહિલાના માસિક ધર્મને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. સ્વામી કૃષ્ણસ્વરૂપે જણાવ્યું હતું કે, માસિક ધર્મમાં હોય તેવી મહિલાના હાથે જમવાનો અર્થ બીજો અવતાર બળદનો, નરકમાં જશો જો ખાસો તો. માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથે જો એકવાર પતિએ જમવા આરોગી લીધું તો તે આવતા જનમમાં કૂતરીનો અવતાર પામશે.

Feb 17, 2020, 08:05 PM IST

'ગોળી મારો', 'દેશના ગદ્દારો' જેવા વિવાદિત નિવેદનોથી દિલ્હી ચૂંટણીમાં પાર્ટીને થયું નુકસાનઃ અમિત શાહ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં થયેલા પરાજય બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હારનો સ્વીકાર કરતા કહ્યું કે, પાર્ટીના નેતાઓએ આપેલા વિવાદિત નિવેદનોને કારણે પણ નુકસાન થયું છે. 

Feb 13, 2020, 07:55 PM IST

સ્વામી વિવેકાનંદ સાથે પીએમની તુલના પર બોલતા મર્યાદા ભૂલી ગયા કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી

ચૌધરીએ વડાપ્રધાન માટે એક શબ્દનો ઉપયોગ કર્યો જેના પર ભાજપના સભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેને કાર્યવાહીમાંથી હટાવવાનો આદેશ આપ્યો હતો.
 

Feb 5, 2020, 05:19 PM IST

‘જામકંડોરણાનું રાજકીય ખેતર મારા પિતાએ તૈયાર કર્યું છે, અહીં કોઈને ઘૂસવા નહિ દઉં...’

હાલ ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા (jayesh radadiya) ચર્ચામાં છે. હાલમાં જ તેઓ પર લોકડાયરાના એક કાર્યક્રમમાં નોટોનો વરસાદ કરાયો હતો. ત્યાં અન્ય એક કાર્યક્રમમાં તેમના બિન્દાસ બોલ સામે આવ્યા છે. કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ હુંકાર કરતા કહ્યું કે, જામકંડોરણામાં મારુ રાજકીય ખેતર છે. મારા પિતાએ આ ખેતર તૈયાર કર્યું છે. અહીં બીજા કોઈએ રાજકારણ કરવા આવવું નહિ. અને હું અહી કોઈને મારા ખેતરમાં ઘૂસવા નહિ દઉં. કોઈ પણ રાજકીય વાવાઝોડાની તાકાત અહીં નહિ ચાલે. પોરબંદરથી ચાલુ થયેલ રાજકીય વાવાઝોડું અહીં શાંત થઈ ગયું છે. 

Feb 4, 2020, 08:33 PM IST

વિવાદિત નિવેદનઃ ચૂંટણી પંચે ભાજપના સાંસદો અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માને નોટિસ મોકલી જવાબ માગ્યો

ચૂંટણી પંચે ભાજપના સાંસદો અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માને તેના હાલના વિવાદિત નિવેદનને લઈને કારણ દર્શાવો નોટિસ ફટકારી છે. આયોગે ઠાકુરને વિવાદિત નારા લગાડાવવા પર કારણ દર્શાવો નોટિસ આપીને જવાબ માગ્યો છે. 
 

Jan 28, 2020, 08:39 PM IST

ઉત્તર પ્રદેશના BJPના ધારાસભ્યએ સુરતમાં IAS-IPS વિશે કર્યું વિવાદિત નિવેદન

ઉત્તરપ્રદેશ થી સુરત સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ભાજપી ધારાસભ્યએ આઈએએસ અને આઇપીએસ અધકારીઓને ભ્રષ્ટ ગણાવતા મોટો વિવાદ ઉભો થયો છે. તેમના આ નિવેદનનો વીડિયો હાલ સુરતના સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ તેમના આ નિવેદન બાદ આઈએએસ અને આઇપીએસ અધિકારીઓમાં અંદરોઅંદર રોષની લાગણી પ્રવર્તી રહી હોવાનું હાલ જાણવા મળ્યું છે.

Dec 26, 2019, 02:08 PM IST

NPR પર અરૂંધતિ રોયનું વિવાદિત નિવેદન, કહ્યું- નામ અને સરનામા માગે તો ખોટા જણાવો

લેખિકા અરૂંધતિ રોયે એનપીઆર પર વિવાદિત નિવેદન આપીને ફસાય ગયા છે. તેમણે દિલ્હી યૂનિવર્સિટીમાં વિરોધ દરમિયાન કહ્યું કે, જ્યારે તમારી પાસે ડેટા માગવામાં આવે તો ખોટી જાણકારી આપો. 
 

Dec 25, 2019, 07:33 PM IST
Amul Bhatt Chairman Of AMC Standing Committee Says Accident Is A Natural Process PT5M4S

AMC સ્ટેન્ડિંગ કમિટના ચેરમેનનો બફાટ, જુઓ શું કહ્યું અમૂલ ભટ્ટે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ની સરકાર સંવેદનશીલ સરકાર ગણાય છે. પરંતુ લાગે છે કે ગુજરાતના સત્તાપક્ષના નેતાઓ સંવેદનશીલતા ગુમાવી ચૂક્યા છે. અમદાવાદ (Ahmedabad) માં BRTSના અડફેડે બે જુવાનજોધ યુવાનોનો જીવ ગયો હતો, અને બીજી તરફ બે દીકરાઓ ગુમાવ્યાનો આંક્રોદ કરી રહેલા પરિવારને સાંત્વાના આપવા એકપણ નેતા પહોંચ્યા ન હતા.

Nov 21, 2019, 04:45 PM IST
Congress MLA Chandrikaben Controversial Statement In Dahod PT3M50S

કોંગ્રેસના MLA ચંદ્રિકાબેન વિવાદિત નિવેદન, અલ્પેશ અને ધવલસિંહને કહ્યાં ડોબા

દાહોદ ખાતે કોંગ્રેસ (congress) ના જનવેદના આંદોલન કાર્યક્રમમાં ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા (Chandrika Bariya) એ જાહેર જનતા વચ્ચે સ્ટેજ પર ઉભા રહીને બફાટ કર્યો હતો. તેમણે વિધાનસભાની પેટાચૂંટણીમાં કારમી હાર મેળવેલા અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા (Dhavalsinh Zala)ને ડોબા ગણાવ્યા હતા. તો સાથે જ રાધનપુર અને બાયડ બેઠક પર નવા ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્યોને આખલા ગણાવ્યા હતા.

Nov 14, 2019, 09:30 AM IST

વેદાંતીનું વિવાદિત નિવેદન, કહ્યું વધારે બાળકો પેદા કરશો તો આતંકી જ બનશે

વિજયાદશમી પર શ્રીરામ યાત્રામાં સામેલ થવા ઇટાવા આવેલા ભાજપના પૂર્વ સાંસદ રામવિલાસ વેદાંતીએ કહ્યું કે, એક ધર્મ વિશેષના લોકોની આબાદી વધતી જઇ રહી છે

Oct 9, 2019, 06:56 PM IST

'બિહારથી 500ની ટિકિટ કઢાવીને અહીં આવે છે અને 5 લાખની સારવાર મફતમાં કરાવે છે'

દેશની રાજધાની દિલ્હીમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી આવનાર છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અત્યારથી જ તેની તૈયારી કરી રહ્યાં છે.

Sep 30, 2019, 12:49 PM IST

વિવાદિત નિવેદન બાદ દિગ્ગી વિરુદ્ધ હિંદુઓમાં ભભુક્યો રોષ, મંદિરમાં એન્ટ્રી બંધ

ભોપાલના મંદિરો બહાર પોસ્ટરો લગાવીને દિગ્વિજય સિંહનો વિરોધ, મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધની માંગ

Sep 19, 2019, 05:47 PM IST

ત્યાગ અને તપસ્યા થકી બ્રાહ્મણોએ સમાજમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે: ઓમ બિરલા

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બ્રાહ્મ સમાજને સૌથી સર્વશ્રેષ્ઠ ગણાવતા કહ્યું કે, આ સ્થાન તેમણે ત્યાગ અને તપસ્તાથી પ્રાપ્ત કર્યું છે. ઓમ બિરલાનાં નિવેદન બાદ સવાલો પેદા થવા લાગ્યા છે. કોંગ્રેસે લોકસભા અધ્યક્ષનાં નિવેદનની નિંદા કરી છે અને કહ્યું કે, જાતીના આધારે કોઇને પણ નાના કે મોટા માની શકાય નહી. દરેક વ્યક્તિ પોતાનાં કર્મના આધારે જ નવો કે મોટો હોય છે.

Sep 10, 2019, 06:06 PM IST

કાશ્મીરમાં કલમ 370 લાગુ કરવામાં નહેરુની સાથે સરદારની પણ હતી સંમતિ: શંકરસિંહ વાધેલા

કાશ્મીરની કલમ 370ની નાબૂદી અંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા શંકરસિંહ વાધેલાએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કલમ 370 દુર કરવામાં આવી નથી માત્ર કલમ 370 અંદરની અમુક જોગવાઈઓને દૂર કરવામાં આવી છે. કાશ્મીર ભારતનું અંગત છે હતું અને રહેશે.

Aug 7, 2019, 07:18 PM IST