controversial statement

રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ભડકો, ભાજપે કોંગ્રેસ કાર્યાલય ઘેરીને વિરોધ કર્યો

રાહુલ ગાંધીએ ગુજરાતના વેપારીઓ અંગે આપેલા વિવાદિત નિવેદન બાદ હવે સમગ્ર ગુજરાત ભાજપ દ્વારા આ નિવેદન અને કોંગ્રેસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ મહાનગરોમાં ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપને વધારે એક મુદ્દો મળી ચુક્યો છે. જેને ભાજપ ગુમાવવા માંગતું નથી. જેના કારણે હાલ સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા આકરૂ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Feb 15, 2021, 06:57 PM IST
Controversial Statement Of BJP MLA From Jamnagar Rural PT3M41S

જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન

જામનગર ગ્રામ્ય ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય રાઘવજી પટેલે ખાનગી શાળાના કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. સરકારી શિક્ષણ પરથી લોકોને વિશ્વાસ ઉઠતો જાય છે. ખાનગી શાળાઓમાં બાળકોને ભણાવવા અપીલ કરી હતી. થાવરિયા ગામે ખાનગી શાળાના ઉદઘાટન પ્રસંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. ધારાસભ્યના વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Feb 21, 2020, 06:25 PM IST
Controversial Statement By Swami Of Bhuj Swaminarayan Temple PT6M8S

ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું...

ભુજ સ્વામિનારાયણ મંદિરના એક સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. સ્વામી કૃષ્ણસ્વરૂપએ મહિલાના માસિક ધર્મને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. સ્વામી કૃષ્ણસ્વરૂપે જણાવ્યું હતું કે, માસિક ધર્મમાં હોય તેવી મહિલાના હાથે જમવાનો અર્થ બીજો અવતાર બળદનો, નરકમાં જશો જો ખાસો તો. માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથે જો એકવાર પતિએ જમવા આરોગી લીધું તો તે આવતા જનમમાં કૂતરીનો અવતાર પામશે.

Feb 17, 2020, 08:05 PM IST
Students Protest Against Rahul Gandhi's Controversial Statement In Surat PT8M

સુરતમાં રાહુલ ગાંધીના વિવાદિત નિવદેન પર વિદ્યાર્થીઓએ નોંધાવ્યો વિરોધ

કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રેપ ની ઘટના ને લઈ વિવાસપદ નિવેદન આપવામાં આવતા સમગ્ર દેશ ના લોકોમાં અને ખાસ કરી મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધી ના આવા નિવેદન ને લઈ સુરતમાં મહિલાઓ તેમજ યુવતીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હાથ પર કાળી પટ્ટી પહેરી વિરોધ કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે રેપ ની ઘટના માં કોઈ પણ પ્રકાર ની રાજનીતિ થવી ન જોઈએ. આવી ઘટનાઓમાં સૌ કોઈએ એક થઈ આરોપી ને 21 દિવસ માં સજા થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. સાથો સાથ રાહુલ ગાંધીએ પોતાના નિવેદન પર માફી પણ માંગવી જોઈએ.

Dec 14, 2019, 03:30 PM IST

વેદાંતીનું વિવાદિત નિવેદન, કહ્યું વધારે બાળકો પેદા કરશો તો આતંકી જ બનશે

વિજયાદશમી પર શ્રીરામ યાત્રામાં સામેલ થવા ઇટાવા આવેલા ભાજપના પૂર્વ સાંસદ રામવિલાસ વેદાંતીએ કહ્યું કે, એક ધર્મ વિશેષના લોકોની આબાદી વધતી જઇ રહી છે

Oct 9, 2019, 06:56 PM IST
Big News 11092019 PT25M38S

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે લીધી અમદાવાદની મુલાકાત, જુઓ 'Big News'

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અમદાવાદની મુલાકાતે હતા.આ સમયે રવિશંકર પ્રસાદે એએમએમાં પ્રેસ કો્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે કલમ 370 દૂર કરવાનો નિર્ણય ઔતિહાસિક રહ્યો છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પણ આપ્યા હતા. સમગ્ર મામલે છેલ્લે સુધી ગોપીનીય રાખવામાં સફળતા મળી હતી.

Sep 11, 2019, 09:05 PM IST
Union Minister Ravishankar Prasad's Controversial Statement About Kashmir PT1M53S

કાશ્મીર મુદ્દે સરદાર સાચા અને નહેરુ ખોટાઃ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અમદાવાદની મુલાકાતે હતા.આ સમયે રવિશંકર પ્રસાદે એએમએમાં પ્રેસ કો્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે કલમ 370 દૂર કરવાનો નિર્ણય ઔતિહાસિક રહ્યો છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પણ આપ્યા હતા. સમગ્ર મામલે છેલ્લે સુધી ગોપીનીય રાખવામાં સફળતા મળી હતી.

Sep 11, 2019, 04:10 PM IST
Junagadh: End Of Tussle Between Between Morari Bapu And Swaminarayan Saints PT2M55S

જૂનાગઢ: જાણો મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંતોના વિવાદનો કેવી રીતે આવ્યો અંત

જૂનાગઢ: નીલકંઠ વિવાદ મામલે સમાધાનની બેઠક મળી, નીલકંઠ વિવાદ મામલે થયું શાંતિપૂર્ણ સમાધાન.

Sep 10, 2019, 07:45 PM IST

ત્યાગ અને તપસ્યા થકી બ્રાહ્મણોએ સમાજમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે: ઓમ બિરલા

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બ્રાહ્મ સમાજને સૌથી સર્વશ્રેષ્ઠ ગણાવતા કહ્યું કે, આ સ્થાન તેમણે ત્યાગ અને તપસ્તાથી પ્રાપ્ત કર્યું છે. ઓમ બિરલાનાં નિવેદન બાદ સવાલો પેદા થવા લાગ્યા છે. કોંગ્રેસે લોકસભા અધ્યક્ષનાં નિવેદનની નિંદા કરી છે અને કહ્યું કે, જાતીના આધારે કોઇને પણ નાના કે મોટા માની શકાય નહી. દરેક વ્યક્તિ પોતાનાં કર્મના આધારે જ નવો કે મોટો હોય છે.

Sep 10, 2019, 06:06 PM IST
Morari Bapu's Controversial Statement On Nilkanth Maharaj, BAPS Appeals For Peace PT7M8S

મોરારીબાપુના નીલકંઠ વિવાદ મામલે સ્વામિનારાયણની BAPS સંસ્થાએ શું કરી અપીલ?

સ્વામિનારાયણની BAPS સંસ્થા દ્વારા સાધુ - સંતો અને લોકોને શાંતિ રાખવા અપીલ કરવામાં આવી, કહ્યું 'વૈમનસ્ય ભૂલીને સાધુ-સંતો એક થાઓ'.

Sep 10, 2019, 04:00 PM IST
State Govt. Gives Controversial Statement In HC About Crop Insurance PT1M53S

ખેડૂતોને પાક વીમા વળતર ચૂકવવાનો મામલો, હાઈકોર્ટમાં સરકારનું મોટું નિવેદન આવ્યું સામે

હાઈકોર્ટમાં સરકારનું મોટું નિવેદન આવ્યું સામે, કહ્યું 'સરકારે સબસીડી આપી પણ વીમા કંપની વળતર નથી ચૂકવતી'

Aug 14, 2019, 01:15 PM IST
Congress Leader Ghulam NAbi Azad Gives Controversial Statement Over Article 370 PT7M48S

જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કર્યો બફાટ, જુઓ શું કહ્યું

કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદનું શરમજનક નિવેદન, કાશ્મીરમાં ડોભાલના શાંતિ રિપોર્ટ સામે ઉઠાવ્યા સવાલ.
કહ્યું 'પૈસા આપીને કોઇને પણ સાથે લાવી શકાય'.

Aug 8, 2019, 12:55 PM IST
Farooq Abdullah Gives Controversial Statement About Article 370 PT5M14S

કલમ 370 પર ફારૂક અબ્દુલ્લાહનો બફાટ, જુઓ શું કહ્યું

ફારૂક અબ્દુલાહે કલમ 370 હટવવાનો કર્યો વિરોધ, સંસદમાં ગૃહમંત્રલય ખોટું બોલે છે. નિર્ણય વિરૂદ્ધ કોર્ટમાં જઈશું.
વધુમાં કહ્યું 370 હટાવવું ગેરબંધારણીય.

Aug 6, 2019, 05:35 PM IST

અમારા બંન્ને ભાઇઓ વિરુદ્ધ કોઇ બોલશે તો ચીરી નાખીશું: તેજપ્રતાપનું વિવાદિત નિવેદન

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ના નેતા અને બિહારના પૂર્વ સ્વાસ્થય મંત્રી તેજપ્રતાપ યાદવે ખુબ જ વિવાદિત નિવેદન આપ્યું છે. તેજસ્વી યાદવનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, અમે ભાઇઓની જોડી પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા. અમે બંન્નેની વચ્ચે જે આવશે, તેના પર ચક્ર ચાલશે. આપણે બંન્ને ભાઇઓના મુદ્દે જે બોલીશું, તેને અમે ચીરી દઇશું. તેજપ્રતાપે કહ્યું કે, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવનાં કામમાં વ્યસ્ત છે, એટલા માટે મને અહીં મોકલ્યો છે. 

Jul 5, 2019, 06:55 PM IST

રાજસ્થાન ભાજપ અધ્યક્ષના ‘રાણી-અકબર’ મામલે વિવાદિત બોલ

રાજસ્થાનના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશાધ્યક્ષ મદન લાલ સૈનીએ મુઘલ શાસક અકબર વિશે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, તેઓ સ્ત્રીના કપડા પહેરી મીના બજારમાં જતા અને ત્યાં દુષ્કર્મ કરતા હતા. ત્યારે કોંગ્રેસે સૈનીના આ નિવેદનની નિંદા કરી છે.

Jun 7, 2019, 10:18 AM IST

મણિશંકર અય્યરે 2017માં પીએમ મોદી પર કરેલી વિવાદિત ટિપ્પણીને યોગ્ય ઠેરવી

કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર ફરીથી ચર્ચામાં છે. તેમણે 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીને 'નીચ' કહીને સંબોધ્યા હતા. હવે પોતાની એ ટિપ્પણીને તેમણે યોગ્ય ઠેરવી છે. તેમણે બ્લોગ લખીને કહ્યું છે કે, શું એ વખતે મેં જે ભવિષ્યવાણી કરી હતી તે ખોટી હતી 

May 14, 2019, 12:10 PM IST

‘રાહુલ ગાંધી એવું મશીન લાવશે જેમાં પુરૂષ નાખશો તો સ્ત્રી નીકળશે’: નંદકુમાર ચૌહાણ

ખંડવા લોકસભા વિસ્તારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ નંદકુમાર સિંહ ચૌહાણે રાહુલ ગાંધીને લઇ વિવાદિત નિવેદન આપ્યું છે. એક સભા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ‘રાહુલ ગાંધી કઇપણ કરી શકે છે.

Apr 22, 2019, 12:20 PM IST

ગણપત વસાવાનું વિવાદિત નિવેદન, રાહુલ ગાંધીને કહ્યું પૂંછડી પટપટાવતું ગલુડિયું

નર્મદામાં જાહેર સભાને સંબોધતા ગણપત વાસાવાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી ખુરશીમાંથી ઉભા થાય તો સિંહ ઉભો થયો તેમ દેખાય છે. જ્યારે રાહુલ ગાંધી ખુરશીમાંથી ઉભા થાય તો પૂંછડી પટપટાવતું ગલુડિયું ઉભું થાય તેવું લાગે છે.

Apr 20, 2019, 02:35 PM IST
Controversial Statement of C J Chavada to PM Modi PT1M19S

56 ઇંચની છાતી રાક્ષસ કે ખચ્ચરની હોય, માણસની ના હોય: સી.જે ચાવડા

સીજે ચાવડાએ કહ્યું કે, હું સરદાર પટેલ અને ગાંધીજીની વિરાસત છે એવી પાર્ટીમાંથી આવું છું. હું ડોકટર છું એ કટર છે. 56 ઈંચની છાતીની વાતો કરો છો તમે, આ 56 ઈંચની છાતી ખચ્ચરની હોય છે અને જો હોય તો એ માણસ ના હોય અથવા તો રાક્ષસની હોય છે.

Apr 19, 2019, 09:15 AM IST
Controversial statement of Congress MLA Baldev Thakor to PM Modi PT2M48S

બળદેવ ઠાકોરનું વિવાદિત નિવેદન, કહ્યું- પીએમ મોદી ટપોરી ભાષા બોલે છે

કાલોલના ધારાસભ્ય બળદેવ ઠાકોરેનું ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, 130 કરોડ દેશવાસીઓના પ્રધાનમંત્રી ટપોરીની ભાષા બોલે છે અને જૂઠ્ઠૂ બોલે છે. એક ફરિયાદ નહીં 50 કરવી હોય તો કરો ચૂંટણી તો ચૂંટણીની રીતે જ થવાની છે. હું એક ઠાકોરનો દિકરો છું અને ધારાસભ્ય પણ છું આંખમાં કંણાની જેમ ખુચીએ છે.

Apr 19, 2019, 09:10 AM IST