PM Modi Bhopal Visit: જય જોહર મધ્ય પ્રદેશથી પીએમ મોદીએ કર્યું આદિવાસીઓનું સ્વાગત, કહ્યું 'આ આપણા અસલ ડાયમંડ'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમર શહીદ બિરસા મુંડાની જયંતી પર જનજાતીય ગૌરવ દિવસ સમારોહમાં સામેલ થવા માટે ભોપાલ પહોંચ્યા. અહીં આદિવાસી કલાકારોએ પરંપરાગત નૃત્ય સાથે તેમનું સ્વાગત કર્યું. તેમણે ભાજપના વયોવૃદ્ધ નેતા લક્ષ્મીનારાયણ ગુપ્તાનું સન્માન પણ કર્યું.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અમર શહીદ બિરસા મુંડાની જયંતી પર જનજાતીય ગૌરવ દિવસ સમારોહમાં સામેલ થવા માટે ભોપાલ પહોંચ્યા. અહીં આદિવાસી કલાકારોએ પરંપરાગત નૃત્ય સાથે તેમનું સ્વાગત કર્યું. તેમણે ભાજપના વયોવૃદ્ધ નેતા લક્ષ્મીનારાયણ ગુપ્તાનું સન્માન પણ કર્યું. ગુપ્તા હિન્દુ મહાસભાથી મધ્ય પ્રદેશની પહેલી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ભોપાલના જંબુરી મેદાનમાં મંચ પર પીએમ મોદીને ઝાબુઆથી લાવવામાં આવેલું આદિવાસીઓનું પરંપરાગત જેકેટ અને ડિંડોરીથી લાવવામાં આવેલો આદિવાસી સાફો પણ પહેરાવવામાં આવ્યો. પીએમ મોદીએ ત્યારબાદ મંચથી સંબોધન કર્યું. જંબુરી મેદાન કાર્યક્રમ બાદ પીએમ મોદીનો કાફલો હેલીપેડ તરફ રવાના થયો. હેલીકોપ્ટરથી પીએમ મોદી બીયુ કેમ્પસ સ્થિત હેલીપેડ પહોંચશે. અહીંથી મોદી રોડ દ્વારા હોશંગાબાદ થઈને રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પહોંચશે. પીએમ મોદીના સ્વાગત માટે અડધા કિલોમીટરમાં 30 મંચ બનાવવામાં આવ્યા.
આદિવાસી જ આપણા ડાયમંડ અને અસલ હીરો છે
આદિવાસી આપણા ડાયમંડ અને અસલ હીરો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના જનજાતીય ક્ષેત્ર, સંસાધનોના રૂપમાં, સંપદા મામલે હંમેશા સમૃદ્ધ રહ્યું છે. પરંતુ પહેલાની જે સરકારો રહી તેઓ આ ક્ષેત્રમાં દોહનની નીતિ પર ચાલ્યા. અમે આ ક્ષેત્રોના સામરથ્યના યોગ્ય ઉપયોગની નીતિ પર ચાલી રહ્યા છીએ. હાલમાં પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા. જનજાતીય સમાજથી આવતા સાથી જ્યારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા તો દુનિયા ચોંકી ગઈ. આદિવાસી અને ગ્રામીણ સમાજમાં કામ કરનારા આ લોકો દેશના અસલ હીરો છે.
अभी हाल में पद्म पुरस्कार दिए गए हैं।
जनजातीय समाज से आने वाले साथी जब राष्ट्रपति भवन पहुंचे तो दुनिया हैरान रह गई।
आदिवासी और ग्रामीण समाज में काम करने वाले ये देश के असली हीरे हैं।
— BJP (@BJP4India) November 15, 2021
જળજીવન મિશન યોજના હેઠળ આદિવાસીઓના ઘર સુધી નળ
પીએમ મોદીએ કહ્યું કે આદિવાસીઓના નામ પર મત માંગવામાં આવ્યા. પરંતુ તેમના ઉત્થાન માટે જેટલું કરવાનું હતું તે કરી શક્યા નહીં. તેમણે કહ્યું કે ગુજરાતના જનજાતીય સમુદાયના હિતોનું ખુબ કામ કર્યું. પ્રધાનમંત્રી બન્યા બાદ જનજાતીય સમુદાયના હિતોને સર્વોચ્ચ સ્થાન પર રાખ્યું. આદિવાસી પરિવારો પાસે ભારતની યોજનાઓ પહોંચી રહી છે. જનજાતીય સમુદાયોને પાણીની જરૂરિયાત માટે પાણી પહોંચી રહ્યું છે. જળ જીવન મિશન યોજના હેઠળ મધ્ય પ્રદેશના જનજાતીય પરિવારોના ઘરો સુધી નળ દ્વારા પાણી પહોંચી રહ્યું છે. પહેલાની સરકારોએ તેમની સુવિધાઓને પ્રાથમિકતા ન આપી. આ કારણે તેઓ વિકાસથી વંચિત રહી ગયા. આજે ભારત સરકાર આદિવાસી જિલ્લાઓમાં ખુબ વિકાસ કરી રહી છે.
आदिवासी समाज को उचित महत्व नहीं देकर पहले की सरकारों ने जो अपराध किया है, उस पर लगातार बोला जाना जरूरी है: भोपाल में प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/HL8M7f0lBo
— ANI_HindiNews (@AHindinews) November 15, 2021
પ્રભુ રામે વનવાસીઓની રહેણી કરણીથી જીવન સંવાર્યું
બાબા સાહેબ પુરંદરેને શ્રદ્ધાંજલિ આપું છું, જનજાતીય સમાજના યોગદાનની ચર્ચા કરીએ છીએ તો કેટલાક લોકોને નવાઈ લાગે છે. તેમને ખબર નથી કે જનજાતીય સમાજનું ભારતના નિર્માણમાં કેટલું યોગદાન રહ્યું. દેશમાં તેમના યોગદાનને બતાવવામાં આવ્યું નથી. બતાવ્યું તો એ પણ સીમિત બતાવ્યું. આઝાદી બાદની સરકારે આદિવાસીઓ માટે કશું કર્યું નહીં. પીએમએ કહ્યું કે જનજાતીય સમાજના યોગદાનને ભૂલાવી શકાય નહીં. વનવાસ દરમિયાન પ્રભુ રામે વનવાસીઓની રહેણી કરણી દ્વારા જીવનને અપનાવ્યું. જેનાથી તેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા.
देश का जनजातीय क्षेत्र संसाधनों के रूप में संपदा के मामले में हमेशा समृद्ध रहा है। लेकिन जो पहले सरकार में रहे वो इन क्षेत्रों के दोहन की नीति पर चले। हम इन क्षेत्रों के सामर्थ्य के सही इस्तेमाल की नीति पर चल रहे हैं: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/bkX2uwxXOx
— ANI_HindiNews (@AHindinews) November 15, 2021
શહેરના લોકોએ આદિવાસીઓ પાસેથી શું શીખવું જોઈએ
પીએમ મોદીએ કહ્યું કે ગામડામાં ઘરોમાં સસ્તું રાશન પહોંચશે તો ખર્ચ બચશે. આયુષ્યમાન ભારત યોજનાથી લોકોને લાભ મળી રહ્યો છે. દુનિયાના ભણેલા ગણેલા લોકોએ રસીકરણમાં આનાકાની કરી પરંતુ મારા આદિવાસી ભાઈઓએ રસી લીધી. સૌથી મોટી મહામારીને પહોંચી વળવા માટે જનજાતિઓનું આગળ આવવું એ ગૌરવની વાત છે. દેશના શહેરો લોકોએ આદિવાસીઓ પાસેથી શીખવાની જરૂર છે. આજે ઝારખંડમાં બિરસામુંડા કાર્યક્રમનું ઉદ્ધાટનનું ગૌરવ પ્રાપ્ત થયું છે. ગૌંડના મહારાણીનું શૌર્ય હોય કે પછી રાણી કમલાપતિની શહાદત હોય, દેશ તેમના બલિદાનને ભૂલી શકશે નહીં. રાણા પ્રતાપના ઋણી છે. આપણે તેમનું ઋણ ચૂકવી શકતા નથી. પરંતુ તેમના બલિદાનોને યોગ્ય મુકામ આપીને તેમનું ઋણ ચૂકવી શકીએ છીએ.
जनजातीय समाज में प्रतिभा की कभी कोई कमी नहीं रही है लेकिन दुर्भाग्य से पहले की सरकारों में आदिवासी समाज को अवसर देने के लिए जो जरूरी राजनीतिक इच्छा शक्ति चाहिए वो बहुत कम थी: भोपाल में प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/nHun7ISXNO
— ANI_HindiNews (@AHindinews) November 15, 2021
આદિવાસી ગીતની કરી પ્રશંસા
પીએમ મોદીએ કહ્યું કે ગીતના શબ્દોને બારીકાઈથી સાંભળ્યા, કદાચ દેશના લોકોને જીવન જીવવાનું કારણ, ઈરાદા, જીવન હેતુ વગેરે પ્રદર્શિત કરે છે. નૃત્યથી તમે જણાવ્યું કે શરીર ચાર દિવસમાં માટીમાં ભળી જશે. આદિવાસીઓ કહે છે કે તેઓ શીખી ચૂક્યા છે, આપણે શીખવાની જરૂર છે. આદિવાસી આપણને શું સમજાવી રહ્યા છે કે ધરતી, ખેતરો, કોઈના નથી. ધન સંપત્તિ બધુ અહીં છોડીને જવાનું છે. સંગીતમાં જે શબ્દ જંગલમાં જીવન પસાર કરનારા આદિવાસીઓએ જીવનમાં આત્મસાત કર્યા છે તેનાથી મોટો દેશનો વારસો અને પૂંજી શું હોઈ શકે. આ સેવાભાવથી શિવરાજ સરકારે રાશન, ગ્રામ યોજના, મધ્ય પ્રદેશ સિકલ પ્રોગ્રામથી આદિવાસીઓનું જીવન સારું થશે.
आज जब हम राष्ट्रीय मंचों से, राष्ट्र निर्माण में जनजातीय समाज के योगदान की चर्चा करते हैं, तो कुछ लोगों को हैरानी होती है।
ऐसे लोगों को विश्वास ही नहीं होता कि जनजातीय समाज का भारत की संस्कृति को मजबूत करने में कितना बड़ा योगदान रहा है।
- पीएम @narendramodi #जनजातीय_गौरव_दिवस
— BJP (@BJP4India) November 15, 2021
જનજાતીય સમાજને કર્યું સંબોધન
પીએમ મોદીએ જનજાતીય સમાજને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે બધાના ભગવાન બિરસા મુંડાના જન્મદિવસની શુભકામનાઓ. ભારત પહેલીવાર જનજાતીય ગૌરવ દિવસ ઉજવી રહ્યો છે. આઝાદી બાદ પહેલીવાર આટલા મોટા પાયે તેમના યોગદાનને યાદ કરાઈ રહ્યું છે. તેમને સન્માન અપાઈ રહ્યું છે.
ભગવાન બિરસા મુંડાને કર્યા નમન
પીએમ મોદીએ આદિવાસીઓના પ્રદર્શનને નિહાળ્યું. ત્યારબાદ જંબુરી મેદાન મંચ પર ભગવાન બિરસા મુંડાને નમન કર્યા.
Madhya Pradesh: PM Narendra Modi pays floral tribute to tribal freedom fighter #BirsaMunda and greets people at Janjatiya Gaurav Diwas Mahasammelan in Bhopal. pic.twitter.com/QKCiAfTzdA
— ANI (@ANI) November 15, 2021
નવું નામ નવી ઓળખ
હબીબગંજ રેલવે સ્ટેશનના વર્લ્ડ ક્લાસ પુર્નવિકાસ કાર્ય પૂરું થતા તેનું નામકરણ કરીને રાણી કમલાપતિ રેલવે સ્ટેશન સાથે દેશને સમર્પિત થશે. પીએમ મોદી જનજાતીય ગૌરવ દિવસમાં સામેલ થયા બાદ તેનું લોકાર્પણ કરશે. આ રેલવે સ્ટેશનની ભવ્યતા તેની તસવીરોથી સ્પષ્ટ છલકે છે. આ સ્ટેશન પર મુસાફરોની સુગમતાને ધ્યાનમાં રાખીને અનેક એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે. આ સાથે જ ઠેર ઠેર એલઈડી પણ લગાવવામાં આવ્યા છે. જેના દ્વારા ટ્રેનોની અવરજવરની જાણકારી મળશે.
ગૌંડ સામ્રાજ્યના બહાદુર અને નીડર રાણી કમલાપતિના નામ પર નવીનીકરણ થયેલું રાણી કમલાપતિ રેલવે સ્ટેશન મધ્ય પ્રદેશનું પહેલું વિશ્વ સ્તરનું રેલવે સ્ટેશન છે. જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) મોડમાં પુર્નવિકાસ, સ્ટેશનને આધુનિક વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે એક લીલા રંગની ઈમારત તરીકે ડિઝાઈન કરાયું છે જે દિવ્યાંગજનો માટે ગતિશિલતામાં સરળતાનું પણ ધ્યાન રાખે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે