Mahamandaleshwar Swami Yatindranand Giri એ મદરેસાના બાળકોને ગણાવ્યા તાલિબાની, સરકાર પાસે બંધ કરવાની કરી માંગ

જૂના અખાડા રૂડકીના મહામંડલેશ્વર સ્વામી યતિંદ્રાનંદ ગિરી (Swami Yatindranand Giri) એ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તબલીગી મદરેસા (Madrasa) થી નિકળ્યા છે એટલા માટે મદરેસાઓમાં અભ્યાસ કરનાર બાળકો તાલિબાની છે.

Mahamandaleshwar Swami Yatindranand Giri એ મદરેસાના બાળકોને ગણાવ્યા તાલિબાની, સરકાર પાસે બંધ કરવાની કરી માંગ

સંભલ: જૂના અખાડા રૂડકીના મહામંડલેશ્વર સ્વામી યતિંદ્રાનંદ ગિરી (Swami Yatindranand Giri) એ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તબલીગી મદરેસા (Madrasa) થી નિકળ્યા છે એટલા માટે મદરેસાઓમાં અભ્યાસ કરનાર બાળકો તાલિબાની છે. ગિરીએ કહ્યું કે સરકારને ધાર્મિક મદરેસાઓ (Madrasa) ને બંધ કરી દેવા જોઇએ અને તેમને સરકારી જિલ્લા શિક્ષણ યોજના હેઠળ ચાલવું જોઇએ. સ્વામી યતિંદ્રાનંદ ગિરી (Swami Yatindranand Giri) જૂના અખાડા જીવન દીપ આશ્રમ રૂડકીના મહામંડલેશ્વર છે. 

'મદરેસાના બાળકો તાલિબાની'
મહામંડલેશ્વર સ્વામી યતિંદ્રાનંદ ગિરીનો તર્ક છે કે મદરેસા (Madrasa) માંથી જ તબલીગી નિકળ્યા છે એટલા માટે મદરેસા (Madrasa) માં ભણનારા બાળકો તાલિબાની (Talibani) જ કહેવશે. તેમણે સરકાર પાસે માંગ કરતાં કહ્યું કે સરકારી ધનથી ચલાવવામાં આવાતા મદરેસા (Madrasa) ને બંધ કરવી જોઇએ. સ્વામી યતિંદ્રનંદગિરીએ ગત મંગળવારે ઉત્તર પ્રદેશના સંભલમાં ભાજપના નેતા કપિલ સિંઘલ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. 

સ્વામી યતિંદ્રનંદગિરી (Swami Yatindranand Giri) એ  સંભલમાં સપા સાંસદ શફીકુર્રહમાન બર્ક પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે બર્ક દેશના વિભાજનનો પ્રયત્નમાં લાગેલા છે. તેમણે ના તિરંગો પસંદ છે ના તો વંદેમાતરમ, ના તો ભારત માતા કી જય. સપા સાંસદ બર્કે તાલિબાનના સમર્થનમાં આપેલું નિવેદન યૂપીના સીમ યોગી આદિત્યનાથના લીધે પરત લઇ લીધું છે. સ્વામી યતિંદ્રાનંદ ગિરી (Swami Yatindranand Giri) ના આ નિવેદનને કોંગ્રેસ નેતા આર્ચાર્ય પ્રમોદ કૃષ્ણમએ રાજકીય ગણાવતાં કંઇપણ કહેવાની મનાઇ કરી દીધી છે. 

સંત સમાજે કર્યું સમર્થન
સ્વામી યતિંદ્રાનંદ (Swami Yatindranand Giri) ના આ નિવેદનને અયોધ્યાના સંત સમાજનું સમર્થન મળી રહ્યું છે. જગદગુરૂ પરમહંસ આચાર્યે કહ્યું કે તેમનું નિવેદન યોગ્ય તથા તર્ક સંગત છે. મુનવ્વર રાણા પણ તાલિબાનીના સમર્થક છે. મદરેસામાંથી હથિયાર તથા આતંકવાદી પકડાયાના સમાચાર આવતા રહે છે. દેશમાં મદરેસાની અંદર જિહાદ તથા આતંકવાદીઓની ટ્રેનિંગ થાય છે. મદરેસામાં અભ્યાસ કરનાર બાળકોને વધુ પેદા કરે છે. મદરેસા દેશ માટે ખતરો છે અને તેમને બંધ કરી દેવા જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news