Corona: છેલ્લા 24 કલાકમાં નવા 13 કેસ, મૃત્યુ 0, રાજ્યના 29 જિલ્લામાં શૂન્ય કેસ નોંધાયા
રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને કારણે 10 હજાર 81 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ 8 લાખ 15 હજાર 201 લોકો સાજા થયા છે.
Trending Photos
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાથી મોટી રાહત મળી રહી છે. નવા કેસ અને એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 13 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન એકપણ મૃત્યુ થયું નથી. આ દરમિયાન 10 લોકોએ કોરોનાને માત આપી છે. રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને કારણે 10 હજાર 81 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ 8 લાખ 15 હજાર 201 લોકો સાજા થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 8 લાખ 25 હજાર 435 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લામાં કુલ 6 કેસ નોંધાયા છે. તો અમદાવાદ જિલ્લામાં 4 કેસ સામે આવ્યા છે. સુરત જિલ્લામાં 2 અને રાજકોટ જિલ્લામાં 1 કેસ નોંધાયો છે. રાહતની વાત છે કે આજે એકપણ લોકોના મૃત્યુ થયા નથી. રાજ્યના 29 જિલ્લા એવા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી.
રાજ્યમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ
ગુજરાતમાં આજની તારીખે વાત કરવામાં આવે તો એક્ટિવ કેસની સંખ્યા માત્ર 153 છે, જેમાં ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી 10081 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચી ગયો છે. તો રાજ્યમાં અત્યાર સુધી 8 લાખ 15 હજાર 201 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે.
આજે 7.48 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા
ગુજરાતમાં રસીકરણ ઝુંબેશ પૂરજોરથી ચાલી રહી છે. રાજ્યમાં આજે સાંજે 4 કલાક સુધીમાં 7 લાખ 48 હજાર 051 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી 4 કરોડ 70 લાખ 9 હજાર 216 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે