મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: ભાજપ શિવસેના ગઠબંધન જીતશે 229 સીટો- પાર્ટી સર્વે
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 (Maharashtra assembly elections 2019)માં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન ફરી એકવાર કમાલ કરી શકે છે. તાજેતરના સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ગઠબંધન લોકસભા ચૂંટણીની જેમ વિધાનસભા ચૂંટણીમાં પણ વિપક્ષીઓને ચારે બાજુથી હરાવશે
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 (Maharashtra assembly elections 2019)માં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન ફરી એકવાર કમાલ કરી શકે છે. તાજેતરના સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ગઠબંધન લોકસભા ચૂંટણીની જેમ વિધાનસભા ચૂંટણીમાં પણ વિપક્ષીઓને ચારે બાજુથી હરાવશે. આ સર્વે ભાજપે કરાવ્યો છે. જેમાં તેમણે શિવસેનાની સાથે મળીને 226 બેઠકો મળવાનો અંદાજ છે. ભાજપ શિવસેના ગઠબંધન થયા છે તો ચૂંટણી પરિણામ શું હશે તેને લઇને આ સર્વે કરવામાં આવ્યો હતો.
સર્વે જણાવી રહ્યો છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ શિવસેના ગઠબંધનને મોટી જીત મળી શકે છે. ત્યારે ભાજપના કેન્દ્રીય સૂત્રોનું માનીએ તો ભાજપ મહારાષ્ટ્રમાં એકલા વિધાનસભા ચૂંટણી લડે છે તો તેમને 160 બેઠકો મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના એકલા ચૂંટણી લડશે તો પણ તેઓ બહુમત આવી શકે છે. આ સર્વેનું માનીએ તો બહુમત હાંસલ કરવા માટે ગઢબંધનમાં શિવસેનાનું ખાસ મહત્વ રહ્યું નથી.
જણાવી દઇએ કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 299 બેઠકો છે. 2014ની ચૂંટણીમાં શિવસેના અને ભાજપ અલગ અલગ લડી પર હતા. જેમાં 124 બેઠકોની સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બની હતી. ચૂંટણી બાદ ભાજપ શિવસેનાએ ભેગા મળીને સરકાર બનાવી જે અત્યાર સુધી ચાલી રહી છે. આ વખતે બંને પાર્ટીઓ સાથે ચૂંચણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. 2009ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 47 બેઠકો પર જીત મળી હતી. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી મળીને ભાજપ અને શિવસેના ગઠબંધનનો મુકાબલો કરશે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે