મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ વચ્ચે વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 4 ડિસેમ્બરના રોજ ભાજપની વિધાયક દળની બેઠક થવાની છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારમણને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
Trending Photos
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને મહારાષ્ટ્ર માટે નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં પાર્ટી વિધાયક દળના નેતાની પસંદગી માટે આ બંને નેતાઓની નિયુક્તિ કરાઈ છે. 4 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં ભાજપના વિધાયક દળની બેઠક થવાની છે. વિધાયક દળની બેઠકમાં નેતાની પસંદગી થશે અને ત્યારબાદ સરકાર બનાવવા માટે આગળની કામગીરી હાથ ધરાશે. વિજય રૂપાણી પંજાબમાં ભાજપના પ્રભારી છે.
મહારાષ્ટ્રમાં ભાજપના બંને સહયોગી દળ એનસીપી અને શિવસેનામાં વિધાયક દળની બેઠક અને નેતાની પસંદગી થઈ ગઈ છે. હાલમાં એનસીપીએ અજીત પવાર તો શિવસેનાએ એકનાથ શિંદેને પોતાના નેતા પસંદ કર્યા હતા. પરંતુ ભાજપમાં હજુ પણ આ પ્રક્રિયા પૂરી થઈ શકી નથી.
Finance Minister Nirmala Sitharaman and former Gujarat chief minister Vijay Rupani to be BJP's central observers for its legislature party meeting to elect their leader in #Maharashtra. pic.twitter.com/fZRvUCOpaA
— Press Trust of India (@PTI_News) December 2, 2024
ભાજપ વિધાયક દળના નેતાની બેઠકમાં જે નેતાના નામ પર મહોર લાગશે તેમના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનાવવાનો દાવો રજૂ કરાશે. મહાયુતિમાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે. બધાની નજર એ વાત ઉપર છે કે ભાજપના નેતા કોણ હશે. સૂત્રોનું માનીએ તો દેવેન્દ્ર ફડણવીસનું નામ આ રેસમાં સૌથી આગળ છે.
મહારાષ્ટ્રમાં શિંદે Vs અજીત પવાર?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યે એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો પરંતુ હજુ સુધી સરકાર બનવવા કે મુખ્યમંત્રીના ચહેરાને લઈને કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી. જો કે લગભગ ભાજપના જ મુખ્યમંત્રી હોવાનું નક્કી મનાય છે પરંતુ મહાયુતિની અંદર બે મોટી પાર્ટીઓ વચ્ચે હાલ ખેંચતાણ જોવા મળી રહી છે. એકનાથ શિંદેવાળી શિવસેનાના કેટલાક નેતા અજીત પવારની એનસીપી પર તો બીજી બાજુ એનસીપીના નેતા શિવસેનાને લઈને પોતાના મનની વાત રજૂ કરી રહ્યા છે. શિવસેના વિધાયક ગુલાબરાવ પાટિલે કહ્યું કે જો અજીત પવારની એનસીપી મહાયુતિનો હિસ્સો ન હોત તો એકનાથ શિંદેના નેતૃત્વવાળી પાર્ટી ચૂંટણીમાં 90-100 સીટો જીતી શકત.
અજીત પવાર ગત વર્ષ જુલાઈમાં શિંદે સરકારમાં સામેલ થયા હતા અને તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. હાલની સરકારમાં મંત્રી પાટિલે કહ્યું કે અમે ફક્ત 85 સીટો પર ચૂંટણી લડી હતી. અજીત દાદા વગર અમે 90-100 બેઠકો પર ચૂંટણી લડી શકતા હતા. શિંદેએ ક્યારેય પૂછ્યું નથી કે અજીત પવારવાળી એનસીપીને તેમની સરકારમાં કેમ સામેલ કરી. તેમણે શિંદેના વખાણ કરતા કહ્યું કે શિંદે એક મોટામનવાળા માણસ છે. જે નારાજ થવાની જગ્યાએ મુકાબલો કરવામાં વિશ્વાસ ધરાવે છે.
NCP નો પલટવાર
આામાં અજીત પવારવાળી એનસીપીના નેતા ક્યાં પાછળ રહે તેવા હતા. પલટવાર કરતા એનસીપીના પ્રવક્તા અમોલ મિટકરીએ પાટિલના મંત્રી પદને જોખમમાં ગણાવી દીધુ. તેમણે પાટિલ વિશે કહ્યું કે તેઓ આ પ્રકારની હલકી વાતો ન કરે. મિટકરીએ કહ્યું કે પાટિલે પહેલા મંત્રીમંડળમાં સામેલ થવા વિશે વિચારવું જોઈએ. આ વખતે તેમના મંત્રી બનવાની શક્યતા બહુ ઓછી છે.
કેન્દ્રીય મંત્રી પર ભડક્યા શિવસેના નેતા
વાત અહીં જ પૂરી નથી થઈ અને વધુ એક જુબાની જંગ વચ્ચે શિવસેના ધારાસભ્ય સંજય ગાયકવાડે કેન્દ્રીય મંત્રી પ્રતાવરાવ જાધવ અને ભાજપ નેતા સંજય કુટે ઉપર જ નિશાન સાંધી દીધુ. ગાયકવાડે 20 નવેમ્બરે થયેલી ચૂંટણીમાં બુલઢાણામાં શિવસેના (યુબીટી) ઉમેદવાર જયશ્રી શેલકે વિરુદ્ધ માત્ર 841 મતના મામૂલી અંતરથી જીત મેળવી હતી. ગાયકવાડે દાવો કર્યોકે જાધવે શિવસેના (યુબીટી) ચીફ ઉદ્ધવ ઠાકરેના એક નીકટના સહયોગીને ફોન કર્યો અને તેમને જયશ્રી શેલકેને મારા વિરુદ્ધ મેદાનમાં ઉતારવા જણાવ્યું હતું. આ ઉપરાંત સંજય કુટે વિશે કહ્યું કે તેમણે પણ શિવસેના (યુબીટી) નેતા અનિલ પરબને ફોન કરીને આ ભલામણ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે