મહારાષ્ટ્ર: મહાયુતિમાં બધાને જોઈએ છે આ મંત્રાલય! એકનાથ શિંદે માની ગયા હતા તો ફડણવીસે કેમ જવું પડ્યું ઘરે?

સાંજે સાડા પાંચ વાગે પીએમ મોદીની હાજરીમાં મુંબઈના આઝાદ મેદાનમાં દેવેન્દ્ર ફડણવીસ સીએમ પદના શપથ લેશે. આ સાથે જ ડેપ્યુટી સીએમ માટે અજીત પવાર અને એકનાથ શિંદે શપથ લેશે. પરંતુ સરકાર રચના પહેલા ગૃહ વિભાગ પર ખેંચતાણ ચાલુ છે. 

મહારાષ્ટ્ર: મહાયુતિમાં બધાને જોઈએ છે આ મંત્રાલય! એકનાથ શિંદે માની ગયા હતા તો ફડણવીસે કેમ જવું પડ્યું ઘરે?

મહારાષ્ટ્રના રાજકારણમાં જે રીતે હલચલ જોવા મળી રહી છે તે જોતા તો એમ લાગે કે જાણે સસ્પેન્સથી આખી વેબ સિરીઝ થઈ ગઈ. પહેલા સીએમ અને ડેપ્યુટી સીએમ વિશે સસ્પેન્સ હતું અને હવે ગૃહ વિભાગને લઈને સસ્પેન્સ છે. ભાજપ તેને પોતાની પાસે રાખવા માંગે છે જ્યારે શિંદે હજુ પણ ગૃહ વિભાગને લઈને મક્કમ છે. હાલ આ બધા વચ્ચે શપથ ગ્રહણનો સમય આવી ગયો છે. ગુરુવારે સાંજે સાડા પાંચ વાગે પીએમ મોદીની હાજરીમાં મુંબઈના આઝાદ મેદાનમાં દેવેન્દ્ર ફડણવીસ સીએમ પદના શપથ લેશે. આ સાથે જ ડેપ્યુટી સીએમ માટે અજીત પવાર અને એકનાથ શિંદે શપથ લેશે. પરંતુ સરકાર રચના પહેલા ગૃહ વિભાગ પર ખેંચતાણ ચાલુ છે. એકનાથ શિંદેએ બુધવારે  પ્રેસ કોન્ફરન્સમાં કહી પણ દીધુ કે રાહ જુઓ. અત્યાર સુધી મહારાષ્ટ્ર સરકાર રચના પહેલા શું શું થયું આખી ક્રોનોલોજી સમજવા જેવી છે. 

ગૃહ વિભાગ વિશે શિંદે પર શિવસેના વિધાયકોનું દબાણ?
અસલમાં ઘણી સમજાવટ બાદ શિંદે ડેપ્યુટી સીએમ બને તેવી ચર્ચા છે. પરંતુ તેઓ આ સાથે ગૃહ વિભાગ પોતાની પાસે રાખવા માંગે છે. મળતી માહિતી મુજબ શિવસેનાના વિધાયકોનું તેમના પણ દબાણ છે કે ગૃહ વિભાગ  કોઈ પણ સંજોગોમાં શિવસેના પાસે રહે. વિધાયકોનો એવો તર્ક છે કે શિંદે પહેલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને આવામાં ડેપ્યુટી સીએમ પદ સાથે ગૃહ વિભાગ ન મળવું એ તેમના પ્રભાવને એક પ્રકારે ઓછો કરવા જેવો છે. 

શિંદેના ઘરે ગયા ફડણવીસ
ભાજપના સૂત્રોએ જણાવ્યું કે પહેલા શિંદે તેના પર રાજી થઈ ગયા હતા પરંતુ વિધાયકોના દબાણમાં તેમણે ફરીથી ગૃહ વિભાગની માંગણી દોહરાવી. આ બધા વચ્ચે બુધવારે દેવેન્દ્ર ફડણવીસે શિંદે જોડે તેમના અધિકૃત નિવાસ સ્થાન વર્ષા પર મુલાકાત કરી. 40 મિનિટની વાતચીતમાં ફડણવીસે  તેમને ખાતરી અપવવાની કોશિશ કરી કે તેમની માંગણી પર પાર્ટી નેતૃત્વ જોડે વિચાર કરવામાં આવશે. 

પોર્ટફોલિયો પર સસ્પેન્સ
મહાયુતિમાં વિભાગોની ફાળવણી લગભગ નક્કી છે. પરંતુ ગૃહ વિભાગ કોની પાસે રહેશે તે શપથ ગ્રહણ પહેલા જ કદાચ નક્કી થઈ શકશે. મળતી માહિતી મુજબ ભાજપ પાસે 20-22, શિવસેનાને 10-12 અને એનસીપીને 8-10 પોર્ટફોલિયો મળી શકે છે. ગૃહ વિભાગ ભાજપ પાસે રહે તેવી શક્યતા છે. પરંતુ શિંદે તેને છોડવા માટે તૈયાર નથી. 

પ્રેસ કોન્ફરન્સમાં તો બધુ ઠીક લાગ્યું...
મજાની વાત તો એ જોવા મળી કે ગુરુવારે સાંજે પ્રેસ કોન્ફરન્સમાં શિંદે અને અજીત પવાર વચ્ચે હળવા અંદાજમાં વાતચીત પણ જોવા મળી. આ દરમિયાન શિંદે અને અજીત પવાર બંનેએ એકબીજાની મજા લીધી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ડેપ્યુટી સીએમ સાથે ગૃહ વિભાગ લેશે તો શિંદેએ જવાબ  ટાળતા કહ્યું કે સાંજ સુધી રાહ જુઓ જેના પર અજીત પવારે કહ્યું કે હું તો શપથ લેઈશ, તેમની ખબર નથી. ત્યારબાદ ફરી શિંદેએ પલટવાર કરતા કહ્યું કે અજીત દાદાને તો સવાર-સાંજ બંને સમયે શપથ લેવાનો અનુભવ છે. 

શપથ ગ્રહણની તૈયારીઓ
બીજી બાજુ શપથ ગ્રહણ સમારોહ માટે ખાસ નિમંત્રણ પત્ર તૈયાર કરાયા છે.  જેમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ તેમના માતા પિતા સાથે લખાયું છે. આ વખતે સમારોહમાં ફક્ત 3 લોકો શપથ લેશે. જ્યારે બાકીના મંત્રીઓની સૂચિ બાદમાં બહાર પડશે. ગૃહ વિભાગ અંગે સસ્પેન્સ યથાવત છે જે શપથ ગ્રહણની બરાબર પહેલા ઉકેલાઈ શકે છે. મુંબઈના આઝાદ મેદાનમાં નવી સરકારનું શપથ ગ્રહણ છે. કાર્યક્રમમાં 42 હજારથી વધુ લોકો હાજર રહે તેવી અપેક્ષા છે. પીએમ મોદી, 9-10 કેન્દ્રીય મંત્રીઓ, 19 મુખ્યમંત્રીઓ અને ડેપ્યુટી સીએમ પણ હાજર રહેશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news