શરદ પવારને ઝટકો, અજિત પવાર જૂથ અસલી NCP, ચૂંટણી પંચને મોટો નિર્ણય

NCP Party Symbol Row: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મોટી જીત મળી છે. ચૂંટણી પંચે પોતાના ચુકાદામાં કહ્યું કે અસલી એનસીપી અજિત પવારનું જૂથ છે. લોકસભા ચૂંટણી પહેલા શરદ પવાર માટે આ મોટો ઝટકો છે.

શરદ પવારને ઝટકો, અજિત પવાર જૂથ અસલી NCP, ચૂંટણી પંચને મોટો નિર્ણય

Maharashtra News: લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રની રાજનીતિ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચે અજિત પવાર જૂથને અસલી એનસીપી ગણાવી છે. આ અજિત પવાર માટે મોટી જીત છે અને તેના કાકા શરદ પવાર માટે લોકસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો છે. ચૂંટણી પંચે રાજ્યસા ચૂંટણીને ધ્યાનમાં રાખી શરદ પવારને પોતાના નવા રાજકીય સંગઠનનું નામ રાખવા માટે વિશેષ છૂટ આપી છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે 'વિધાનસભ્ય બહુમતીના પરીક્ષણ'થી વિવાદિત આંતરિક સંગઠનાત્મક ચૂંટણીઓને પગલે અજિત પવાર જૂથને NCP ચૂંટણી ચિન્હ મેળવવામાં મદદ મળી હતી.

છ મહિનાથી વધુ ચાલી સુનાવણી
6 મહિનાથી વધુ સમય સુધી ચાલેલી 10થી વધુ સુનાવણી બાદ ચૂંટણી પંચે એનસીપીમાં વિવાદનો અંત કર્યો અને અજિત પવારના નેતૃત્વવાળા જૂથના પક્ષમાં નિર્ણય આપ્યો છે. પાર્ટીનું નિશાન ઘડીયાળ અજિત પવારની પાસે રહેશે.

2 જુલાઈએ મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થઈ ગયા હતા અજિત પવાર
નોંધનીય છે કે 2 જુલાઈ 2023ના એનસીપીમાં વિભાજન થઈ ગયું હતું. અજિત પવાર પોતાના જૂથના ધારાસભ્યો સાથે એનડીએમાં સામેલ થઈ ગયા હતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બની ગયા હતા. એનસીપીમાંથી અલગ થયા બાદ અજિત પવારે એનસીપી પર પોતાનો દાવો ઠોકી દીધો હતો. ત્યારબાદ આ મામલો ચૂંટણી પંચમાં પહોંચ્યો હતો. બંને પક્ષે ચૂંટણી પંચ સમક્ષ પોતાની દલીલો રજૂ કરી હતી. હવે ચૂંટણી પંચે અસલી એનસીપીને લઈને પોતાનો નિર્ણય જાહેર કરી દીધો છે.

આ ઈન્ડિયા ગઠબંધન માટે પણ મોટો ઝટકો છે. હવે શરદ પવારે પાર્ટીનું નવુ નામ અને નિશાન વિચારવું પડશે. મહારાષ્ટ્રમાં આ પહેલા શિવસેનામાં બે ભાગલા પડી ચુક્યા છે. અસલી શિવસેના એકનાથ શિંદેની છે. તો ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનું નામ શિવસેના (યુબીટી) છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news