Maharashtra Political Crisis: ઉદ્ધવ ઠાકરેની બેઠક પહેલા શિંદેનો ધડાકો, 38 MLAના સમર્થનનો પત્ર જાહેર કર્યો

Maharashtra Political Crisis Latest Updates:  શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં લગભગ 50 વિધાયકોના બળવા બાદથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. શિવસેનાએ આ મુદ્દે આજે પોતાની કાર્યકારિણી બેઠક પણ બોલાવી છે.

Maharashtra Political Crisis: ઉદ્ધવ ઠાકરેની બેઠક પહેલા શિંદેનો ધડાકો, 38 MLAના સમર્થનનો પત્ર જાહેર કર્યો

Maharashtra Political Crisis Latest Updates:  શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં લગભગ 50 વિધાયકોના બળવા બાદથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. શિવસેનાએ આ મુદ્દે આજે પોતાની કાર્યકારિણી બેઠક પણ બોલાવી છે. આ બેઠક આજે બપોરે 1 વાગે મુંબઈના શિવસેના ભવનમાં થશે. સીએમ ઉદ્ધવ ઠાકરે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠકમાં જોડાશે અને પાર્ટીના પદાધિકારીઓને હાલની સ્થિતથી માહિતગાર કરીને આગળની સલાહ માંગી શકે છે. 

વિધાયકો અને તેમના પરિવારની સુરક્ષાની જવાબદારી મહારાષ્ટ્ર સરકારની
શિવસેનાના વિધાયકો અને તેમના પરિવારોની સુરક્ષા પાછી લેવાના નિર્ણય બાદ એકનાથ શિંદેએ કહ્યું કે આ નિર્ણય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ગૃહ મંત્રીના આદેશ બાદ લેવાયો છે. તેમણે કહ્યું કે શિવસેનાના વિધાયકોની સુરક્ષા પાછી લેવાનો નિર્ણય બદલાની કાર્યવાહીનો છે. તેમણે કહ્યું કે વિધાયકોની અને તેમના પરિવારોની સુરક્ષાની જવાબદારી સરકારની છે. 

— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 25, 2022

38 વિધાયકોનું સમર્થન
ગુવાહાટીમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ કરી રહેલા એકનાથ શિંદેએ વધુ એક ધડાકો કર્યો છે. તેમણે 38 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર બહાર પાડ્યો છે. શિંદે તરફથી બહાર પાડવામાં આવેલા પત્રમાં તમામ 38 ધારાસભ્યોના હસ્તાક્ષર પણ છે. આ સાથે જ તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્રના ગૃહમંત્રી, ડીજીપી મહારાષ્ટ્રને એક પત્ર પણ લખ્યો છે. પત્રમાં કહ્યું છે કે મારી સાથે આવેલા વિધાયકો અને તેમના પરિવારને અપાયેલી સુરક્ષા હટાવી દેવાઈ છે. જે ગેરકાયદેસર છે. આ પગલું અમારા સંકલ્પને તોડવાનો વધુ એક પ્રયત્ન છે. પત્રમાં સંજય રાઉતના એ નિવેદનનો પણ ઉલ્લેખ છે. તેમના આ નિવેદન બાદ અણારી સાથે આવેલા બે વિધાયકોના કાર્યાલયોમાં શિવસેનાના લોકોએ તોડફોડ કરી. 

આજે બેઠક
છેલ્લા 6 દિવસથી મહારાષ્ટ્રમાં જે રાજકીય ભૂકંપ સર્જાયો છે તેવા માહોલમાં શિવસેનાની ભૂમિકા ખુબ મહત્વની છે. આવામાં ઉદ્ધવ ઠાકરે કયો નિર્ણય લે છે તેના પર બધાની નજર છે. ઉદ્ધવ ઠાકરે આ જ મામલે આજે એક મહત્વની બેઠક પણ બોલાવી છે. બેઠકમાં પાર્ટીની કાર્યકારિણીના તમામ નેતા, ઉપનેતા, સંપર્ક અધિકારી, સાંસદો અને ધારાસભ્યો હાજર રહેશે. રાજકીય પરિસ્થિતિની સાથે સાથે શિવસેના અને મુખ્યમંત્રી પદના મહત્વના નિર્ણય વિશે પણ બેઠકમાં ચર્ચા થશે. જ્યારે ઉદ્ધવ  ઠાકરેના પુત્ર અને કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરે આજે સાંજે 6.30 વાગે બિરલા માતોશ્રી સભાગૃહમાં યુવા શિવસૈનિકોને સંબોધન કરશે. 

શિવસેનિકો રસ્તા પર ઉતરી શકે છે
રાજ્યમાં બદલાઈ રહેલા રાજકીય માહોલ વચ્ચે મહારાષ્ટ્ર પોલીસ અલર્ટ મોડ પર છે. રાજ્યના ડીજીપીએ મહારાષ્ટ્રના તમામ પોલીસ સ્ટેશનોને હાઈ અલર્ટ પર રહેવાના આદેશ આપ્યા છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે શિવસૈનિક મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરીને હંગામો કરી શકે છે. આવામાં રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. ડીજીપી તરફથી બહાર પાડવામાં આવેલ અલર્ટ મુજબ તમામ પોલીસકર્મીઓ અલર્ટ રહે અને પોત પોતાના વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી રાખે. 

શરદ પવારે પણ બોલાવી છે બેઠક
મહારાષ્ટ્રના આ રાજકીય ઘટનાક્રમમાં એનસીપીની અકળામણ વધી રહી છે. સરકાર બચાવવા માટે એનસીપી અધ્યક્ષ સતત બેઠકો યોજી રહ્યા છે. આજે પણ તેમણે પોતાના નિવાસ સ્થાને સિલ્વર ઓક પર પાર્ટીના કદાવર નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં શિવસેનાના 16 વિધાયકોના સસ્પેન્શન બાદની સ્થિતિ પર આગળની યોજના ઘડવામાં આવશે. 

ભાજપની વેઈટ એન્ડ વોચની નીતિ
આ બધા મામલે ભાજપ હાલ ચૂપચાપ છે અને દૂર રહીને તકની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ છેલ્લા 3 દિવસથી સતત પોતાના મોટા નેતાઓ અને વિધાયકો સાથે બેઠક કરી રહ્યા છે. જો કે ભાજપે મહારાષ્ટ્રમાં  ચાલી રહેલા રાજકીય ઘમાસાણ પર નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેમને શિવસેનામાં આવેલા રાજકીય ભૂકંપ સાથે કોઈ લેવાદેવા નથી. આમ છતાં ભાજપ આ સ્થિતિ પર સતત વિચાર વિમર્શ કરી રહ્યું છે. જેમાં જો ડેપ્યુટી સ્પિકર 16 ધારાસભ્યોની સદસ્યતા રદ  કરે તો બળવાખોર ધારાસભ્યો સાથે તેઓ સત્તામાં કેવી રીતે આવી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news