Maharashtra Political Crisis: ઉદ્ધવ સરકાર જશે? સંજય રાઉતની એક ટ્વીટે મચાવ્યો ખળભળાટ

મહારાષ્ટ્રથી અત્યંત મહત્વના સમાચાર આવ્યા છે. જાણો ટ્વીટ કરીને શિવસેનાના સાંસદ સંજય રાઉતે શું આપ્યો સંકેત?

Maharashtra Political Crisis: ઉદ્ધવ સરકાર જશે? સંજય રાઉતની એક ટ્વીટે મચાવ્યો ખળભળાટ

મુંબઈ: મહારાષ્ટ્રથી અત્યંત મહત્વના સમાચાર આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકાર વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી શકે છે. આ સંકેત શિવસેનાના સાંસદ સંજય રાઉતે આપ્યા છે. 

સંજય રાઉતની ખળભળાટ મચાવતી ટ્વીટ
સાંસદ અને શિવસેના નેતા સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું છે કે 'મહારાષ્ટ્રમાં હાલનો રાજકીય ઘટનાક્રમ વિધાનસભા ભંગ થવા તરફ જઈ રહ્યો છે.' વાત જાણે એમ છે કે શિવસેના નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. તેમનો દાવો છે કે તેમની સાથે 40 વિધાયકો છે. હજુ પણ કેટલાક વિધાયકો શિંદે તરફ ઝૂકી શકે છે. 

અત્રે જણાવવાનું કે આ સમગ્ર મામલે અગાઉ શિવસેના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે એકનાથ શિંદેને મિત્ર ગણાવ્યા. તેમણે કહ્યું કે અમારી સતત તેમની સાથે વાત થઈ રહી છે અને અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. આ સાથે જ તેમણે કહ્યું કે અમારી પ્રતિષ્ઠા વધુ મહત્વની છે. વધુમાં વધુ અમારી સત્તા જશે પરંતુ પ્રતિષ્ઠા સૌથી ઉપર છે. 

— Sanjay Raut (@rautsanjay61) June 22, 2022

આદિત્ય ઠાકરેએ ટ્વિટર પરથી મંત્રીપદ હટાવ્યું
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેએ રાજકીય ઉથલપાથલ વચ્ચે ટ્વિટર પર પોતાના બાયોમાંથી મંત્રીપદ હટાવી દીધુ છે જેને જોતા અટકળો વધી ગઈ છે. 

ભાજપે પોતાના વિધાયકોને મુંબઈ બોલાવ્યા
આ બધા ઘટનાક્રમ વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ધારાસભ્યોને મુંબઈ બોલાવ્યા છે. ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને મુંબઈમાં ભેગા થવા જણાવ્યું છે. તેની પાછળનું કારણ એ છે કે જો રાજ્યપાલ દ્વારા વિશેષસત્ર બોલાવવામાં આવે તો તમામ વિધાયકો વિધાનસભામાં હાજર રહેવા જરૂરી છે. આથી ભાજપે આદેશ બહાર પાડીને તમામ ધારાસભ્યોને મુંબઈ પહોંચવાનો આદેશ આપ્યો છે. 

શિવસેના એમએલએ ભાજપ સાથે સંબંધ મજબૂત કરવા ભાર મૂક્યો
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે બુધવારે કહ્યું કે પાર્ટીએ ભાજપ સાથે પોતાના સંબંધો મજબૂત કરવા જોઈએ. સરનાઈકે કહ્યું કે મે પહેલા પણ વિચારી રાખ્યું હતું કે શિવસેનાએ ભાજપ સાથે જવું જોઈએ. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની ગઠબંધન સરકાર છે. બળવાખોર વિધાયકોનો આંકડો હવે 42 પર પહોંચ્યો હોવાનું પણ કહેવાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news