Maharashtra Politics: 'ન શિવસેનાના ધારાસભ્યો સંપર્કમાં છે, ન સરકાર બનાવવાનો દાવો કરીશું, જાણો શું છે ભાજપનો પ્લાન

Maharashtra Political Crisis Latest Update: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર સંકટમાં છે. ઠાકરે પોતાની જ પાર્ટીના ધારાસભ્યોના બળવાનો સામનો કરી રહ્યાં છે. એકનાથ શિંદેએ ઠાકરે સામે મોર્ચો ખોલી દીધો છે. તો ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રના આ ઘટનાક્રમ પર સતત નજર રાખી રહી છે. 
 

Maharashtra Politics: 'ન શિવસેનાના ધારાસભ્યો સંપર્કમાં છે, ન સરકાર બનાવવાનો દાવો કરીશું, જાણો શું છે ભાજપનો પ્લાન

મુંબઈઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારની ખુરશી ખતરામાં છે. માનવામાં આવી રહ્યું છે કે ઠાકરે ગમે ત્યારે રાજીનામુ પણ આપી શકે છે. હકીકતમાં શિવસેના પ્રમુખની પોતાની પાર્ટી પર પકડ ઢીલી પડી ગઈ છે. શિવસેના સામે બળવો કરનાર એકનાથ શિંધે 40થી વધુ ધારાસભ્યો સાથે ગુજરાત બાદ ગુવાહાટીમાં કેમ્પ બનાવ્યો છે. તો આ ઘટનાક્રમની અસલી સૂત્રાધાર મનાતી ભાજપ ખુદને સાફ જણાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ એક તરફ આ મામલાને શિવસેનાનો આંતરિક મામલો ગણાવી રહી છે, તો બળવાખોર ધારાસભ્યોને રહેવાની વ્યવસ્થા ભાજપ શાસિત રાજ્યમાં કરવામાં આવી રહી છે. ધારાસભ્યોની સુરક્ષા એવી છે કે કોઈ બહારનું પક્ષી ત્યાં ફરકી પણ શકે નહીં. 

હકીકતમાં મહારાષ્ટ્રમાં શરૂ થયેલા આ રાજકીય ખેલમાં કોઈને ફાયદો થવાનો છે કો માત્ર ભાજપ છે. ક્યારેક શિવસેનાની સાથી રહેલી ભાજપાએ ગઠબંધનમાં સાથે રહી ચૂંટણી લડી હતી પરંતુ શિવસેના પ્રમુખની મહત્વાકાંક્ષા કહો કે બીજુ કંઈ. શિવસેનાએ પ્રચંડ જીત બાદ પણ ભાજપ સાથે છેડો ફાડી દીધો. ત્યારબાદ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી લીધી હતી. 5 વર્ષ સુધી મુખ્યમંત્રી બનવાની તૈયારી કરી રહેલા ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રીનું સરકારી આવાસ છોડી પોતાના નિવાસ્થાન માતોશ્રી પહોંચી ગયા છે. 

આ શિવસેનાનો આંતરિક મામલોઃ ભાજપ
મહારાષ્ટ્રમાં થઈ રહેલા આ મોટા ઘટનાક્રમ છતાં ભાજપનું કહેવું છે કે શિવસેનાનો આંતરિક મામલો છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ કે સત્તા માટે શિવસેના હિન્દુત્વનો રસ્તો છોડી કોંગ્રેસ અને એનસીપીની સાથે ગઠબંધનમાં સરકાર બનાવી, જનાદેશનું અપમાન કર્યુ અને અમારી સાથે છેતરપિંડી કરી. આ અનૈતિક અને અસામાન્ય ગઠબંધનને તોડવું પડ્યું. 

પાર્ટીને સંભાળી ન શક્યા ઉદ્ધવ ઠાકરે
ભાજપ નેતાએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની આ નિષ્ફળતા છે કે તે પોતાની પાર્ટીને સંભાળી શક્યા નહીં. ક્યારેક અજીત પવારના કાંડમાં ઉતાવળ કરનાર ભાજપ હવે ઉતાવળના મૂડમાં નતી. તેથી  ખેંચતાણની કમાન હાલ શિવસેનાના બળવાખોર એકનાથ શિંદેના હાથમાં છે. શિંદે, શિવસેનાના અન્ય બળવાખોર ધારાસભ્યોની સાથે હવે એક અન્ય ભાજપ શાસિત રાજ્ય અસમમાં છે. તે બુધવારે સવારે સુરતથી ગુવાહાટી પહોંચ્યા હતા. 

શિંદેએ દાવો કર્યો કે પાર્ટીના 55માંથી 40 ધારાસભ્યો તેમની સાથે છે. તેમણે સાત અપક્ષ ધારાસભ્યોના સમર્થનનો પણ દાવો કર્યો છે. મંગળવારે ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાતચીત દરમિયાન શિંદેએ પાર્ટીમાં પરત ફરવા માટે શરત રાખી છે. તેનો જવાબ હજુ તેને મળ્યો નથી. હાલ તો ભાજપ પડદા પાછળથી સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news