ટીમમાં પસંદગી ન થતાં આ ખેલાડીએ કાપી કાંડાની નસ, લડી રહ્યો છે જીંદગી અને મોતની જંગ

ક્રિકેટ હાલમાં દુનિયાની સૌથી લોકપ્રિય રમતોમાંથી એક છે. તો બીજી તરફ આ રમત રમનાર ખેલાડી પણ દરરોજ વધતા જાય છે. વધતા જતા ખેલાડીઓની સંખ્યાને લીધે દરેકને તેમના દેશની ટીમમાંથી રમવાની તક મળતી નથી. એવી જ સ્થિતિ ઘરેલૂઓ સ્તર પર જોવા મળે છે.

ટીમમાં પસંદગી ન થતાં આ ખેલાડીએ કાપી કાંડાની નસ, લડી રહ્યો છે જીંદગી અને મોતની જંગ

Cricketer Tried to Suicide: ક્રિકેટ હાલમાં દુનિયાની સૌથી લોકપ્રિય રમતોમાંથી એક છે. તો બીજી તરફ આ રમત રમનાર ખેલાડી પણ દરરોજ વધતા જાય છે. વધતા જતા ખેલાડીઓની સંખ્યાને લીધે દરેકને તેમના દેશની ટીમમાંથી રમવાની તક મળતી નથી. એવી જ સ્થિતિ ઘરેલૂઓ સ્તર પર જોવા મળે છે. પરંતુ આ દરમિયાન એક એકદમ ખરાબ સમાચાર સામે આવ્યા છે જ્યાં એક ખેલાડીને ટીમમાં સિલેક્ટ ન કરવામાં આવ્યો તો તેણે પોતાનો જીવ આપવાનો પ્રયત્ન કર્યો. 

આ ક્રિકેટરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ
દક્ષિણી સિંધ પ્રાંતના હૈદ્રાબાદના યુવા ક્રિકેટરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો કારણ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ની અંતર શહેર ચેમ્પિયનશિપ માટે તેની ઘરેલૂ ટીમમાં સિલેક્ટ કરવામાં ન આવ્યો. ફાસ્ટ બોલર શોએબે પોતાની કાંડાની નસ કાપી દીધી અને પરિવારના સભ્ય તેને મંગળવારે ઇમરજન્સીમાં હોસ્પિટલમાં લઇને આવ્યા.  

ટીમમાં સિલેક્ટ ન થતાં ભર્યું આ પગલું
પરિવારના એક સભ્યએ જણાવ્યું કે અંતર શહેર ચેમ્પિયનશિપ માટે ટ્રાયલ બાદ કોચએ શોએબને ટીમમાં સિલેક્ટ ન કર્યો ત્યારબાદ તે ડિપ્રેશનના કારણે પોતાને રૂમમાં બંધ કરી દીધો હતો. પરિવારના સભ્યએ કહ્યું 'અમે તે પોતાના રૂમના બાથમાં મળ્યો અને તેની કાંડાની નસ કાપી દીધી હતી. તે એકદમ બેભાન હતો અને અમે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો જ્યાં હજુ પણ તેની સ્થિતિ નાજુક છે. ફેબ્રુઆરી 2018 માં પણ કરાંચીના અંડર 19 ક્રિકેટર મોહમંદ જારયાબે શહેરની અંડર 19 ટીમમાંથી બહાર કરવામાં આવતાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news